પિક્સલ સ્ટાર્ટઅપને નાસાનો ઓર્ડર

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
પિક્સલ સ્ટાર્ટઅપને નાસાનો ઓર્ડર 1 - image


ભારતના પહેલા સ્પેસ સ્ટાર્ટઅપ પિક્સલને અમેરિકાની સ્પેસ એજંસી નાસાએ ઓર્ડર આપ્યા છે. કોમર્શીયલ નાના સેટેલાઇટ માટેનો ૪૭૬ મિલીયન ડોલરનો ઓર્ડર નાસાએ ભારતના સ્ટાર્ટઅપને આપ્યો તે ભારતના સ્પેસ સ્ટાર્ટઅપ માટે બહુ ગૌરવની વાત કહી શકાય. પિક્સલ સ્ટાર્ટઅપ બેંગલુરૂ સ્થિત છે. તે હાયપર સ્પેક્ટ્રલ અર્થ ઇમેજીંગ ટેકનોલોજીમાં સ્પેશ્યાલીસ્ટ છે. નાસાએ આપેલા ઓર્ડરનો કોન્ટ્રાક્ટ નવેમ્બર -૨૮સુધીનો છે. ભારતમાં સ્પેસ ક્ષેત્રે સ્ટાર્ટઅપને ૨૦૨૦માં મંજૂરી અપાઇ ત્યારપછીનો આ પહેલો નાસા નો ઓર્ડર છે.

જી-૪૨ ડેટા સેન્ટર

અબુધાબી સ્થિત એડવાન્સ ટેકનોલોજી કંપની જી -૪૨ તેના ભારત ખાતેના ડેટા સેન્ટરની ક્ષમતા બમણી કરી નાખશે. યુએઇ અને ભારત વચ્ચે થયેલા કરાર અનુસાર જી૪૨ ભારતમાં રોકાણ કરશે તે બંને દેશ વચ્ચે કરાયેલા એમઓયુ આધારીત છે. ગીગાવોટ આધારીત ડેટા સેન્ટર જામનગર ગુજરાત ખાતે ઉભું કરાશે. 

પિક્સલ સ્ટાર્ટઅપને નાસાનો ઓર્ડર 2 - image

૨૦૨૫માં ૨૫,૦૦૦ ગામોમાં ટેલિફોન

ટેલિકોમ પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે ૨૦૨૫ સુધીમાં ૨૫,૦૦૦ ગામોમાં ટેલિફોનની રીંગ સંભળાતી થઇ જશે. ૨૫,૦૦૦ ગામોને ટેલિફોન આપવાની મુદત વારંવાર લંબાતી આવી છે પરંતુ હવે જ્યારે ૪૫,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૨૦,૦૦૦ ટાવર ઉભા કરાઇ રહ્યા છેે ત્યારે દુરના ગામોમાં ટેલિફોન સવલતો મળશે. આમતો, દેશમાં ૪,૫૦,૦૦૦ ટાવર ઉભા કરાયા છે. ઉત્તર પૂર્વના વિસ્તારોમાં ૬૦૦૦ જેટલા ગામો ટેલિકોમ કનેક્શન વિનાના છે. અહીં ઉલ્લેખનીય છે કે સિંધિયા ઉત્તર પૂર્વના વિકાસ મંત્રાલયનો હવાલો પણ સંભાળે છે.

પિક્સલ સ્ટાર્ટઅપને નાસાનો ઓર્ડર 3 - image

પૈસાદાર ભારતીયો અને તેમના સંતાનો

ભારતમાં પૈસાદારો વધતાં જાય છે. એક અંદાજ પ્રમાણે ભારતના ૭૮ ટકા પૈસાદારોના સંતાનોને વિદેશમાં ભણવા મોકલે છે. ૫૩ ટકા પૈસાદારો પોતાના સંતાનના વિદેશમાં ભણવા માટે ખાસ સેવિંગ કરે છે. વિદેશ ભણવા જતા ૪૦ ટકા વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ લોન ઇચ્છતા હોય છે. ૫૧ ટકા વિદ્યાર્થીઓ સ્કોલરશીપ મેળવવા પ્રયાસ કરે છે જ્યારે ૨૭ ટકા  પોતાની સંપત્તિ વેચીને વિદેશમાં ભણવા જવાનું ઇચ્છે છે. કેટલાક પેરેન્ટ્સ પોતાના રીટાયરમેન્ટના પ્લાનીંગ કરતા પણ વધુ મહત્વ સંતાનોના વિદેશ ભણવા મોકલવાને આપે છે. એક અંદાજ અનુસાર ૨૦૨૫ સુધીમાં ૨૦ લાખ ભારતીય સ્ટુડન્ટ વિદેશમાં ભણવા ગયા હશે.


Google NewsGoogle News