ચાંદી હવે રૂ.70000 થી રૂ.72000 વચ્ચે અથડાતી જોવાશે : ભાવ વધતા આયાત વધશે
- બુલિયન બિટસ-દિનેશ પારેખ
- સોનાની મોટાપાયે થતી દાણચોરી ઃ દક્ષિણ આફ્રિકામાં સૌથી મોટા ઉત્પાદક ઝિમ્બાબ્વેમાંથી દાણચોરીનું સોનું મોટાપાયે દુબઈમાં ઠલવાઈ રહ્યું છે
વિશ્વ બજારમાં ફેડના ચેરમેન જેરામ પોવેલે અમેરિકા તથા સ્વીટઝરલેન્ડની બેન્કોની નાદારીને કારણે વ્યાજના દરમાં ૫૦ પોઈન્ટને બદલે ૨૫ પોઈન્ટનો દર વધારીને વ્યાજના દરમાં સતત વધારો જાળવી રાખ્યો છે. તેમના આ પ્રયત્ન બાદ ડોલરની વધઘટને કારણે સોનામાં તેજીને ટેકો મળતા સોનું ઉંચામાં ૧૯૯૭ ડોલર પ્રતિ ઔંસ અને નીચામાં ૧૯૬૫ ડોલર પ્રતિ ઔંસના વચ્ચે અથડાવવા લાગ્યું છે.
વિશ્વની બેન્કોને સોના તથા તેલની તેજીને કારણે થોડીક ચિંતા થઈ છે. ત્યારે એમકેએસ પેમ્પે પોતાની સોનાની આગાહીમાં ફેરફાર કરીને સોનું આ વર્ષે ૨૦૦૦ ડોલર પ્રતિ ઔંસને વટાવીને ઉંચા ભાવો દાખવે તેવી આગાહી કરી છે. સોનું હાલના તબક્કે ખૂબ જ અનિશ્ચિત અવસ્થામાં મૂકાયું છે અને ભાવોને તેજી તરફ લઈ જવા પ્રયત્નશીલ છે. સોનામાં તેજી આવશે તેના કારણોમાં જણાય છે કે રશીયા અને યુક્રેનની લડાઈને કારણે સૌ કોઈ પોતાની મિલકત સલામત રહે તે માટે સોનામાં રોકાણ કરવા લાગ્યા છે. બીજુ ચીન અને અન્ય દેશો ડોલરને બદલે પોતાના ચલણમાં તેલની ચૂકવણી કરવી તેવા અભિગમને લીધે તથા તેલના ભાવોની તેજી પણ સોનાની તેજીનું કારણ બને છે. ચીને પોતાના ચલણ રેનબીમાં તેલના ૬૫૦૦૦ ટન સોદાનું સેટલમેન્ટ કરતા વિશ્વમાં સોનાની અને ડોલરની લેવડદેવડની પ્રક્રિયાને ફરી ચકાસણી કરવી પડશે અને ડોલરે ફરી એકવાર પોતાનું આધિત્યપત જાળવવા નવી કશીક પહેલ કરવી પડશે તેવું લાગે છે. ઉપરાંત વિશ્વમાં નાણાબજારની તથા બેન્કોની સ્થિતિ નબળી પડી રહી છે તેવા સમાચારે બજારમાં આર્થિક અનિશ્ચિતતા સોનાને તેજી અપાવવા મદદરૂપ થઈને ટેકો આપશે. આ ઉપરાંત દરેક દેશોની સેન્ટ્રલ બેન્કો સતત સોનાની ખરીદી કરીને પોતાના ચલણને સ્થિર રાખવા પ્રયત્ન કરે ચે જે સોનાના ભાવને ઉંચકશે. આ ઉપરાંત દરેક દેશોમાં મંદીના ભરડો વધુ મજબૂત બનતા સૌ કોઈ મંદી સામે પોતાના નાણાની સલામતી મેળવવા સોનું ખરીદી રહ્યા હોવાથી સોનાના ભાવોમાં મંદીની શક્યતા ઓછી છે અને તેજી આવશે. તેના ફેડ જુન માસ સુધીમાં લગભગ ૫૦થી ૭૫ પોઈન્ટ વ્યાજ વધારીને ફુગાવાને નિયંત્રિત કરવા પ્રયત્ન કરશે તથા ૨૦૨૪માં વ્યાજના દરમાં ઘટાડો કરે તેમાં પણ સંકેત આપે છે જે સોનાના ભાવ પર પ્રભાવ પાડે અને સોનું ઉછળે.
વિશ્વબજારમાં ચાંદીમાં ૭૦-૭૦ સેન્ટ પ્રતિ ઔંસનો ઉછાળો નોંધાયો છે અને ચાંદીમાં તેજીનું વલણ જોવા મળે છે. ચાંદીની માંગ મુખ્યત્વે ઔદ્યોગિક ક્ષેત્રથી વધુ પ્રમાણમાં આવે છે. ચાંદીનો હાજર ડીલીવરીમાં વાર્ષિક ૨૦ ટકા જેટલો વધારો નોંધાવ્યો છે. જે લાંબા ગાળે ચાંદીની અછત કરાવે અને ચાંદીના ભાવને ૩૦ ડોલર પ્રતિ ઔંસના ભાવ તરફ દોરી જાય તેવું સીએનબીસીના ઈન્ટરવ્યુમાં બુલીયનના નિષ્ણાત અને મેનેજીંગ ડાયરેક્ટર જેની સીમ્પાનીએ જણાવ્યું. ન્યૂયોર્કના કોમેક્સ બજારમાં લાંબા ગાળાના સોદામાં ૧૩૮ જેટલા વેપારીઓએ ૯૫૦ કોન્ટ્રાક્ટ ઓછા કર્યા અને કુલ ૯૬૭૫૪ કોન્ટ્રાક ઉભા રાખ્યા તથા ટુંકા ગાળાના સોદાઓમાં ૧૨૩ વેપારીઓએ ૨૧૮૭ કોન્ટ્રાક્ટ ઓછા કરીને કુલ ૧૦૫૯૭૩ સોદા ઉભા રાખ્યા છે. ઉપરાંત ચાંદીના ફયુચર્સના સોદામાં ૧૬૧ જેટલા વેપારીઓએ લાંબા ગાળાના ૧૦૫૨ કોન્ટ્રાક્ટ ઓછા કરીને કુલ ૧૨૨૭૮૭ કોન્ટ્રાકટ ઉભા રાખીને ચાંદીમાં આવતા સમયમાં તેજી રહેશે તેવો સંકેત આપ્યો છે તથા ટુંકા ગાળાના કોન્ટ્રાક્ટમાં ૨૫૬ કોન્ટ્રાક્ટ ઓછો કરીને કુલ ૧૩૨૭૨૩ કોન્ટ્રાક્ટ ઉભા રાખીને સંકેત આપ્યો કે ચાંદીમાં તેવો તેજી મુકે છે. સોના ચાંદીનો રેશીયો ૧ઃ૮૨ થતા સોનામાં તેજી આપશે તેવું જણાવે છે.
સોનાના નવા સમાચારમાં જણાવાય છે કે અલ જજીરાએ જીમ્બાબ્વેના સરકારી લોકો સોનાની દાણચોરીમાં સંડોવાયા છે તે બાબતે મોટું ધમસાણ શરૂ થયું છે. ગોલ્ડ માફીયા નામની ફીલ્મ ઉતારીને અલ જજીરાએ જીમ્બબ્વેમાંથી થતી દાણચોરીનો પર્દાફાશ કરીને જણાવ્યું કે તેઓ ખોટા ડોકયુમેન્ટ રજુ કરીને સોનાને દાણચોરી મારફત દુબઈ મોકલે છે. જીમ્બાબ્વે દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ સોનું ઉત્પાદન કરનાર દેશ છે અને તે દાણચોરીનું સોનું દુબઈ મોકલી રહ્યું છે. આમ જોઈએ તો ભારતમાં પણ સોનાની દાણચોરીનું સોનું પુષ્કળ પ્રમાણમાં આવી રહ્યું છે જે જણાવે છે કે વિશ્વમાં દાણચોરીનું રેકેટ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે.
જુના સોનાના દાગીનાની આવકમાં ભાવ વધવાને લીધે થોડોક ફરક પડયો છે અને આવક વધી રહી છે. સોનાની આયાત મર્યાદીત છે અને રૂપિયા ડોલરના વિવિધ દરની વધઘટ સોનાની આયાત પર બ્રેક લગાડે છે. ડોરે ગોલ્ડ બાર મંગાવી રીફાઈનરીઓ સોનાનો પૂરવઠો બજારને ટેકો આપે છે. દાણચોરીનું સોનું પુષ્કળ પ્રમાણમાં પાડોશી દેશો તથા દુબઈથી આવી રહ્યું છે. એકંદરે સોનાની માંગ મોંઘવારીને લીધે ઓછી રહેશે તેવું વેપારી વર્ગ જણાવે છે. એકંદરે ભાવ ઉંચકાશે. સ્થાનિક ચાંદી બજારમાં વૈશ્વિક ચાંદીના ભાવના વધારો મુંબઈમાં ચાંદીના ભાવનો રૂ.૬૯૫૫૦ પ્રતિ કિલો ક્વોટ કરે છે ત્યારે રામનવમીના વાયદા બજાર સાંજે ખુલતા વાયદો રૂ.૭૧૮૦૦ પ્રતિ કિલો ક્વોટ થયો હતો, હાજર ચાંદી કરતા રૂ.૨૨૦૦ નીચે ક્વોટ થાય છે.