Get The App

વડોદરા હરણી લેક બોટ દુર્ઘટનામાં બાળકોના મૃત્યુ જેવા બનાવો માટે નિવારક ઉપાયો

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
વડોદરા હરણી લેક બોટ દુર્ઘટનામાં બાળકોના મૃત્યુ જેવા બનાવો માટે નિવારક ઉપાયો 1 - image


- લોકાભિમુખ માર્ગદર્શન-- એચ.એસ. પટેલ IAS (નિ.)

- સરકાર  જાહેર સલામતી માટે નિયમનકારી કાયદો ઘડે

તાજેતરમાં વડોદરા મહાનગરપાલીકા વિસ્તારના હરણી મોટનાથ મંદિર નજીક આવેલ તળાવમાં નૌકા વિહાર કરાવતી બોટ પલ્ટી જતાં ૧૨ માસુમ બાળકો અને બે શિક્ષકોના મોત થયા તે સમગ્ર શાસન વ્યવસ્થાની નિષ્ફળતા અને સીવીલ સોસાયટીની ઉદાસીનતા કારણભુત છે. આ બનાવ અંગે સૌથી વધુ વ્યથિત હું એટલા માટે છું કે વડોદરા મહાનગરપાલીકામાં લાંબો સમય સુધી ડેપ્યુટી મ્યુનિસીપલ કમિશ્નર અને મ્યુનિસીપલ કમિશ્નર તરીકે સેવાઓ આપી છે. અને આ મોટનાથ હરણી તળાવ અને હરણીગામ તળાવની આજુબાજુના મોટાપાયે દબાણો હતા તે Water Body ની સાચવણીના ભાગરૂપે અમોએ દુર કરાવેલ તેમજ આ બંન્ને તળાવોના પાણીના આવરા (Water Course) જે બંધ થયેલ તે ખુલ્લા કરાવેલ હતા, આ તળાવ નૈસર્ગિક સ્વરૂપે બારેમાસ પાણીથી ભરાયેલ રહેતું અને પક્ષીઓનો પણ વાસ હોય છે. રાજ્યના કોઈપણ શહેરમાં તેર જેટલા મોટા તળાવ (Water Bodies) હોવા તે એક માત્ર વડોદરામાં છે. અને સર સયાજીરાવના સમયગાળામાં આ તમામ તળાવ એક સાથે interlink હતા અને છેલ્લે શહેરની મધ્યમાં આવેલ સુરસાગરમાં પાણીથી ભરાય ત્યારબાદ બદામડી બાગ આગળથી ખુલ્લા કાંસ મારફત પેલેસ કંમ્પાઉન્ડ મારફતે વિશ્વામિત્રી નદીમાં પાણી વહન થતું અને જેથી લક્ષ્મી પેલેસમાં રહેતા સર સયાજીરાવને ખ્યાલ આવતો કે શહેરના તળાવો ભરાયા બાદ પુરની સ્થિતિ નિર્માણ થાય તેમ છે. આજે પણ આ તળાવો વિદ્યમાન છે. પરંતુ આંતરિક જોડાણ કાર્યરત (Functional) નથી.

ઉપર્યુક્ત પૂર્વભુમિકા સમગ્ર બનાવ બન્યો તે અંગેનું વિશ્લેષણ સમજવા માટે જરૂરી છે. સૌ પ્રથમ તો જે ગોઝારી ઘટના હરણી તળાવમાં થઈ છે તે તળાવ વડોદરા મહાનગરપાલીકા વિસ્તારમાં તળાવ આવતું હોવાથી તેના નિયમન અને વહિવટ માટે મહાનગરપાલીકાની ફરજમાં આવે છે. આ તળાવના Beautification અને યોગ્ય રીતે જળવાય તે માટે અમો વડોદરા મ્યુનિસીપલ કમિશ્નર હતા ત્યારે વિકાસની દ્રષ્ટિએ દરખાસ્ત તૈયાર કરેલ ત્યારબાદ કોર્પોરેશન દ્વારા પીપીપી (Public Private Partnership)ના ધોરણે લાંબાગાળા માટે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથધરીને ઈજારો કોટીયા એજન્સીને આપવામાં આવેલ તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. સૌથી અગત્યની બાબતમાં આવા પ્રોજેક્ટમાં Detailed Scope of Work – List of Activities Proper Define કરેલ હોવી જરૂરી છે. માનો કે Recreational Activities માં Fun Parkle Rides અને બોટીંગનો સમાવેશ થતો હોય તો તે એજન્સીને આ ક્ષેત્રનો અનુભવ અને તે સાથે સલામતીના ધોરણો વિગેરે સ્પષ્ટ હોવા જરૂરી હતા, તે ઉપરાંત મુખ્ય એજન્સીને જે ઈજારો આપવામાં આવ્યો તેને પેટા Contract અથવા Sub-let કરવાની સત્તાઓ હતી ? અને જો આપવામાં આવેલ હોય તો કોર્પોરેશનની પૂર્વ  મંજુરી મેળવી છે અને સમયાંતરે સબંધિત એજન્સીઓની Structural Stability સલામતીના ધોરણો જાળવવાની શરતો સાથે સમયાંતરે Inspection અને Certification  મેળવવાની બાબતો હતી. હરણી તળાવની દુર્ઘટનામાં બોટીંગનો ઈજારો જેને આપવામાં આવ્યો તેને મહાનગરપાલીકા દ્વારા આ પ્રવૃતિને મંજુરી આપી તો તે અંગેના ધોરણો, સલામતીના નિયમો નક્કી કરેલ હતા ? કે કેમ, જે બોટમાં વિદ્યાર્થીઓ / બાળકોને Over Capacityમાં ૩૪ જેટલા બેસાડવામાં આવ્યા, જ્યારે તેની સામે ૧૪ની Capacity હતી. એટલે કે Boatle Carrying Capacity કરતાં વધારે બેસાડવામાં આવેલ, જેથી બોટ અસમતુલ (imbalance) થતાં પાણી ભરાવાથી બોટ ડુબી જતાં ૧૨ બાળકો અને ૨ શિક્ષિકાઓના અકુદરતી સ્વરૂપે મૃત્યુ થયેલ છે. એટલે આ બનાવને માનવસર્જીત Man Made અકસ્માત થયેલ છે અગાઉ વડોદરામાં ૧૯૯૩માં સુરસાગરમાં પણ બોટ દુર્ઘટના થયેલ અને ૨૨ જેટલી વ્યક્તિઓના મૃત્યુ પામેલ હતા. આ સિવાય પણ રાજ્યમાં નાની મોટી હોડી - બોટ ડુબી જવાથી મૃત્યુ પામેલ આંકડા મોટા છે. આમ આવી ઘટનાઓ બાદ થોડા સમય સુધી ટીકા-ટીપ્પણી લાગણીઓનો ધોધ વહે છે અને તપાસો સુપ્રત થાય, આવી ઘટનાઓના રીપોર્ટ પણ હશે તેમજ ફોજદારી કાર્યવાહીના ભાગરૂપે ગુન્હાહિત બેદરકારી તેમજ સાપરધ વધ Culpable Homicide જેવા ગુન્હાઓ નોંધાય, SIT Special Investigation Team  નિમાય, સીઆરપીસી હેઠળ અકસ્માત મૃત્યુના કારણો હેઠળ મેજીસ્ટ્રીયલ તપાસ સુપ્રત થાય આ કિસ્સામાં જીલ્લા મેજીસ્ટ્રેટ વડોદરાને તપાસ સુપ્રત કરવામાં આવી છે આ બનાવમાં કસુરદારો સામે શુ શિક્ષાત્મક કાર્યવાહી થાય છે તે તો સમય બતાવશે.

ઉક્ત માનવસર્જીત બોટ દુર્ઘટના જેવા બનાવો ન બને તે માટે સ્થાનિક પ્રશાસનની જવાબદારી સાથે રાજ્યસરકારે  Uniform SOPનીજેમ Fire Safety Regulation  હાઇકોર્ટ / સુપ્રિમકોર્ટની સુચનાઓ બાદ કાયદાકીય સ્વરૂપે આપવામાં આવ્યુ છે તેમ હવે આનંદ પ્રમોદના સાધનો તરીકે Recreational Activitiesની વ્યાખ્યા સ્પષ્ટ કરીને Public / Private Authority  માટે જુદી જુદી પ્રવૃતિ હેઠળના માપદંડો તૈયાર કરવા જરૂરી છે. દા.ત. બોટીંગ, Fun Park માં જુદી જુદી Ride / Water Resort આ બધી બાબતોને હાલ Developer દ્વારા તેઓની રેત Setup કરી Operationalize કરવામાં આવે છે એક તબક્કે તો જો Mechanical / Electrical Operation હોય તો Ride ઉપરાંત તે ઇૈગી ચલાવવા કે બોટના સંચાલન માટેનો તાલીમબધ્ધ સ્ટાફ તે અંગેના પણ ધોરણો હોતા નથી. દા.ત. હરણી બોટના કિસ્સામાં બોટનો સંચાલક લારી ચલાવતો હતો તે જ રીતે ઘણા પાર્કમાં Toy Train / Rides  હોય છે તો ટ્રેન માટે રેલ પટ્ટા એન્જીન માટે નિયત પરવાનગી / પ્રમાણપત્ર કોણ આપે તે નક્કી નથી, આ ક્ષેત્રમાં ભારતીય રેલ્વે સત્તાધિકારી ગણાય પરંતુ આવી Toy Train માટે તે પરવાનગી કે પ્રમાણપત્ર આપતા નથી જેથી નિયત સતાધિકારી નક્કી કરવા જરૂરી છે. સમગ્ર પણે બધી બાબતોને ધ્યાનમાં લઈ એક સર્વગ્રાહી નિયમનકારી કાયદો Disaster Management Authority દ્વારા રાજ્યસરકારે ઘડવો જરૂરી છે અને આ કાયદો ઘડતાં પહેલાં સબંધિત Activityના નિષ્ણાત Expert Group તેમજ Practitioner સબંધિત વિભાગો સાથે પરામર્શ કરી કાયદાકીય સ્વરૂપ આપી SOP Standard Operating Procedure  નક્કી કરીને કાયમી ધોરણે Monitoring Mechanism રાખવું જરૂરી છે તો જ હરણી બોટ જેવી માનવસર્જીત ઘટનાઓનું પુનરાવર્તન રોકી શકાશે. બદલાતા જતા સમયમાં આનંદ પ્રમોદના સાધનોમાં Mechanical / Electrical Operations વધ્યા છે જેથી તેના નિયમનકારી કાયદો ઘડવાની તાતી જરૂર છે. રાજ્ય સરકાર વિના વિલંબે જાહેર સલામતી અને જાનમાલના વ્યાપ હિતને ધ્યાનમાં લઈ સર્વગ્રાહી કાયદો ઘડે. 


Google NewsGoogle News