Get The App

હવે અનાજ ક્ષેત્રે ઈથેનોલનો પ્રવેશ થતાં સમીકરણો બદલાયા

Updated: Apr 21st, 2025

GS TEAM


Google News
Google News
હવે અનાજ ક્ષેત્રે ઈથેનોલનો પ્રવેશ થતાં સમીકરણો બદલાયા 1 - image


- ઊભી બજારે - દિલીપ શાહ

- મકાઈ તથા બ્રોકન રાઈસમાંથી ઈથેનોલનું ઉત્પાદન વધશેઃ સરપ્લસ ગ્રેનમાંથી ખેડૂતો રૂ.૩૦થી ૩૫ હજાર કરોડની વધારાની આવક મેળવી શકશે!

દેશમાં  ખાંડ ઉદ્યોગ તથા શેરડીના કૃષી ક્ષેત્રમાં તાજેતરના વર્ષોમાં પ્રવાહ પલ્ટાતા તથા સમીકરણો બદલાતાં આ ક્ષેત્રોમાં ઈથેનોલનો પ્રવેશ થતાં ગણિત બદલાયું છે. અને હવે ઈથેનોલનો પ્રવેશ અનાજ ક્ષેત્રે પણ થઈ રહ્યાના વાવડ મળ્યા છે. ગ્રેઈન-બેઝડ ઈથેનોલનું નવું સમીકરણ સર્જાયું છે તથા આ નવા પ્રવાહો વચ્ચે એક અંદાજ મુજબ ઈથેનોલના બુસ્ટર ડોઝથી અનાજ ઉગાડતાં ખેડૂતોની આવકમાં  રૂ.૩૪થી ૩૫ હજાર કરોડની વૃદ્ધી થઈ શકવાની ક્ષમતા જણાય છે એવું આ ક્ષેત્રના જાણકારો જણાવી રહ્યા હતા.  ગ્રેન ઈથેનોલ મેન્યુફેકચરર્સ એસોસીયેશને આ વિશે સર્વે કરીને બહાર પાડેલા રિપોર્ટમાં આ વિષયક આશ્ચર્યજનક ગણિત રજૂ કરતાં કૃષી તજજ્ઞાો પણ નવા સમીકરણો માંડતા થઈ ગયાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.

દેશમાં તાજેતરના વર્ષોમાં સુગર ક્ષેત્રે ઈથેનોલનો પ્રવેશ થયા પછી હવે અનાજ ક્ષેત્રે પણ ઈથેનોલ શબ્દ ગાજતો થયો છે. અનાજ બજારના જાણકારોના જણાવ્યા મુજબ વિશેષરૂપે મકાઈ આધારીત ઈથેનોલ ઉપરાંત બ્રોકન રાઈસ (ચોખા) વિ.માંથી પણ ઈથેનોલ બનાવવાનો તખ્તો  ગોઠવાઈ રહ્યો છે. તજજ્ઞાોના જણાવ્યા મુજબ આશરે ૧૬૦થી ૧૬૫ લાખ ટન સરપ્લસ અનાજનો વપરાશ કરી રૂ.૩૦થી ૩૫ હજાર કરોડની આવક ખેડૂતો ઈથેનોલના સ્વરૂપમાં મેળવી શકે તેમ છે! દિલ્હીમાં તાજેતરમાં મળેલી રાઉન્ડ ટેબલ મિટિંગમાં આ વિષયક વ્યાપક ચર્ચા થઈ હતી.  હકીકતમાં ઈથેનોલના વપરાશનો વ્યાપ વધશે તો દેશમાં ઉર્જાની ઉપલબ્ધી વધશે ઉપરાંત પ્રદૂષણ ઘટતાં  પર્યાવરણની સુરક્ષા વધશે તથા ગ્રામિણ વિસ્તારોમાં આર્થિક  વિકાસને પણ વેગ મળશે એવું ગણિત તજજ્ઞાો માંડી રહ્યા છે.

ઈથેનોલના ઉત્પાદનમાં મકાઈ વિશેષ ભાગ ભજવે છે. મકાઈના ઉત્પાદનમાં પાણીનો વપરાશ બહુ થતો નથી તથા મકાઈમાંથી  મહત્તમ પ્રમાણમાં ઈથેનોલ મેળવી શકાય છે.  જોકે આના માટે ટેકનોલોજીનો  યોગ્ય ઉપયોગ કરવો પડે તેમ છે. આ દિશામાં આગળ વધવામાં આવશે તો ઈથેનોલ બ્લેનડીંગ ક્ષેત્રમાં ગ્રોથનું મોટું પ્રમાણ અનલોક કરી શકાશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.  જો કે તાજેતરમાં એવી વાતો પણ બજારમાં સભળાઈ હતી કે અનાજ આધારીત ઈથેનોલ  બનાવવાની પ્રક્રિયા વેગ પકડશે તો શું દેશમાં જનતા માટે અનાજની અછત તો ઊભી નહિં થાય? એવો પ્રશ્ન છાશવારે પુછાતો રહ્યો હતો.  જો કે આ પ્રશ્ને તજજ્ઞાોના જણાવ્યા મુજબ ઈથેનોલ બનાવવા સરપ્લસ અનાજનો ઉપયોગ કરવામાં  આવશે જેથી જનતાને અનાજની અછતનો સામનો કરવો પડે એવી સ્થિતિ  સર્જાવાની કોઈ શક્યતા જણાતી નથી. પેટ્રોલિયમ  ઉત્પાદનોમાં ઈઇથેનોલના બ્લેનડીંગની ટકાવારી ૨૦૨૨ સુધીમાં ૧૦ ટકા તથા૨૦૨૫ સુધીમાં ૨૦ ટકા નજીક પહોંચી છે.

એક અંદાજ મુજબ ઈથેનોલ બ્લેન્ડીંગના પગલે દેશને આશરે રૂ.૧.૦૮ લાખ  કરોડનાવિદેશી હુંડિયામણની બચત થઈ છે. તથા આવા બ્લેન્ડીંગના કારણે આશરે ૧૮૦થી ૧૮૫ લાખ ટન ક્રૂડતેલનો વપરાશ ઘટાડી શકાયો છે. તથા ઈઇથેનોલ બ્લેન્ડીંગના કારણે પ્રદૂષણણાં આશરે ૫૫૫થી ૫૬૦ લાખ ટન સીએઓટુ ઘટાડી  શકવા આપણે સમર્થ રહ્યા છીએ, એવું જાણકારો જણાવી રહ્યા હતા. જો કે ઈથેનોલનું  ગણિત  ઉમેરાતાં દેશના અનાજ બજારોમાં મકાઈના ભાવ ઉંચા ગયા છે. હવે દેશમાં મકાઈનું વાવેતર તથા ઉત્પાદન વધારવા પર ધ્યાન આપવું જરૂરી બન્યું હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.  


Tags :