Get The App

ટેલી કોમ્યુનિકેશન, બ્રોડકાસ્ટિંગ અને ઇન્ફર્મેશનના સપ્લાય ઉપર જીએસટીની જવાબદારીની છણાવટ

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
ટેલી કોમ્યુનિકેશન, બ્રોડકાસ્ટિંગ અને ઇન્ફર્મેશનના સપ્લાય ઉપર જીએસટીની જવાબદારીની છણાવટ 1 - image


- GSTનું Ato Z - હર્ષ કિશોર

- ભારતીય ટેલિકોમ સેક્ટરનો GDPમાં હિસ્સો ૬.૫% જેટલો છે. આ સેક્ટર રોજગારી પૂરી પાડવામાં પાંચમાં નંબરે આવે છે

ટેલીકોમ્યુનિકેશન સર્વિસની વ્યાખ્યા કલમ ૨(૧૧૦) હેઠળ આપેલ છેઃ

‘telecommunication service” means service of any description (including electronic mail, voice mail, data services, audio text services, video text services, radio paging and cellular mobile telephone services) which is made available to users by means of any transmission or reception of signs, signals, writing, images and sounds or intelligence of any nature, by wire, radio, visual or other electromagnetic means<

જ્યારે ઓનલાઇન ઇન્ફર્મેશન એન્ડ ડેટાબેઝ એક્સેસ સર્વિસીસ (OIDAR) ની વ્યાખ્યા જાહેરનામા ક્રઃ ૧૨/૨૦૧૭ તારીખ ૨૮. ૬. ૨૦૧૭માં આપવામાં આવેલ છે ઃ

પેરા (zr) ‘online information and database access or retrieval services” shall have the same meaning as assigned to it in clause (૧૭) of the section 2of the Integrated goods and Services Tax Act, ૨૦૧૭ (૧૩ of ૨૦૧૭);

IGSTના કાયદાની કલમ ૨(૧૭)‘online information and database access or retrieval services¥ means services whose delivery is mediated by information technology over the internet or an electronic network and the nature of which renders their supply  impossible to ensure in the absence of information technology and includes electronic services such as,--

(i) advertising on the internet;

(ii) providing cloud services (સર્વર ક્યાંક દુર હોય/બીજાનું હોય)

(iii) provision of e-books, movie, music, software and other intangibles (અમૂર્ત) through telecommunication networks or internet;

(iv) providing data or information, retrievable or otherwise, to any person in electronic form through a computer network;

(v) online supplies of digital content (movies, television shows, music and the like);

(vi) digital data storage; and

(vii) online gaming, excluding the online money gaming as defined in clause (80B) of section 2 of the Central Goods and Services Tax Act, 2017;

આઈજીએસટી એક્ટમાં નોન-ટેક્સેબલ ઓનલાઈન રિસિપિયંટની વ્યાખ્યા કલમ ૨(૧૬) હેઠળ આપવામાં આવેલ છે. કેટલીક વ્યાખ્યાઓ જીએસટીમાં આપેલ ન હોય તે સમજવા માટે Finance Act, ૧૯૯૪ પ્રમાણે અપનાવવાની રહે, જેમ કે ડેટા, ઇન્ટરનેટ, ઇન્ટરનેટ ટેલિકોમ્યુનિકેશન સર્વિસ, કોમ્પ્યુટર નેટવર્ક, ડેવલપમેન્ટ એન્ડ સપ્લાય ઓફ કન્ટેન્ટ, ઇન્ફર્મેશન, બ્રોડકાસ્ટિંગ, બ્રોડકાસ્ટિંગ એજન્સી ઓર ઓર્ગેનાઈઝેશન અને પ્રોગ્રામ

એચ.એસ.એન ૯૯૮૪ હેઠળ માત્ર ટેલિકોમ્યુનિકેશન નહીં પરંતુ અન્ય કેટલીક સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેમ કે સોફ્ટવેર ડાઉનલોડ, ઈ-બુક, ઓન-લાઈન બુક્સ, ઓડિયો-વીડિયો કન્ટેન્ટનું ડાઉનલોડ, ગેમ્સ, ન્યૂઝ એજન્સીની સેવાઓ, લાઇબ્રેરી અને અન્ય સેવાઓ.

વેરામાફી હોય તેવી સેવાઓ : 

- સમાચારો એકત્રિત કરીને સ્વતંત્ર પત્રકાર દ્વારા પૂરા પાડવાની સેવા 

- પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અથવા યુનાઇટેડ ન્યુઝ ઓફ ઇન્ડિયાની સેવાઓ 

- જાહેર પુસ્તકાલયો દ્વારા આપવામાં આવતા પુસ્તકો પ્રકાશનું અથવા જ્ઞાનવર્ધક મટીરીયલ પૂરો પાડવાની સેવા 

- જીએસટી નેટવર્કની સેવાઓ તારીખ ૧૮.૭.૨૦૨૨ સુધી માફી હતી ત્યારબાદ તે માફી પરત ખેંચવામાં આવેલ છે.

મોબાઈલ કોમ્યુનિકેશન સેવાઓ : તેનું હેડિંગ ૯૯૮૪૧૩ છે અને તેમાં નીચે મુજબની સેવાઓનો સમાવેશ થાય છે ઃ

સોફ્ટવેર ડાઉનલોડ, ઇ-બુક, ઓનલાઇન બુક, સ્કૂલની ચોપડીઓ, જનરલ રેફરન્સ બુક, ઓડિયો અને વિડિયો કન્ટેન્ટને ડાઉનલોડ કરીને અન્ય ડિવાઇસ ઉપર સેવ કરવું, ઇન્ટરનેટ ગેમ્સ, ન્યૂઝ એજન્સીની ન્યૂઝ પેપર અને પિરીયોડિકલ્સને આપવામાં આવતી સેવા, સ્વતંત્ર પત્રકારો અને પ્રેસ ફોટોગ્રાફરની સેવા, લાઇબ્રેરી અને અન્ય આર્કાઇવ સેવા.

ઓનલાઇન ગેમિંગને સર્વિસીસ ગણવામાં આવે છે અને તેનો કોડ ૯૯૮૪૩૯ છે, તેના ઉપર ૧૮% જીએસટી લાગે. અન્ય બુકસ માફી છે પરંતુ ઈ-બુકના સપ્લાય પર પાંચ ટકા અને ટેલિકોમ્યુનિકેશન બ્રોડકાસ્ટિંગ અને ઇન્ફર્મેશન સપ્લાય સર્વિસ ઉપર ૧૮% GST લાગે છે.

સામાન્ય રીતે ઇન્વોઇસ ઈશ્યુ કરવા માટે ૩૦ દિવસનો સમય હોય છે. પરંતુ ટેલિકોમ સેક્ટરને નિયમ ૪૭ હેઠળ ઇન્વોઇસ ઈશ્યુ કરવા માટે વધારાનો એક પ્રોવિઝો રાખેલ છે. નિયમ ૪૭(૨)માં એવું જણાવ્યું છે કે જે ત્રિમાસમાં સેવા પૂરી પાડી હોય તે એક ત્રિમાસ પૂરું થતાં પહેલાં ઇન્વોઇસ ઈશ્યુ કરી શકશે.

ભારતમાંથી ભારત બહાર ઓનલાઇન સેવા પૂરી પાડવામાં આવે ત્યારે આઇ જીએસટીની કલમ ૧૩ (૧૨) મુજબ સાત પૈકી બે શરતો એટલે કે (કન્ટ્રી કોડ, સેવા મેળવનારનું એડ્રેસ, ક્રેડિટ કાર્ડ ક્યાં સ્વેપ કર્યું, બેન્ક એકાઉન્ટ, વગેરે. સેવા મેળવનારે આપેલ સરનામું, વગેરે) જો ભારત બહાર હોય તેવું સાબિત થાય તો તે સેવા ભારત બહાર આપેલ ગણાશે અન્યથા તે સેવા ભારતમાં આપેલ ગણાશે.

Youtube અને અન્ય ચેનલો ઉપરની સેવા : જો ચેનલ અથવા વીડિયોના માલિક ભારત બહારથી ડોલરમાં પેમેન્ટ મેળવશે તો તે નિકાસ ગણાશે અને તે ઝીરો રેટેડ સપ્લાય થશે. આ કેસમાં કરાર પણ ભારત બહારની પાર્ટી સાથે થયેલ હશે. જો રૂપિયા ૨૦ લાખથી વધુ ટર્નઓવર થાય તો નોંધણી દાખલો લેવાનો થાય જો કે વેરો ભરવાનો થાય કે નહીં તે માટે કરાર અને પેમેન્ટ મળ્યાની વિગતો ચકાસવાની થાય.

અગત્યનો પરિપત્ર : તારીખ ૨૬ જુન ૨૦૨૪ના રોજ સરકાર દ્વારા પરિપત્ર ક્રમાંક ૨૨૨/૧૬/ ૨૦૨૪ ઈશ્યુ કરવામાં આવેલ છે જેમાં સ્પેક્ટ્રમ એલોકેશન સવસીસના કિસ્સામાં ટેલીકોમ ઓપરેટર માટે ટાઈમ ઓફ સપ્લાયની સ્પષ્ટતા કરવામાં આવેલ છે.

 ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા સ્પેક્ટ્રમ એલોકેશનની એક કંટીન્યુઅસ સપ્લાયની સેવા પૂરી પાડવામાં આવે છે. આવા કેસમાં ટેલિકોમ ઓપરેટરે જાહેરનામા ક્રમાંક ૧૩/૨૦૧૭ તારીખ ૨૮.૬.૧૭ મુજબ આરસીએમ મુજબ વેરો ભરવાનો થાય. જો ટેલિકોમ ઓપરેટર હપ્તેથી તેનું ચુકવણું કરવા ઈચ્છે તો જીએસટીની કલમ ૧૩ (૩) મુજબ ટાઈમ ઓફ સપ્લાય નક્કી કરવાનું થાય. સામાન્ય રીતે સેવા માટે નીચેના સમય પૈકી જે વહેલું હોય તે ટાઈમ ઓફ સપ્લાય ગણાય છે. 

૧. પેમેન્ટની તારીખ

૨. સપ્લાયર દ્વારા ઇન્વોઇસ ઈશ્યુ કર્યાના ૬૦ દિવસ પછીનો પહેલો દિવસ

અને જો ટાઈમ ઓફ સપ્લાય નક્કી ન થઇ શકે તો જે દિવસે સેવા મેળવનાર દ્વારા હિસાબોમાં તેની એન્ટ્રી કરેલ હોય તે દિવસ ટાઈમ ઓફ સપ્લાય ગણાશે.

ઉક્ત પરિપત્રથી એવી સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે જો ટેલીકોમ ઓપરેટર હપ્તેથી રકમ ભારે તો જે તે સમયે રકમ ભરાય તે દિવસને ટાઈમ ઓફ સપ્લાય ગણાશે.

અગત્યનો કેસ : જો કોઈ ટેલિકોમ કંપની દ્વારા સ્થાનિક સત્તા મંડળને તેમના કર્મચારીઓને વહિવટી કામગીરી માટે ટેલીફોનની કે ડેટા/ઇન્ટરનેટ ફોનની સુવિધા પૂરી પાડવામાં આવે તો તેના પર વેરા માફી તેના ઉપર મળતી નથી. કારણ કે સ્થાનિક  સત્તા મંડળ જેવા કે પંચાયત કે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે બંધારણીય ફરજો છે તેમાં આ બાબતનો સમાવેશ થતો નથી અને પ્યોર સર્વિસ પણ ગણી શકાય નહીં તેવું Vodafone Idea Limited Supplylt Greater Hyderabad Municipal Corporation(GHMC) ને આપેલ સપ્લાયના કિસ્સામાં તેલંગાના ફોર એડવાન્સ રુલિંગે આદેશ ક્રમાંક ૩૬૧૨/૨૦૨૨ તારીખ ૧૧.૭.૨૦૨૨ના રોજ જણાવેલ છે, ભલે GHMC બંધારણના અનુચ્છેદ ૨૪૩ઉ અને અનુસૂચી ૧૨ પ્રમાણે રચાયેલ હોય.

રુલિંગમાં વધુમાં જણાવવામાં આવેલ છે કે સ્થાનિક સત્તા મંડળની જે ફરજો છે અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર જેવા દ્વારા જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે તેની વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. તેથી GSTના જાહેરનામા ક્રમાંક : ૧૨/૨૦૧૭ તારીખ ૨૮.૬.૨૦૧૭ મુજબ તેને વેરા મુક્તિનો લાભ મળી શકે નહીં.

આ રુલિંગમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા માધવરાવ જીવાજીરાવ સિંધિયા વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા (AIR ૧૯૭૧ SC ૫૩૦)ના કેસમાં 'રિલેટિંગ ટુ'નો જે અર્થ કરવામાં આવેલ છે તેનો તથા અન્ય ચુકાદાઓનો આધાર લેવામાં આવેલ હતો.



Google NewsGoogle News