WTOમાં મહત્વના મુદ્દાનું કોઇ સમાધાન ના થઇ શક્યું
- મહત્વનો એવો ફૂડ સિક્યોરીટીનો મુદ્દો પણ ટલ્લે ચઢી ગયો હતો
- ભારત અને ચીન બંનેએ WTOમાં પોત પોતાની મજબૂત લોબી ઉભી કરેલી છે જેના કારણે બંને સતત એકબીજાની રજૂઆતોને કાપવાના મૂડમાં દેખાતા હતા. એમ કહી શકાય કે ખાયા પીયા કુછ નહીં ગિલાસ તોડો બારહ આના..
- ચીનની કેટલીક પ્રપોઝલને ભારતે રોકી હતી તો ભારતની પ્રપોઝલને ચીને રોકી હતી. બંને દેશોની લોબી સક્રીય હતી. ચીને ફીશરીઝના વ્યવસાય સાથે સંકળાયેલા દેશોમાં રોકાણ કરવાની પ્રપોઝલ મૂકી હતી . તેને ભારત અને દક્ષિણ આફ્રિકાએ અટકાવી દીધી હતી
વર્લ્ડ ડ્રેટ ઓર્ગેનાઇઝેશનની (WTO) ચાર દિવસ ચાલેલી બેઠકમાં મહત્વના પ્રશ્નો ઉકેલાયા નથી. ભારતનો આશય ચીનના પ્રભુત્વને નાથવામાં હતો તેમાં કદાચ સફળતા મળી છે. ચીને તેની સાથે ઉભા રહેતા દેશો માટે વિશેષ સહાય પેકેજની માંગણી કરી હતી તેને ભારતે બહુ ધ્યાનમાં લીધી નહોતી અને તેે પેન્ડીંગ ચર્ચાની યાદીમાં ધકેલી દીધી હતી.
વર્લ્ડ ટ્રેડ ઓરેગેનાઇઝેશની બેઠકોમાં હમેશા ચીનનું પ્રભુત્વ જોવા મળ્યું છે જેના કારણે કેટલાક નાના દેશો ચીનની દરેક રજૂઆતને ટેકો આપતા જોવા મળે છે. ફીશરીઝના વ્યવસાય સાથે સંકળાયેલા નાના દેશોને લોન મળી રહે તે માટે ચીને રજૂઆત કરીને પોતે સુપ્રીમ ઓથોરીટી છે એમ બતાવવા મથતું હતું. સામે છેડે ભારત તેને ફાવવા દેવાના મૂડમાં નહોતું.
ભારતે બધા દેશોના ઉપયોગમાં આવે તે રીતે રેમીટન્સનો મુદ્દો ઉછાળ્યો હતો તેેમજ પબ્લીક સ્ટોક અને ફૂડ સિક્યોરીટીના મુદ્દાને પણ વળગી રહ્યું હતું. ભારત સરાકર ગરીબો માટે મફત અન્ન વિતરણ યોજના ચલાવે છે માટે અનાજનો સ્ટોક રાખવો જરૂરી બની જાય છે. હવે જ્યારે WTOની કોન્ફરન્સમાં ઠરાવ નથી થયો તો પણ તે ભારત માટે ચિંતાનો વિષય નથી કેમકે ભારતે એક વર્ષ ચાલે તેટલો જથ્થો ગોડાઉનમાં રાખેલો છે.
ભારત અને ચીન બંનેએ WTOમાં પોત પોતાની મજબૂત લોબી ઉભી કરેલી છે જેના કારણે બંને સતત એક બીજાની રજૂઆતોને કાપવાના મૂડમાં દેખાતા હતા. એમ કહી શકાય કે ખાયા પીયા કુછ નહીં ગિલાસ તોડો બારહ આના..
ટૂંકમાં મહત્વના મુદ્દાનું કોઇ સમાધાન થયું નહોતું અને ૧૬૬ દેશોના સંગઠનોએ વિશ્વના ઉપયોગમાં આવે તેવા કોઇ નિર્ણય લીધા નહોતા. મહત્વનો એવો ફૂડ સિક્યોરીટીનો મુદ્દો પણ ટલ્લે ચઢી ગયો હતો.
૧૬૬ દેશોના પ્રધાન સ્તરની આ બેઠક ૧૩મી મિનીસ્ટ્રીયલ કોન્ફરન્સ (MC13) માં ફૂડ સિક્યોરીટીનો મુદ્ે સમાધાન માટેનો ડ્રાફ્ટ પણ તૈયાર હતો અને તેમાં કેટલાક સુધારા બાદ તે પર ઠરાવ પણ નિશ્ચિત હતો પરંતુ શિયાળ તાણે સીમ ભણી અને કૂતરૂં તાણે ગામ ભણી જેવો ખેલ ખેલાઇ ગયો હતો.
ફૂડ સિક્યોરીટી માટે ભારત તત્પર હતું તો ફીશરીઝ સબસીડીના મુદ્દે ચીન ચીપીયો પછાડતું હતું. આ બંને કામ મહત્વના હોવા છતાં તે બાબતે કોઇ બહુ ગંભીર હોય એમ દેખાતું નહોતું. કોન્ફરન્સમાં ઇકોમર્સના બિઝનેસને રાહત આપતો ઇમ્પોર્ટ ડયુટીની રાહતનો સમય વધારવા સૌ સંમત થયા હતા.
ભારતના કોમર્સ પ્રધાન પિયુષ ગેાયેલે જોકે સંતોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે અનેક મહત્વના મુદ્દા કોન્ફરન્સમાં આગળ વઘ્યા છે તેનો અમને સંતોષ છે. તેમણે કહ્યું હતું કે ફૂડ સિક્યોરીટીનો મુદ્દો ભારત માટે મહત્વનો હતો. તે બાબતે કોઇ નિર્ણય લેવાયો નથી પરંતુ તેને ભારત નિર્ણય લેવાના તબક્કા સુધી ખેંચી ગયું છે.
ઓસ્ટ્રેલિયા અને બ્રાાઝિલ જેવા દેશોનું બનેલું કેઇન્સ ગૃપ એવો દાવો કરતું હતું કે જે દેશો અનાજનો જથ્થો સરકારી યોજનાઓના ફાળવવા માટે રાખે છે તે લોકો સમય આવે બજારમાં જથ્થો વેચીને ભાવ તોેડી શકે છે. આ દેશોએ નિકાસ પર પણ કોઇ નિયંત્રણ ના હોવા જોઇએ એમ કહ્યું હતું. બીજી તરફ આનાજની આયાત કરતા દેશો જાપાન અને સિંગાપુર જેવા દેશો કૃષિ ઉત્પાદનની નિતીઓ પર ભાર મુકતા હતા.
એવીજ રીતે અમેરિકા તેના કૃષિ ઉત્પાદનો માટે માર્કેટ શોધવા માટે આગ્રહ કરતું હતું તો યુરોપના દેશો કૃષિ ઉત્પાદનો પરની સબસીડી પર કાપ મુકવા માટે કહેતું હતું.
ભારત પોતાના પબ્લીક સ્ટોક હોલ્ડીંગના મુદ્દે પ્રેશર વધારતું હતું. ભારત સરકાર તેની વિવિધ ફૂડ સિક્યોરીટી યોજના માટે સ્ટોક રાખવાની જરૂરીયાતને સમજાવતું હતું. એવી પણ રજૂઆત કરાઇ હતી કે પોતાની સરહદથી દુર જઇને ઉંડા દરિયામાં ફીશીંગ કરતા વ્યવસાયીઓને ૨૫ વર્ષ સુધી સબસીડી પ્રકારની કોઇ રાહત ના આપવી જોેઇએ.
વિશ્વ વેપાર સંગઠન સાથે સંકળાયેલા નિષ્ણાતોનું માનવું છે કે ફીશરીઝના વ્યવસાય સાથે સંકળાયેલા દેશોમાં પૈસાદાર અને વિકસિત દેશોમાં કોઇ ભેદભાવ ના રાખવો જોઇએ. વિકસિત દેશોમાં ૮૦,૦૦૦ અમેરિકન ડોલર સબસીડી કરીકે આપવામાં આવે છે જ્યારે ભારતમાં ફીશરમેન દીઠ ૩૮ ડોલર ચૂકવાય છે.
ચીનની કેટલીક પ્રપોઝલને ભારતે રોકી હતી તો ભારતની પ્રપોઝલને ચીને રોકી હતી. બંને દેશોની લોબી સક્રીય હતી. ચીને ફીશરીઝના વ્યવસાય સાથે સંકળાયેલા દેશો માં રોકાણ કરવાની પ્રપોઝલ મુકી હતી . તેને ભારત અને દક્ષિણ આફ્રિકાએ અટકાવી દીધી હતી અને ચીનના ટેકાથી યુરોપના દેશોેએ ઉદ્યોગ નિતી માટે મુકેલી પ્રપોઝલેને પણ ભારતે ્અટકાવી દીધી હતી.
ફૂડ સબસીડીની મર્યાદાને માટે પણ કોઇ નક્કર ફોર્મ્યુલા રચવા ભારતે રજૂઆત કરી હતી.
WTOમાં એક એવો મુદ્દો ઉભો કરાયો હતો કે જે રેમીટન્સ બાબતનો હતો. આ મુદ્દે વિશ્વનું ધ્યાન ખેંચાયું હતું. ભારતે રેમીટન્સની કિંમત ઘટાડવા બાબતે રજૂઆત કરી હતી જેને લેટીન અમેરિકા અને આફ્રિકા સહીતના દેશોએ ટેકો આપ્યો હતો. ભારતની રજૂઆત અનુસાર સમૃધ્ધ દેશોમાંથી નાના દેશોમાં પૈસા મોકલવામાં આવે છે. ૨૦૨૩ના વર્ષમાં ૮૬૦ અબજ ડોલરના રેમીટન્સમાંથી ૬૬૯ અબજ ડોલર નાના દેશોમાં રેમીટન્સ તરીકે મોકલાયા છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘે નક્કી કરેલા નાણા મોકલવાના ચાર્જને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગેાલ (SDG) કહે છે. પરંત તેના કરતાં બમણો ચાર્જ WTOના દેશો ચૂકવે છે ભારતની રજૂઆત એવી હતી કે વધુ ચાર્જ લેવાના બદલે સંયુક્ત રાષ્ટ્ર સંઘે નક્કી કરેલો ચાર્જ લેવો જોઇએ. જોકે ભારતે રજૂ કરેલી રેમીટન્સ બાબતની પ્રપોઝલ બોર્ડ પર આવી શકી નહોતી.