ક્રિપ્ટોમાં ન્યૂયોર્ક ટોપ પર... .

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
ક્રિપ્ટોમાં ન્યૂયોર્ક ટોપ પર...                                      . 1 - image


વિશ્વમાં ન્યૂયોર્ક ક્રિપ્ટો કરંસીના વપરાશમાં મોખરે છે. જ્યારે ટોકિયોમાં હજુ તેનું બહુ ચલણ નથી. ૨૦૨૪માં કરાયેલી એક મોજણી અનુસાર જાપાનમાં બિટકોઇનને માન્યતા મળેલી છે અને તેને કાયદેસરની કરંસી બનાવાઇ છે છતાં પરંતુ લોકો હજુ તેના પર ભરોસો મુકતા નથી. ક્રિપ્ટો કરંસીના વ્યવહારમાં ન્યૂયોર્ક ટોપ પર છે. ક્રિપ્ટોના માર્કેટમાં યુરોપ પણ સક્રીય છે. લોસએજંલસમાં તો ક્રિપ્ટો કરંસીના એટીએમ પણ જોવા મળે છે.

ક્રિપ્ટોમાં ન્યૂયોર્ક ટોપ પર...                                      . 2 - image

એક લાખ જેટલા ફાઇવ G  MIMO રેડિયો

સ્વિડીશ ટેલિકોમ કંપની એરીકશને ભારતી એરટેલના ૧૨ સર્કલ માટે  એક લાખ જેટલા ફાઇવ જી MIMO રેડિયો ગોઠવ્યા છે. એરટેલના ૬૫ મિલીયન જેટલા ગ્રાહકો છે. આ ગ્રાહકો કોઇપણ પ્રકારની વધારાની કિંમત વિના  ફાઇવજી ડેટાનો ઉપયોગ કરી રહ્યા છે. મલ્ટીપલ-ઇનપુટ અને મલ્ટીપલ આઉટપુટ આધારીત  ૫ ય્ ટેકનોલોજીના કારણે તેમજ મલ્ટીપલ ટ્રાન્સમીટર અને રીસીવરના કારણે વપરાશકારો માટે ઉપયોગ બહુ આસાન બની ગયો છે. એરટેલ અને એરીક્શન ૨૫ વર્ષથી ભાગીદાર છે.

ક્રિપ્ટોમાં ન્યૂયોર્ક ટોપ પર...                                      . 3 - image

દુબઇ એરપોર્ટ પર સૈાથી વધુ પ્રવાસીઓ ભારતના

વિશ્વના સોથી વધુ બિઝી એરપોર્ટ પરથી ઉડનારા પ્રવાસીઓમાં ભારતના પ્રવાસીઓ ટોપ પર છે. ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરતા પેસેન્જરેાના કારણે દુબઇ ઇન્ટરનેશલ એરપોર્ટ સૌથી વધુ બિઝી બની ગયું છે. ભારતના ૧૧.૯ મિલીયન પ્રવાસીઓ દુબઇ એરપોર્ટનો ઉપયોગ કરે છે તે સૌથી વધુ છે. DXB  તરીકે ઓળખાતા દુબઇ એરપોર્ટ હાલમાં ૧૦૪ દેશોના ૨૬૨ એરપોર્ટ સાથે કનેક્ટેડ છે.

ક્રિપ્ટોમાં ન્યૂયોર્ક ટોપ પર...                                      . 4 - image

વન સ્ટેશન વન પ્રોડક્ટ

ઇન્ડિયન રેલ્વેએ વન સ્ટેશન વન પ્રોડક્ટની નવી ઇનોવેટીવ સિસ્ટમ શરૂ કરી છે. મહિલાઓના બિઝનેસને પ્રોત્સાહન આપવા રેલ્વેએ વિવિધ સ્ટેશનો પર ૧૦૦૦  જેટલી જગ્યાઓ ફાળવી છે અને તેના પર ગામડામાં બનાવેલી પ્રોડક્ટને વેચી શકાસે. નાના  ખેડૂતો કોઇ હોમ પ્રોડક્ટ બનાવતા હોય તેા તે સરકારે પ્લેટફોર્મ પર નક્કી કરેલી જગ્યા પર વેચી શકશે. સરકારના વોકલ ફોર લોકલના આઇડયાને ટેકો આપતો આ પ્રોજેક્ટ છે.

ક્રિપ્ટોમાં ન્યૂયોર્ક ટોપ પર...                                      . 5 - image

આઇડ્રોપના વાયલ્સ  ટ્રાન્સપેરન્ટ હોવા જોઇએ

આંખોમાં નાખવાની ટીપા(આઇ ડ્રોપ) બનાવતી કંપનીઓ પ્લાસ્ટીકના નોન ટ્રાન્સપેરન્ટ વાયલ્સનો ઉપયોગ કરે છે. જેના કારણે અંદર ફૂગ છે કે કેમ તેનો ઉપયોગ કરનારને ખ્યાલ નથી આવતો. આવા વાયલ્સની તપાસ કરવામાં આવી ત્યારે તેમાં આંખો માટે જોખમી ફૂગ જોવા મળી હતી. જો આઇ ડ્રોપ  ટ્રાન્સપેરન્ટ પ્લાસ્ટીકના વાયલ્સમાં હોય તો અંદરના મટીરીયલની ખબર પડી શકે. ફાર્માસ્યુટીકલ કંપનીઓની લોબી એટલી પાવરફૂલ છે કે  ડ્રગ ઓથોરીટીને કોઇ સરક્યુલર બહાર પાડતા પહેલાં તેમને પૂછવું પડે એવી દશા છે. મહત્વની વાત એ પણ છે કે આઇડ્રોપ બનાવતી કંપનીઓએ સરકારના આદેશની રાહ જોયા વગરજ ટ્રાન્સપેરન્ટ વાયલ્સનો ઉપયોગ શરૂ કરી દેવો જોઇએ કેમકે લોકોની આંખોનો સવાલ છે. એક સમય હતો કે જ્યારે ટ્રાન્સપેરન્ટ વાયલ્સમાં આઇ ડ્રોપ આવતા હતા પરંતુ આઇડ્રેાપની બોટલમાં ફંગસ જોવા મળ્યા બાદ વિવાદ શરૂ થયો હતો.



Google NewsGoogle News