GIDC સ્થિત જમીનના ભાડાપટ્ટાના વેચાણ ઉપર GSTના લાગે
- વેચાણવેરો - સોહમ મશરુવાળા
GST કાયદા હેઠળ ખૂબ જ જડબેસલાક જોગવાઈની રચના કરવામાં આવી છે. આ જોગવાઈના આધારે ખાતાના અધિકારીઓ અંધાધુધ વેરો લાદવાની કાર્યવાહી હાથ ધરતા હોય છે. ખાતા દ્વારા GIDCની ભાડાપટ્ટાવાળી જમીનના હક્ક વેચાણ ઉપર ૧૮% GSTલાદવાની ઝૂંબેશ ચલાવી હતી. સંખ્યાબધ્ધ લોકોને નોટીસ આપીને વેરો વસૂલાત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ખરેખર તો આવો વ્યવહાર જમીન વેચાણનો ગણવાના થાય અને GST ભરવાનો થાય નહીં. આ બાબતે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગૂ્રપ મેટરમાં ગુજરાત ચેંબર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એન્ડ અધર્સ વિ.યૂનિયન ઓફ ઇન્ડયા. (SCA No.11345 of 2023) ખૂબ જ રસપ્રદ ચૂકાદો આપ્યો છે જેની આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે.
કેસની હકીકત
સરકાર દ્વારા GIDCમાં સ્થિત ભાડાપટ્ટાવાળી જમીનના વેચાણ ઉપર ૧૮% GSTની માંગણી કરવામાં આવી હતી. સરકારના મતે તેમ માન્યતા હતી કે જ્યારે GIDC પોતે કોઈ એકમને/વ્યક્તિને ભાડાપટ્ટો કરી આપે છે તે સમયે આ વ્યવહારને માફી સપ્લાય તરીકે GST કાયદા હેઠળ સૂચવવામાં આવ્યો છે. જેના લીધે જ્યારે આવી ભાડપટ્ટાવાળી જગ્યાનું ભાડુઆત પુનઃવેચાણ કરે છે તે સમયે ૧૮% GST ભરવાનો થાય. આના લીધે વિવિધ કંપનીઓ દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રીટ દાખલ કરવામાં આવી હતી અને ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પણ રીટ કરવામાં આવી હતી કે આવા વ્યવહાર ઉપર વેરો ના લાગે.
અરજદારની રજૂઆત
અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી કે ભાડાપટ્ટાના વેચાણનો વ્યવહાર તે જમીન વેચાણનો વ્યવહાર ગણવાનો થાય. સરકારની ખોટી માન્યતા છે કે GST કાયદાના શિડયૂઅલ III માત્ર જમીન, બીલ્ડીંગના ફેરવેચાણનો જ સમાવેષ થાય. વધુમાં આવા ભાડાપટ્ટાના વેચાણનો વ્યવહાર કોઈ ધંધો કે ફર્ધેરન્સ ઓફ બીઝનેસ ગણી ના શકાય અને માટે સપ્લાયની વ્યાખ્યામાંથી બાકાત ગણવાના થાય. વધુમાં તેમ ઠોસ પૂર્વક રજૂઆત કરવામાં આવી કે અગાઉના સર્વિસ ટેક્ષ કાયદામાં પણ આ વ્યવહાર ઉપર સર્વિસ ટેક્ષ કાયદામાં પણ આ વ્યવહાર ઉપર સર્વિસ ટેક્ષ લાગતો ન હતો. તદ્ઉપરાંત GSTકાયદો લાવવાનો હેતુ કોઈ નવો વેરા લાદવાનો અને જુના વેરા જે GSTઆવ્યા પહેલા અમલમાં હતા તે ચાલુ રાખવાનો છે. આ બાબતે ચોક્કસ ખાત્રી GSTકાઉન્સીલની ૫મી સભા ઉપરથી થાય છે. આમ આ વ્યવહાર જમીન વેચાણ ગણાય અને GST લાગે નહીં. માફી એન્ટ્રી હોવાથી કઈ વ્યવહાર GST વાર ગણવાનો થાય નહીં.
સરકારની રજૂઆત
સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી કે ભાડાપટ્ટોએ ઇન્ટેન્જીબલ એસેટ છે અને તેને સ્થાવર મિલકત ગણવાની થાય નહીં. જ્યારે ભાડાપટ્ટાનું ફેરવેચાણ થાય છે ત્યારે જમીનનો હક્ક તેજ રહે છે અને આવો હક્ક GIDCઆપે અથવા જૂનો ભાડાપટ્ટાનો માલિક આપે. માટે આ વ્યવહાર ઉપર GSTલાગે.
ગુજરાત હાઈકોર્ટનો ચૂકાદો
ગુજરાત હાઈકોર્ટ દ્વારા આવા વ્યવહારને જમીન વેચાણ તરીકે ઠરાવ્યા અને તેમ નોંધ્યું કે GSTકાઉન્સીલની ૫મી સભા પણ તે વાતનો પુરાવો છે કે જમીન- બીલ્ડીંગ ઉપર GSTલેવો નથી. આમ જ્યારે GIDCમાં સ્થીત ભાડાપટ્ટાનું વેચાણ કરવામાં આવે ત્યારે GST ન લાગે.