કોલસા મારફત વિજ ઉત્પાદનમાં ફેલાતા પ્રદુષણથી દેશમાં કૃષી ક્ષેત્રને મોટું નુકશાન
- ઊભી બજારે - દિલીપ શાહ
- આ પ્રક્રિયામાં સર્જાતા નાઈટ્રોજન ડાયોકસાઈડના કારણે વાર્ષિક 80 કરોડ ડોલરનો ક્રોપ-લોસ સહન કરવો પડે છે!
દેશમાં કૃષી ક્ષેત્રના વિકાસ માટે નાણાં-પ્રધાને તાજેતરમાં રજૂ કરેલા બજેટમાં વિશેષ લક્ષ આપ્યું છે તથા તેલિબિંયા અને ખાદ્યતેલોના ઉત્પાદનમાં વધારો કરવા આ પૂર્વે ઘડાયેલી વિવિધ યોજનાઓ પછી કઠોળ-દાળનું ઉત્પાદન પણ ઘરઆંગણે વધારવા નાણાં પ્રધાને વિશેષ સપોર્ટ બજેટમાં રજૂ કર્યો છે. આગામી ૫-૬ વર્ષોમાં ઉત્પાદન વૃદ્ધીના ઉંચા ટારગેટો સરકારે નકકી કર્યા છે. જો કે આ લક્ષ્યાંકો કેવા પાર પડે છે તે તો આગામી વર્ષોમાં સ્પષ્ટ થશે પરંતુ હાલ તુરંત તો સરકારે પોતાના હેતુઓ બતાવી દીધા છે. વર્ષો અગાઉ ઘઉં-ચોખા જેવા અનાજની બાબતમાં પણ આપણે દરિયાપારથી આવતા અનાજ પર આધાર રાખવો પડતો હતો પરંતુ ત્યારબાદ પંજાબ તથા હરિયાણામાં હરીયાળી ક્રાંતિ શરૂ થતાં એ દરમિયાન ઘરઆંગણે ઘઉં-ચોખાના ઉત્પાદનમાં વિશેષ વૃદ્ધી નોંધાઈ હતી અને એ હરિયાળી ક્રાંતિ પછીના વર્ષોમાં દેશમાં આયાતી અનાજ પરનો આધાર ઘટયો હતો અને ત્યારબાદ આપણે એવી સ્થિતિમાં આવી ગયા હતા જ્યાં આયાતના બદલે અનાજની નિકાસ કરતા થઈ ગયા હતા.
દરમિયાન, એક બાજુ સરકાર દેશમાં વિવિધ કૃષી ઉત્પાદનોનું ઉત્પાદન વધારવા ગંભીર બની છે ત્યારે બીજી તરફ હેકટરદીઠ પેદાશ વ ૈશ્વિક સરેરાશ કરતાં ખાસ્સી નીચી રહી છે તે પેદાશ વધારવી જરૂરી હોવાનું કૃષી તજજ્ઞાો જણાવી રહ્યા હતા. દેશમાં સિંચાઈનો વ્યાપ વધારવો પણ જરૂરી છે જેથી મોનસુનની અનિશ્ચિતતા પરનો આધાર દૂર થઈ શકે એવું જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, દેશના કૃષી ક્ષેત્ર સામે નવા પડકારો સામે આવી રહ્યા હોવાનું તાજેતરમાં એક રિસર્ચ રિપોર્ટમાં બહાર આવ્યું છે.
વૈશ્વિક સ્તરે વિજળીના ઉત્પાદનમાં ગ્રીન એનર્જીનો વપરાશ વધી રહ્યો છે ત્યારે ભારતમાં હજી પણ આ માટે કોલસા પર આધાર ચાલુ રહ્યો છે. આના પગલે થતા હવામાનના પ્રદુષણના કારણે કૃષી ક્ષેત્રે હેકટરદીઠ પેદાશ વધવાના બદલે ઘટતી જોવા મળી છે. નેશનલ એકેડેમી ઓફ સાયન્સીસના રિસર્ચમાં આવું જણાવાયું છે. કોલસા પર આધારીત વિજ ઉત્પાદનમાંથી બહાર પડતા નાઈટ્રોજન ડાયોકસાઈડના કારણે કૃષી પેદાશ પર અસર પડતી નોંધાઈ છે. પાવર સ્ટેશનોથી ૧૦૦ કિલોમીટર સુધીના કૃષી વિસ્તારો પર આવા નાઈટ્રોજન ડાયોકસાઈડની અસર કૃષી પેદાશો પર પડતી જોવા મળી છે. ઘઉં તથા ચોેખાની પેદાશ પર ૨૦૧૧થી ૨૦૨૦ દરમિયાનના ગાળામાં આવી અસરની નોંધ રિસર્ચ રિપોર્ટમાં લેવાઈ છે. પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ તથા ઉત્તર પ્રદેશમાં આના પગલે વીજ ઉત્પાદન કરતા પાવર સ્ટેશનોના કારણે આજુબાજુના કૃષી ક્ષેત્રોના કારણે આજુબાજુના કૃષી ક્ષેત્રોમાં કૃષી પેદાશમાં આશરે ૧૦ ટકાથી વધુનો ઘટાડો થયાનું જાણકારો જણાવી રહ્યા હતા. કૃષી વિસ્તારોથી આવા પાવર સ્ટેશનોને દૂર લઈ જવામાં આવે તો કૃષી પેદાશ પર થતી અસર નિવારી શકાશે તથા કૃષી પેદાશ વધારી શકાશે એવું તજજ્ઞાો જણાવી રહ્યા હતા. કોલસા મારફત થતા વિજ ઉત્પાદનથી ફેલાતા પ્રદુષણના પગલે ભારતને દર વર્ષે આશરે ૮૦૦ મિલીયન ડોલરનો ક્રોપ-લોસ સહન કરવો પડે છે. ભારતમાં હવે પછી કૃષી ઉત્પાદન વધારવું હોય તો આ પ્રકારની વિવિધ બાબતો સરકારે લક્ષમાં રાખવી આવશ્યક છે એવું કૃષી તજજ્ઞાોએ જણાવ્યું હતું.
વિજ ઉત્પાદનમાં હવે પછી કોલસાનો વપરાશ ઘટાડી અન્ય વિકલ્પો અપનાવવા જરૂરી છે. આ માટે ગ્રીન એનર્જી તરફ લક્ષ આપવું જરૂરી છે. આમ થશે તો કૃષી ઉપજ વધારી શકાશે તેમ જ જનતાના સ્વાસ્થ્ય માટે પણ આ વાત લાભપ્રદ થઈ શકશે એવું જણાવાયું છે. કૃષી ઉત્પાદન વધારવા નાણાં પ્રધાને બજેટમાં વિવિધ ફાળવણીઓ વધારી છે ત્યારે હવે સરકારે આગળ ઉપર કૃષી ઉપજ વધારવા ઉપરોક્ત બાબતો પણ લક્ષમાં રાખવી જરૂરી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.