એ.સી ઉત્પાદકોને ચાંદી .
બેફામ ગરમી અને બફારાના કારણે એર કન્ડીશન્ડના ઉત્પાદકોને ચાંદી લાગી ગઇ છે. વોલ્ટાસે નાણાવર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસીક તબક્કામાં ૧૦ લાખ એસી વેચીને પોતાનો ટાર્ગેટ સિધ્ધ કરી દીધો છે. જેના કારણે વોલ્ટાસ ની કુલ આવક ૫૦૦૦ કરોડ રૂપિયાને વટાવી ગઇ છે. વિન્ડો એ.સી ઇન્સટોલ કરવા અને રીમૂવ કરવા બંને આસાન હોઇ તેનું વેચાણ વધ્યું હતું.
વ્હર્લપુલ ઇન્ડિયાનો પ્રોફીટ પણ વધ્યો હતો. એપ્રિલ જુનના ત્રિમાસીક ગાળામાં પડેલી ગરમી લોકો માટે ત્રાસરૂપ હતી પરંતુ એ.સી ઉત્પાદકો માટે ત્રણ ગણા વેચાણનો સમય હતો. વોલ્ટાસ, બ્લયૂ સ્ટાર,વ્હર્લપુલ, જોન્સન હીટાચી, હેવલ્સ જેવી કંપનીઓએ રેકોર્ડ સેલની સાથે આવક પણ કરી હતી.
- અમેરિકામાં બેરોજગારીના આંકમાં સુધારો
અમેરિકામાં મંદીનું મોજું પ્રસરવાની શરૂઆત થઇ ચૂકી છે. પહેલા તબક્કામાંજ બેરોજગારીનો આંક વધશે એમ મનાતું હતું પરંતુ એવા કોઇ ્અહેવાલો મળ્યા નથી. ગયા અઠવાડિયે લેબર ડિપાર્ટમેન્ટે બહાર પાડેલી બેરોજગારીની સંખ્યા ૭૦૦૦ જેટલી ધટીને ૨,૨૭,૦૦૦ પર પહોંચી છે. વ્યાજ દર વધવો તેમજ ક્ેટલાક ક્ષેત્રે આર્થિક મંદી હોવા છતાં રોજગારીનું માર્કેટ મજબૂત અને સ્થિર છે. બેરોજગારીનો લાભ ઉઠાવનારાની સંખ્યામાં ધટાડો જોવા મળ્યો છે. અમેરિકામાં દર મહિને ૪.૩ ટકાના દરે નવી જોબ ખુલી રહી છે.
- ફોક્સકોન અને પીએમ મોદી..
ફોક્સકોનના ચેરમેન યંગ લીયુ ગયા અઠવાડીયે તેમના ભારત મુલાકાત વખતે વડાપ્રધાન મોદીને મળ્યા હતા.તેમને વડાપ્રધાન સાથે ફોક્સકોનને રોકાણના પ્લાન વિશે ચર્ચા કરી હતી. કર્ણાટક, તમિળનાડુ અને આંધ્રપ્રદેશમાં ફોક્સકોન રોકાણ કરવા જઇ રહ્યું છે. હાલમાં ફોક્સકોનનું રોકાણ ભારતમાં ૯થી ૧૦ અબજ ડોલર જેટલું છે. ફોક્સકોન હાલમાં એચસીએલ ગૃપ સાથે મળીને સંયુક્ત રીતે ભારતમાં ચીપ પ્લાન્ટ ઉભો કરવા માંગે છે.
- વિજળી પડવાથી અધધધ.. મોત
વિજળી પડવાથી મોતના સમાચાર વારંવાર જોવામાં આવે છે. પરંતુ ૨૦૧૦થી ૨૦૨૦ના ગાળા દરમ્યાન વિજળી પડવાથી સૌથી વધુ મોત થયા હતા. જેને ડેડલીયેસ્ટ યર કહેવાયું છે. એક સંશોધન અનુસાર ૧૯૬૭થી ૨૦૦૨ દરમ્યાન ૧,૦૧,૩૦૯ લોકો વિજળી પડવાથી મોતને ભેટયા હતા. એટલેકે વર્ષે અંદાજે ૧૮૦૦ જેટલા મોત વિજળી પડવાના કારણે થયા હતા. ક્લાઇમેટ ચેન્જના કારણે વિળી પડવાની ધટનાઓ વધી છે.
- તમિળનાડુની ફોક્સકોનની ચાઇના સ્ટાઇલ
તમિળનાડુમાં એપલના ઉત્પાદક ફોક્સકોન કંપનીએ તેના સ્ટાફ માટે વિશાળ રેસીડેન્સી ઉભી કરવાનો પ્લાન કર્યો છે. જેમાં ફોક્સકોનમાં કામ કરતા ૭૮,૦૦૦ લોકો રહેશે તમિળનાડુ સરકારે ૨૦ એકર જમીન તો ૧૮,૭૨૦ મહિલાઓના રેસીડેન્ટ માટે ફાળવી છે. તાઇવાનની કંપની ફોેક્સકોને રેસીડેનેસના આવા મોડલ ચીન અને વિયેટનામમાં પણ બનાવ્યા છે. તેની સફળતાના પગલે તમિળનાડુમાં પણ સ્ટાફ માટે ચેન્નાઇ નજીક વલ્લમ વેદગર ખાતે રેસીડેન્સના પ્રોજેક્ટ શરૂ કરવાના છે. મુખ્યપ્રધાન સ્ટાલીને પ્રોડક્ટનું ઉદ્ધાટન કર્યું ત્યારે ફોક્સકોનના ચેરમેન યંગ લીઉ પણ હાજર રહ્યા હતા.
- એપલનું ટેબલટોપ રોબોટ
એપલનું ૧૦૦૦ ડોલરનું ટેબલ ટોપ રોબોટ આજકાલ ટેકનોલોજી ક્ષેત્રે ચર્ચાનો વિષય છે. ૨૦૨૬માં તેને બજારમાં મુકવાનું પ્લાનીંગ કરાઇ રહ્યું છે. તેને સ્માર્ટ હોમ કમાન્ડ સેન્ટર નામ આપવામાં આવ્યું છે. સીરી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ આધારીત આ પ્રોજેક્ટ હશે. એપલે પોતાનો સેલ્ફ ડ્રાઇવીંગ પ્રોજક્ટ પાછો ખેંંચ્યા બાદ નવી દિશામાં ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. અનેક લોકો આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.