નાની રકમની SIP યોજના શરૂ કરાશે

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News
નાની રકમની  SIP યોજના શરૂ કરાશે 1 - image


 એલઆઇસી મ્યુચ્યુઅલ ફંડ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં નાની રકમની સિપ યોજના શરૂ કરવાની યોજના ધરાવે છે. આ સિપ ૧૦૦ રૂપિયાની હશે.  આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે માર્કેટ રેગ્યુલેટર સેબી રોકાણકારોની ભાગીદારી વધારવા માટે નાની સિપની હિમાયત કરી રહી છે. આ માટે, નિયમનકાર રૂ. ૨૫૦ સિપને વધુ ખર્ચ-અસરકારક અને ભંડોળ માટે વ્યવહારુ બનાવવા પર કામ કરી રહ્યું છે.  હાલમાં, માત્ર થોડા ફંડ્સ રૂ. ૫૦૦ થી નીચેની સિપ ઓફર કરે છે.  એલઆઇસી મ્યુચ્યુઅલ ફંડ ન્યૂનતમ દૈનિક સિપ રકમને વર્તમાન મર્યાદા રૂ. ૩૦૦ થી ઘટાડીને રૂ. ૧૦૦ કરવાની યોજના ધરાવે છે.  માસિક સિપ માટે, તે તેને રૂ. ૧,૦૦૦ થી ઘટાડીને રૂ. ૨૦૦ કરશે. ફંડ હાઉસો માને છે કે સરકારનું દબાણ અને સપ્લાય ચેન માટે ચીન પ્લસ વન તરફનું વૈશ્વિક પગલું લાંબા ગાળે આ ક્ષેત્રની તરફેણમાં છે. એલઆઇસી મ્યુ. ફંડનું ધ્યેય નાણાકીય વર્ષ ૨૦૨૬ સુધીમાં તેની અન્ડર મેનેજમેન્ટ એસેટ્સને વર્તમાન રૂ. ૩૫,૦૦૦ કરોડથી વધારીને રૂ. ૧ લાખ કરોડ કરવાનો છે.

નાની રકમની  SIP યોજના શરૂ કરાશે 2 - image

જીડીપીના આધાર વર્ષને  બદલવાની વિચારણા

 સરકાર દેશમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ની ગણતરી માટે ૨૦૧૧-૧૨ થી ૨૦૨૨-૨૩ સુધીના આધાર વર્ષને બદલવાનું વિચારી રહી છે.  એક દાયકા કરતાં પણ વધુ સમયમાં આ પહેલો સુધારો હશે.  છેલ્લો સુધારો નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨માં કરવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાની સચોટ તસવીર રજૂ કરવા માટે આધાર વર્ષને ૨૦૨૨-૨૩માં બદલવા પર વિચારણા કરવામાં આવી રહી છે.  આ સંદર્ભમાં, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય વતી નેશનલ એકાઉન્ટ્સ સ્ટેટિસ્ટિક્સ પરની સલાહકાર સમિતિને સૂચનો આપી શકાય છે. ૨૬ સભ્યોની સલાહકાર સમિતિ ૨૦૨૬ની શરૂઆતમાં આ કામ પૂર્ણ કરી શકે છે.  જીડીપીના અંદાજ માટે નવા આધાર વર્ષના અંદાજ ફેબુ્રઆરી ૨૦૨૬માં બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નવી ગણતરીઓ ફાનસ, વીસીઆર, રેકોર્ડર જેવી કેટલીક વસ્તુઓને દૂર કરશે અને સ્માર્ટ ઘડિયાળો, ફોન અને પ્રોસેસ્ડ ફૂડ જેવી નવી પ્રોડક્ટ્સનો સમાવેશ કરશે.  આ સિવાય જીએસટી ડેટાને નવા સ્ત્રોત તરીકે પણ રાખી શકાય છે.



Google NewsGoogle News