Get The App

ગોળના ઉત્પાદનમાં હવે સોલાર એનર્જીનો ઉપયોગ

Updated: Jan 20th, 2025


Google NewsGoogle News
ગોળના ઉત્પાદનમાં હવે સોલાર એનર્જીનો ઉપયોગ 1 - image


- તાજેતરમાં મકરસંક્રાતિની મોસમી માગ સારી રહીઃ ચા બનાવવામાં પણ હવે ગોળનો ઉપયોગ વધી રહ્યાના નિર્દેશો

દેશમાં ખાંડ બજાર તથા ઉદ્યોગમાં તાજેતરમાં પ્રવાહો પલ્ટાતા રહેતાં તેની અસર ગોળ બજાર તથા ઉદ્યોગ પર પણ જોવા મળી છે. તાજેતરમાં મકરસંક્રાતિ તથાસ ઉતરાણના તહેવારોના  માહોલમાં  ગોળ બજારમાં ચિક્કી ઉત્પાદકોની માગ ખાસ્સી વધ્યાના વાવડ મળ્યા હતા.  તલ બજારમાં પણ તહેવારોની માગ તાજેતરમાં  જોવા મળી હતી.મહારાષ્ટ્રના જલગાંવ બજારના તાજેતરમાં મળેલા સમાચાર મુજબ ત્યાં ગોળના ભાવ કિલોના રૂ.૫૫થી વધી રૂ.૬૫ જોવા મળ્યા હતા.  ગોળની પાંચ  કિલોની ભીલીના ભાવ રૂ.૨૭૫ તથા ૧૦ કિલોના ભાવ રૂ.૫૨૦ સુધી કવોટ થયાના વાવડ મળ્યા હતા. દરમિયાન, ભારતાં ૨૦૨૪-૨૫ના ખાંડ વર્ષમાં ખાંડની માગઆશરે ૨૮૦ લાખ  ટન જેટલી રહેવાનો અંદાજ બહાર પડયો છે. પાછલા વર્ષ કરતાં આ અંદાજ આશરે ૧૪થી ૧૫ ટન ઓછો બતાવાયો છે. ઈન્ડિયન સુગર એન્ડ બાયોએનર્જીં મેન્યુફેકચર્સ એસોસીએશનના સૂત્રોના જણાવ્યા  મુજબ નવી મોસમના  પ્રથમ ચાર મહિનામાં ડોમેસ્ટીક સેલના ક્વોટા આશરે સાત લાખ ટન ઓછા આપવામાં આવ્યા છે. ગયા વર્ષે આ ગાળામાં લોકસભાની ચૂંટીણીને અનુલક્ષીને ડોમેસ્ટીક સેલના ક્વોટા ઉંચા આપવામાં આવ્યા હતા. વર્તમાન ખાંડ મોસમના પ્રથમ ચાર મહિનામાં દેશમાં ખાંડનું  ઉત્પાદન આશરે ૧૫થી ૧૬ ટકા ઘટી ૯૫ લાખ ટન આસપાસ થયું છે.  આ ગાળામાં મહારાષ્ટ્રમાં ઉત્પાદનમાં વિશેષ પીછેહટ જોવા મળી છે. ગયા વર્ષે આ ચાર મહિનામાં  દેશવ્યાપી ધોરણે ખાંડનું ઉત્પાદન આશરે ૧૧૩ લાખ ટન આસપાસ નોંધાયું હતું. વિશ્વ બજારમાં ખાંડના ભાવ ઘટી ૩ વર્ષના તળિયે ઉતર્યા હતા. 

દરમિયાન, નવી  મુંબઈ જથ્થાબંધ ખાંડ બજારમાં ક્વિ.ના ભાવ તાજેતરમાં જાતવાર નીચામાં રૂ.૩૫૯૬થી ૩૬૯૨ તથા ઉંચામાં ૩૬૮૨થી ૩૮૪૦ સુધી જોવા મળ્યા હતા. નેશનલ કો-ઓપરેટીવ ડેવલપમેન્ટ કોર્પોરેશને તાજેતરમાં સેન્ટ્રલ સેક્ટર સ્કીમ હેઠળ ધિરાણ દરોમાં ઘટાડો કરતાં સહકારી ક્ષેત્રની ખાંડ મિલો પર દબાણ હળવું થશે તથા ખેડૂતોને પણ રાહત થશે એવું જાણકારોએ જણાવ્યું હતું.

ભારતમાં ઈથેનોલની બ્લેન્ડીંગની ટકાવારી બે મહિનામાં વધી ૨૦ ટકા થવાની શક્યતા છે. દરમિયાન, દેશમાં કોરોના કાળ પછી આરોગ્ય વિશે સભાનતા વધતાં જનતામાં ગોળનો વપરાશ વધી રહ્યાના વાવડ મળ્યા હતા. ચા માં પણ હવે ગોળનો વપરાશ વધ્યો છે તથા વિવિધ મીઠાઈઓમાં પણ હવે ગોળનો વપરાશ વધી રહ્યો છે. કચ્છમાં અમુક ઉત્પાદકો હવે પેંડામાં ગોળનો ઉપયગ વધારતા થયાના સમાચાર પણ આવ્યા હતા. દક્ષિણ ભારતમાં તીરુચી બજારના સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે પોંગલમાં રાજ્ય સરકાર દ્વારા જનતાને વિતરીત કરાતા હેમ્પરમાં ગોળનો સમાવેશ કરાયો નથી તથા તેના પગલે મોસમી  ગ્રાહકો ખુલ્લા બજારમાં ગોળ ખરીદવા ઘસારો કરતા જોવા મળ્યા હતા. તથા બજારમાં ગોળ-બોલના ભાવ કિલોના રૂ.૫૦થી ૫૨ તથા ગોળ-કયુબના ભાવ રૂ.૫૫થી ૫૭  સુધી બોલાયા હતા. પામ સુગર જેગરી (ગોળ)  તથા કોકોનેટ  સુગરની માગ તાજેતરમાં વધી હતી.  

ખજૂરની સુગરનો ઉપાડ પણ વધ્યો છે. તામિલનાડુથી મળેલા સમાચાર મુજબ નમક્કલ વિસ્તારમાં આશરે ૪૦થી ૪૫ ગોળ ઉત્પાદકો પાસેથી દસ ટન ખાંડનો જથ્થો ફુડ સેફટી વિભાગના અધિકારીઓએ જપ્ત  કર્યો હતો. આગોળ ઉત્પાદકો ગોળના ઉત્પાદનમાં ખાંડનો વપરાશ કરતા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.  ભારતમાં ગોળ ઉદ્યોગ કોટેજ ઈન્ડસ્ટ્રીઝ ગણાય છે.  જોકે ઉત્પાદન પ્રક્રિયામાં ઓપનઅથ ફર્નેશીસનો ઉપયોગ બાગાસે બાળવા માટે થાય છે. ઘણાં ગોળ ઉત્પાદકો પ્લાસ્ટીક અથવા તો રબ્બર વેસ્ટનો પણ આ માટે ઉપયોગ કરતા જોવા મળ્યા છે. આના પગલે હવામાનમાં  પ્રદૂષણ વધે છે. આના પગલેગોળની ક્વોલિટીને પણ અસર થાય છે. જો કે આઈઆઈટી  મદ્રાસથી આવી રહેલા સમાચાર મુજબ ગોળના ઉત્પાદનમાં હવે સોલાર પાવર (સૌર ઉર્જા)નો વપરાશ કરી શકાશે એવી શોધ કરવામાં આવી છે. 


Google NewsGoogle News