Get The App

મિલકતના ભાડા ઉપર રિવર્સ ચાર્જની જોગવાઈ

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News
મિલકતના ભાડા ઉપર રિવર્સ ચાર્જની જોગવાઈ 1 - image


- વેચાણવેરો - સોહમ મશરુવાળા

GST કાયદા હેઠળ રિવર્સ ચાર્જને લઈને ખૂબ જ બધી મૂઝવણો છે. અવાર-નવાર સરકાર નવી સેવાઓને રિવર્સ ચાર્જમાં સમાવેષ કરે છે અને લાચાર સપ્લાયર તેનો ભોગ બને છે. આજના લેખમાં ભાડા ઉપર રિવર્સ ચાર્જની જોગવાઈ વિષે ચર્ચા કરવામાં આવી છે. સરકાર દ્વારા રહેઠાણ માટેની મિલકત ઉપર પણ રિવર્સ ચાર્જ લાદવામાં આવ્યો છે.

રહેઠાણની મિલકત

તારીખ ૧૩.૦૭.૨૦૨૨થી નોટીફીકેશન નં. ૫/૨૦૨૨-સેન્ટ્રલ ટેક્ષ રેટ દ્વારા એમ સૂચિત કરવામાં આવ્યું છે કે જ્યારે કોઈ રહેઠાણની મિલકત કોઈ GST નોંધાયેલ વ્યક્તિને ભાડે આપવામાં આવે છે તે સમયે આવા GST નોંધાયેલ વ્યક્તિએ આવા ભાડાની રકમ ઉપર ૧૮% GST ભરવાનો થાય છે. હવે પ્રશ્ન તેમ થાય કે શું આવી જગ્યાને ધંધાનો સ્થળ તરીકે GST કાયદા હેઠળ નોંધાવવા પડે ખરા કે કેમ અને વેરાશાખ લેવા માટે શું કરવાનું થાય. વેરાશાખ લેવા માટે સેલ્ફ ઈન્વોઈસ બનાવવું હવે અનિવાર્ય છે અને તેના બીલનો ક્રમાંક GSTઇ૧ માં દર્શાવવાનો થાય.

કોમર્શીયલ પ્રોપર્ટી

સરકાર દ્વારા કોમર્શીયલ મિલ્કત ઉપર રિવર્સ ચાર્જ લાદવાનો તારીખ ૧૦.૧૦.૨૦૨૪થી શરૂ કરવામાં આવેલ છે. નોટીફિકેશ નં. ૦૯/૨૦૨૪ સેન્ટ્રલ ટેક્ષ રેટ ધ્વારા એમ ઠરાવ્યું કે જ્યારે કોઈ બીન નોંધાયેલ વ્યક્તિ કોમર્શિયલ પ્રોપર્ટી GST નોંધાયેલ વ્યક્તિને ભાડે આપે છે તે સમયે આવા ભાડા ઉપર રેસિપિયન્ટે ૧૮% GST ભરવો અનિવાર્ય છે. તાજેતરમાં સરકાર દ્વારા નોટીફિકેશન નં. ૦૭/૨૦૨૫ - સેન્ટ્રલ ટેક્ષ રેટ તારીખ ૧૬.૦૧.૨૦૨૫ ધ્વારા તેમ ઠરાવ્યું કે આવા કિસ્સામાં જો GST નોંધાયેલ વ્યક્તિ કોમ્પોઝીશન હેઠળ વેરો ભરતા હોય તો રિવર્સ ચાર્જ ભરવાનો થાય નહીં.

સરકારની આડાઈ

આજરોજ રહેઠાણના ભાડાની આવક ઉપર GST લાગતો નથી અને તે માફી સપ્લાય ગણાય છે. હવે કોઈ સેવા જ્યારે માફી છે તેવા કિસ્સામાં રિવર્સ ચાર્જ લાદતી જોગવાઈ ગેંરબંધાણીય ગણવાની થાય. વધુમાં જ્યારે રિવર્સ ચાર્જ હેઠળ ભરવામાં આવેલ વેરાની રકમ વેરાશાખ તરીકે મળવાપાત્ર થાય તેવા કિસ્સામાં આ જોગવાઈ રેવન્યુ ન્યૂટ્રલ ગણવાની થાય અને જ્યારે કોઈ વ્યવહાર ઉપર GST ઓડીટ આકારણીમાં રિવર્સ ચાર્જ ભરાવડાવામાં આવે છે ત્યારે આ દલીલ કોઈ માન્ય રાખતુ નથી. આ બાબતે ટેકો સૂપ્રિમ કોર્ટના જેટ એરવેઝ (ઈ.) લી. વિકમિશ્નનર ઓફ સર્વિસ ટેક્ષ ્ર૭ GSTન્ વ૩૫ (જીભ)ૃ ના કેસથી મળે છે જેમા એમ ઠરાવેલ કે રિવર્સ ચાર્જ જો ભર્યો હોત તેવા કિસ્સામાં તેની સેનવેટ મળત જે આઉટપૂટ સર્વિસ માટેના સર્વિસ ટેક્ષ સામે વપરાત માટે રેવન્યુ ન્યુટ્રલ હોવાથી ડિમાન્ડ ફગાવી નાખી.


Google NewsGoogle News