Get The App

મર્જર બાદ અમાલગમેટીંગ કંપની ઉપર નોટીસ, આદેશ પાયાવિહોણા

Updated: Dec 22nd, 2024


Google NewsGoogle News
મર્જર બાદ અમાલગમેટીંગ કંપની ઉપર નોટીસ, આદેશ પાયાવિહોણા 1 - image


- વેચાણવેરો - સોહમ મશરુવાળા

GST કાયદા હેઠળ ખાતાના અધિકારી ધ્વારા કાર્યવાહી હાથ ધરવા માટે નોટીસ આપવામાં આવતી હોય છે. સ્વાભાવિક છે કે GSTના નોંધણી નંબર પ્રમાણે અધિકારીઓ નોટીસ આપતા હોય. હવે જ્યારે કોઈ કેસમાં કંપનીનું મર્જર કે અમાલગમેશન થઈ ગયેલ હોય તેવા કિસ્સામાં શું આવી એકમ ઉપર નોટીસ આપી શકે ખરા જ્યારે હયાત જ ન હોય તે કંપની ? આ વિષે તાજેતરમાં માન.દિલ્હી હાઈ કોર્ટ ધ્વારા એચ.સી.એલ ઈન્ફોસિસ્ટમ લી. વિ. કમિશનરશ્રી ઓફ સ્ટેટ ટેક્ષ અને અન્ય [Wp.(C) No. 7391/2024ખૂબ જ રસપ્રદ ચૂકાદો આપ્યો છે જેની આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે.

કેસની હકીકત

ખાતા ધ્વારા ડીજીલાઈફ ડિસ્ટ્રીબ્યૂશન એન્ડ માર્કેટિંગ સર્વિસીસ લી. નામની કંપની ઉપર શો કોઝ આપવાની આવી હતી અને તે નોટીસના અનુસંધાનમાં ડિમાન્ડ ઉપસ્થિત કરતો આદેશ પણ પસાર કરવામાં આવેલો હતો. આ કંપની અને કેસના અરજદાર કંપનીHCL Infosystems Ltd. વચ્ચે એક સ્કીમ ઓફ એરેન્જમેન્ટ અન્વયે મર્જર કરવામાં આવેલ જેમા ડીજીલાઈફ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ માર્કેટિંગ સર્વિસીસ લી. તે અમાલગમેટીંગ કંપની હતી અને અરજદાર અમાલગમેટેડ કંપની હતી. આમ, ડીજીલાઈફ ડિસ્ટ્રીબ્યૂશન એન્ડ માર્કેટિંગ સર્વિસીસ લી. બંધ થઈ ગઈ અને અસ્તિત્વમાં ના રહી. આના પગલે તે કંપની ધ્વારા GST પોર્ટલ ઉપર નોંધણી નંબર રદ્દ કરવાની અરજી કરી જેના કારણે ''ધંધાનો ટ્રાન્સફર અમાલગમેશન મર્જર, ડિ-મર્જર, વેચાણ'' બતાવવામાં આવેલ. ત્યાર બાદ વણવપરાયેલ વૈરાશાખ ટ્રાન્સફર કરવા માટે ફોર્મ ITC-02 પણ ભરવામાં આવેલ જેથી અરજદારને મર્જર બાદ વેરાશાખનો લાભ મળે ખાતા ધ્વારા નાણાકિય વર્ષ ૨૦૧૮-૧૯ માટે કારણ દર્શક નોટીસ ફટકારી ડીજીલાઈફ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ માર્કેટીંગ સર્વિસીસ લીના નામની અને ડિમાન્ડ ઉપસ્થિત કરતો આદેશ પણ પસાર કર્યો. આ આદેશની સમક્ષ અરજદાર ધ્વારા દિલ્હી હાઈ કોર્ટમાં રીટ કરી.

અરજદારની દલીલ

અરજદાર ધ્વારા દલીલ કરવામાં આવી કે જે એકમ હયાત નથી તેની સમક્ષ નોટીસ તથા તે અન્વયેનો આદેશ પાયાવિહોણો ગણાય અને ખાતાને તમામ હકીકત ખબર છે.

સરકારની દલીલ

સરકાર દ્વારા કલમ ૮૭ હેઠળ આશરો લઈ તમામ કાર્યવાહી અને આદેશ યોગ્ય ગણવા ભલામણ કરી.

દિલ્હી હાઈકોર્ટનો ચૂકાદો

દિલ્હી અદાલતે ખાસ નોંધ્યુ કે કલમ ૮૭ હેઠળ તેવી કોઈ જોગવાઈ નથી કે જે હયાત કંપની ન હોય તેની સામે નોટીસ કે આદેશ આપી શકાય. વધુમાં દિલ્હી હાઈકોર્ટ ધ્વારા ખાસ નોંધ્યું કે કલમ ૧૬૦ હેઠળની સત્તા પણ ખાતાને બચાવી ન શકે. આમ, નોટીસ તથા આદેશ ફગાવી નાખ્યા.


Google NewsGoogle News