સોનામાં બેતરફી ઉછળકુદઃ દેશમાં દાણચોરી માર્ગે આ વર્ષે 275 ટન સોનું આવવાની ભીતિ

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
સોનામાં બેતરફી ઉછળકુદઃ દેશમાં દાણચોરી માર્ગે આ વર્ષે 275 ટન સોનું આવવાની ભીતિ 1 - image


- બુલિયન બિટસ-દિનેશ પારેખ

- વિશ્વ બજારમાં સોનામાં નીચા મથાળે વિવિધ દેશોની  સેન્ટ્રલ બેન્કોની ખરીદી વધ્યાના નિર્દેશોઃ ચાંદીમાં મક્કમ આંતરપ્રવાહો

વિ શ્વબજારમાં ગોલ્ડમેન સાચ જણાવે છે. અમેરિકામાં ફેડ દ્વારા એફઓએમસીની મીટીંગમાં વ્યાજનો દર ક્યારે અને કેટલો ઘટાડશે તેની જાહેરાત થતા સોનું પોતાની દિશા નક્કી કરશે.

સોનું ૨૦૬૩ ડોલર પ્રતિ ઔંસના ભાવ તોડે તો સોનામાં મોટી તેજી આવે અને જો ૧૯૫૫ ડોલર પ્રતિ ઔંસને તોડે તો સોનામાં મંદીને અવકાશ છે. લંડનની રોયલ મીન્ટના સ્ટેટેજીસ્ટ સ્ટુઅર્ટ ઓરેલી જણાવે છે કે ફુગાવો વધતા સોનાની લગડી તથા સીક્કાની માંગ વધી અને લોકો પોતાની નાણાની સલામતી માટે ની માગમાં ૨૬ ટકાનો ઉછાળો આવ્યો છે અને સોનાની ખરીદી વધી છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડને  વ્યાજનો દર ઘટાડવા મજબુર કરે તથા વ્યાજના દર સોના માટે વધુ ફેવરેબલ રહે. અમેરિકાના લેબર મારકેટના સારા ડાટા આવતા અમેરિકામાં સોનાનો ભાવ ૨૧૫૦ ડોલર પ્રતિ ઔંસનો ભાવ દાખવે એવી પણ શક્યતા છે. છેલ્લા ૧૨ માસમાં સોનાએ ૨૮ ટકાનું વળતર મળ્યું છે.

લંડનની સેન્ટ્રલ બેન્કે ૨૦૨૨ના ૩જા કવાટરમાં ૩૯૯ ટન સોનાની ખરીદી ૨૦ બીલીયન ડોલરની રેકોર્ડ તોડ કરેલી. વિશ્વબજારમાં ગયા વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર માસ સુધીમાં ૧૧૮૧ ટન સોનાની ખરીદી થઈ છે.

ટર્કિ, ઉઝબેકીસ્તાન, કતાર તથા ભારતની સેન્ટ્રલ બેન્કે પુષ્કળ સોનાની ખરીદી કરી છે તેમાં ટર્કીએ ૪૬.૮ ટન સોનાની ખરીદી કરીને ૩૦૦ ટકા વધારા નોંધાવ્યો છે ત્યારે રશીયા અને ચીન પોતાની સોનાની ખરીદીના આંક જાહેરાત નથી કરતા પણ ભારત અને દક્ષિણ એશીયામાં સોનાની માંગ વધી છે.

મીડલ ઈસ્ટની લડાઈ તથા યુક્રેન અને રશીયા વચ્ચેનું યુધ્ધ લંબાતા, વૈશ્વિક આર્થિક સ્થિતિ ડામાડોળ બની છે અને મોંઘવારી વધતા લોકો પરેશાનથી બચવા સોનાની ખરીદી કરવા લાગશે. પરિણામે ભાવો ઉંચકાશે. 

વૈશ્વિક ચાંદી બજારમાં ચાંદી ફરી એકવારનું ૨૫ ડોલર પ્રતિ ઔંસનો ભાવ દાખવી શકે પરંતુ હાલ તુરત ચાંદી ૨૨૫૦ સેન્ટ પ્રતિ ઔંસથી ૨૩૯૦ સેન્ટ પ્રતિ ઔંસ વચ્ચે અથડાશે. વિશ્વબજારમાં રીસાઈકલીંગ ચાંદીની આવકમાં થોડોક વધારો નોંધાયો હોવાથી ચાંદીના પૂરવઠામાં અછત નહીં દેખાય. નવા નવા ક્ષેત્રમાં ચાંદીની માંગમાં વધારો થતા તથા સોલાર પેનેલ અને ઓટોમોબાઈલ ક્ષેત્રે બેટરીનો ઉપયોગ થતા ચાંદીની માંગ વધસે પરિણામે ચાંદીના ભાવો પર અસર પડે અને ચાંદી ઉછળી શકે.

ચાંદીની ખાણમાં ચાંદીના ઉત્પાદનમાં ૨ ટકાનો વધારો નોંધાયો છે અને ખાણવાળા ચાંદીનો સ્ટોક કરી હેજીંગ દ્વારા ચાંદીના સ્ટોકને નોર્મલ રાખવા પ્રયત્ન કરે છે અને ભાવો સ્થિર કરશે અને ચાંદીમાં મંદીને આવવા નહીં દે.

ચીન તથા ભારતની ચાંદીની માંગમાં  વધારો નોંધાતા ચાંદીના ભાવો પરતેજીનો પ્રભાવ પડે તથા પૂરવઠાના સ્ટોકમાં વોલ્ટમાં રહેલી ચાંદીનો ઉપાડ વધશે છતાં જે.પી. મોરગનનો વોલ્ટમાં પડેલા ચાંદીના સ્ટોક પર કશી વિપરીત અસર નહીં પડે. લોકો હાજર ચાંદી પોતાના કબજામાં રાખવામાં માની રહ્યા હોવાથી વોલ્ટમાં ચાંદીના ઉપાડમાં વધારો નોંધાયો છે. એકદરે ચાંદી તેજી મંદીના આંચકા પચાવી નવી દીશા દાખવી શકે.

સ્થાનિક સોના બજારમાં વૈશ્વિક મજબૂતાઈને કારણે સોનાના ભાવોમાં મજબૂતી રહી છે અને વાયદો રૂ.૬૨૩૦૦ પ્રતિ દસ ગ્રામનો ભાવ ક્વોટ થાય છે ત્યારે વગર બીલમાં સોનાનો ભાવ રૂ.૬૩૩૦૦પ્રતિ દસ ગ્રામ ક્વોટ થતા સોનાના ભાવમાં રૂ.૨૦૦ પ્રતિ દસ ગ્રામનો વધારો નોંધાયો છે.

નોંધવું રહ્યું કે ૨૦૨૧-૨૨ના વર્ષમાં સોનાના દાગીનાના શોરૂમ ઘટી રહ્યા હતા તેના સુધાર થતાં દાગીનાની શોપ વધી રહી છે અને ૨૮ ટકા જેવો વધારો જોવા મળ્યા છે તથા શોરૂમવાળાઓ પુષ્કળ મોટી મોટી જાહેરાતો કરીને વધુ ઘરાકોને આકર્ષવા પ્રયત્ન કરી રહ્યા છે. ભારતમાં દાગીના જ્વેલરી બજારમાં સોનાનો વપરાશ વધી રહ્યો છે અને તેનો વિકાસ ૫૦ ટકા જેટલો વધ્યો છે અને અગાઉની આગાહીમાં જે  સાધારણ ઘટાડાનું વલણ રહેશે તેની વિરુધ્ધ ૨૦૨૩/ ૨૦૨૪માં તે આગાહી ખોટી ઠરી છે અને જ્વેલરીનું વેચાણ વધ્યું છે. આ વર્ષે સોનાની માંગમાં વધારો થશે તથા હોળાષ્ટક નજીક આવવા છતાં માંગમાં થોડી નરમાઈ રહે પરંતુ સોનાના ભાવમાં મંદી નહીં રહે અને વૈશ્વિક બજાર સ્થાનિક બજારને દીશા આપશે.' દેશમાં દાણચોરીનું પુષ્કળ સોનું આવી રહ્યું છે અને આ વર્ષે કદાચ ૨૭૦/૨૭૫ ટન સોનું દાણચોરીથી આવી શકે. આયાતકારો દરેક ભાવે સોનું મંગાવે છે અને આ વર્ષે ૭૦૦ ટનથી વધુ સોનાની આયાત થશે તેવો અંદાજો મૂકાય છે. સોનાના ભાવો મજબૂત રહેતા જુના સોનાના દાગીનાની આવકમાં ૨૦ ટકા જેટલો વધારો જોવા મળે છે. મોંઘવારી લોકોને નડે છે પરંતુ આ વર્ષે લગભગ ૧ કરોડ ૧૦ લાખ લગ્ન થશે તેવી ગણતરી મૂકાતા સોનાના શોરૂમવાળાઓનું દાગીનાનું વેચાણ વધશે. એકંદરે સોનાના ભાવો રૂ.૬૨૦૦૦ અને રૂ.૬૪૦૦૦ પ્રતિ દસ ગ્રામ વચ્ચે અથડાશે.

સ્થાનિક બજારમાં ચાંદીના ભાવો વૈશ્વિક નરમાઈને કારણે નરમ રહે છે. ચાંદીના ભાવો વગર બીલમાં રૂ.૭૨૬૫૦ અને વાયદાનો ભાવ રૂ.૭૧૧૫૦ પ્રતિ કિલો બોલાતા ઘરાકી સારી છે અને રોકાણકારો દરેક નીચા ભાવે ચાંદી ખરીદી રહ્યા છે અને લાંબા ગાળે તેજી આવતા નફો બુક કરશે.


Google NewsGoogle News