સબ્યસાચીને સ્ટોર કે મહેલ ?
ફેશનની દુનિયાની નામાંકીત બ્રાન્ડ સબ્યસાચીના કોલકત્તા ખાતેના સ્ટોર્સનું માસિક ભાડું ૨૦ લાખ રૂપિયા છે. આ કોઇ ફેશનનો સ્ટોર નથી લાગતો પણ મંદીર જેવું વાતાવરણ ઉભું કરાયું છે.
સબ્યસાચીનો આ ફ્લેગશીપ સ્ટોર્સ છે. આ સ્ટોરમાં હેરીટેજ અને લકઝરીનું મિશ્રણ જોવા મળે છે. આ સ્ટોર એક મહેલ જેવો બનાવાયો છે. ૨૫ વર્ષ જુની આ બ્રાન્ડ જ્યારે મહિનાનું ૨૦ લાખ ભાડુંં ચૂકવે છે ત્યારે તેમાં વેચાતી ચીજો પણ મોંધી હશે. લહેંગાની કિંમત ૮ લાખ છે તો ડિઝાઇન જ્વેલરી ૪ કરોડ રૂપિયાની કિંમતની છે.
સ્કાયપી બંધ થઇ રહ્યું છે..
જ્યારે લોકો વિદેશમાં લાંબી વાત કરવા વિનામૂલ્યની કોઇ કોમ્યુનિકેશનસિસ્ટમ શોધતા હતા ત્યારે સૌ પહેલાં સ્કાયપી (જીંઅ ૅી) યાદ આવતું હતું. સ્કાયપીથી કોઇ પણ દેશમાં વિના મૂલ્યે વાત કરી શકાતી હતી. આ બહુ ઉપયોગી સ્કાયપી આગામી પાંચ મેથી બંધ થઇ રહ્યું છે. માઇક્રોસોફ્ટે આ બાબતે જાહેરાત કરી છે. માઇક્રોસોફ્ટે સ્કાયપીના વપરાશકારોને પોતાના અન્ય કોમ્યુનિકેશન હબ ટીમ્સ પર શિફ્ટ થવા અનુરોધ કર્યો છે. સ્કાયપી પરથી ટીમ્સ પર શિફ્ટ થવામાં માઈક્રોસોફ્ટને ત્રણ મહિનાનો સમય થશે એમ મનાય છે. સ્કાયપી જેવાજ ફીચર્સ ટીમ્સમાં છે પરંતુ ટીમ્સમાં કેટલીક એડવાન્સ ટેકનોલોજી છે.