નોટીફીકેશન નં.53/2023 - કાઉન્સીલ દ્વારા ભલામણ કરી જ નથી

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
નોટીફીકેશન નં.53/2023 - કાઉન્સીલ દ્વારા ભલામણ કરી જ નથી 1 - image


- વેચાણવેરો - સોહમ મશરુવાળા

GST કાયદા હેઠળ સરકાર દ્વારા નાણાકિય વર્ષ ૨૦૧૮-૨૦ તથા ૨૦૧૮-૧૯ માટે કલમ ૭૩ હેઠળ આદેશ પસાર કરવાની સમય મર્યાદા નોટીફીકેશન નં. ૫૬/૨૦૨૩ સેન્ટ્રલ ટેક્ષ દ્વારા લંબાવવામાં આવી હતી. 

આ સમય મર્યાદાનો વધારો પાયાવિહોણો છે તે બાબતે અનેક વડી અદાલતમાં રીટ દાખલ કરવામાં આવી હતી. 

તાજેતરમાં માન. ગૌહાટી હાઈકોર્ટ દ્વારા મુદ્દે શ્રી શ્યામ સ્ટીલ (W.P(C)/3838/2024) તારીખ ૨ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ ખૂબ જ ઉમદા ચૂકાદો આપ્યો છે જેમાં આ નોટીફીકેશન હેઠળ કરેલ કાર્યવાહી ગેરકાયદેસર ગણાવી. આજના લેખમાં આ બાબતે ચર્ચા કરવામાં આવી છે.

નોટીફીકેશન નં. ૫૬/૨૦૨૩

સરકાર દ્વારા નોટીફીકેશન નં. ૫૬/૨૦૨૩ સી.ટી. તારીખ ૨૮.૧૨.૨૦૨૩ના રોજ દ્વારા કલમ ૭૩ હેઠળ આદેશ પસાર કરવાની સમય મર્યાદા નાણાંકિય વર્ષ ૨૦૧૮-૧૯ માટે તારીખ ૩૦ એપ્રીલ ૨૦૨૪ કરવામાં આવી હતી અને નાણાંકિય વર્ષ ૨૦૧૯-૨૦ માટે તારીખ ૩૧.૮.૨૦૨૪ કરવામાં આવી હતી.

 ખાતાના અધિકારીઓ દ્વારા ખૂબ જ બધા આદેશ આ આખર તારીખોમાં કરવામાં આવેલા છે. 

ખાસ નોંધવાનું કે GST કાયદા હેઠળ મોટા ભાગના કિસ્સામાં સમય મર્યાદા જે લંબાવવામાં આવી છે તે કાયદા હેઠળ નિર્ધારીત સમય મર્યાદા વિતી ગયા બાદ વધારવામાં આવી છે. ખેંર અંધેરી નગરી અને ગંડૂ રાજા.

કેસની હકીકત

અરજદાર દ્વારા ગોહાટી હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી કે તેમના કેસમાં જે નાણાંકિય વર્ષ ૨૦૧૮-૧૯ માટે કલમ ૭૩ હેઠળ આદેશ તારીખ ૩૧.૩.૨૦૨૪ પછી પસાર કરવામાં આવેલો હતો જે રદ્દબાતલ કરવાનો થાય. આવા આદેશની વિરૂદ્ધ માન. વડી અદાલતમાં નોટીફીકેશન નં. ૫૬/૨૦૨૩ ને પડકારવામાં આવ્યો.

અરજદારની દલીલ

અરજદાર દ્વારા ખાસ દલીલ કરવામાં આવી કે જે સરકારની પાસે આવી સમય મર્યાદા લંબાવવા માટે કલમ ૧૬૮ એ હેઠળ કોઈ ફોર્સ મોજે (Force majeare) અપનાવીને વધારો કરી શકાય તેવી પરિસ્થિતિ નથી તથા  GST કાઉન્સીલ દ્વારા આવી સમય મર્યાદા લંબાવવા માટે કોઈ ભલામણ કરી નથી માટે આ નોટીફીકેશન ગેરબંધારણીય છે અને તેને અમાન્ય ઠરાવવા માટે દલીલ કરી.

સરકારનો જવાબ

સરકાર દ્વારા દલીલ કરવામાં આવી કે GST ઈમ્પ્લીમેન્ટેશન કમીટી દ્વારા આ મુદત લંબાવવા માટે ભલામણ કરી છે અને સરકાર દ્વારા આ ભલામણને GST કાઉન્સીલ પાસેથી માન્ય કરવવાની કાર્યવાહી ચાલુ જ છે. બજેટમાં સુધારા પણ કરેલા છે તેનો લાભ અરજદાર લઈ શકે છે.

માન. વડી અદાલતનો ચૂકાદો

ગૌહાટી હાઈકોર્ટે નોંધ્યું કે નોટીફીકેશન નં. ૫૩/૨૦૨૩ માં ખોટું લેખેલું છે કે GST કાઉન્સીલની ભલામણથી પસાર કરેલ છે અને GST ઈમ્પ્લીમેન્ટેશન કમીટી પાસે આવું કરવાની કોઈ સત્તા જ નથી.


Google NewsGoogle News