મસ્ક અને ડીપસીક .
ચીનના ડીપસીકની ધડાકાબંધ એન્ટ્રીથી ટેકનીકલ જાયન્ટ કંપનીઓને મોટો ફટકો પડયો હતો પરંતુ છાશવારે પોતાનો ઓપીનીયન આપ્યા કરતા ટ્રમ્પના ખાસ એવા ઇલોન મસ્ક ડીપસીક વિશે કશું બોલતા નહોતા પરંતુ ગઇકાલે તેમણે ડીપસીક બાબતે કહ્યું હતું સસ્તું AI મોડલ આપીને ડીપસીકે વાહ વાહ મેળવી લીધી છે. મસ્કે ડીપસીકના દાવા બાબતે કહ્યું હતું કે તે ક્યા હાર્ડવેર વાપરે છે તે બાબતે ખુસાસો નથી કર્યો.
ડીપગોલ્ડ મોમેન્ટ
ડીપસીક સામે અઠવાડીયા સુધી ચૂપ રહેનાર મસ્કે ઉપરા છાપરી બાણ છોડવાના શરૂ કર્યા છે. ડીપસીક અંગે મસ્ક કહે છે કે આ કંપની ક્યું ગ્રાફીક પ્રોસેસીંગ યુનિટ (GPU) વાપરે છે તે બાબતે બહુ સ્પષ્ટ નથી. જ્યાં સુધી તે તેના હાર્ડવેર બાબતે સ્પષ્ટતા ના કરે ત્યાં સુધી તેના પર ભરોસોે મુકી શકાય નહીં એમ પણ જાણવા મળે છે. એવું પણ નથી કે બધા ડીપસીકનો વિરોધ કરે છે, અનેકે ડીપસીકની સફળતાને ડીપગોલ્ડ મોમેન્ટ કહી છે.
યુપીમાં 866 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે બનશે
ઉત્તર પ્રદેશ તેના ૩૦ જીલ્લાઓને સાંકળતો ૮૬૬ કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે બનાવવા ૫૦,૦૦૦ કરોડનું રોકાણ કરશે. દ્વારકા એક્સપ્રેસ હાઇવેનું ઉદ્દધાટન ગયા સોમવારે કરાયું હતું જેના કારણે દ્વારકા-ગુરૂગ્રામ વચ્ચેનું અંતર ૨૦ મિનિટમાં કાપી શકાશે. હાલમાં દેશમાં સૌથી લાંબુ એક્સપ્રેસ હાઇવે નેટવર્ક ઉત્તર પ્રદેશમાં છે. રાજ્યની રાજધાની લખનૌ અને દેશની રાજધાની દિલ્હી વચ્ચેની કનેક્ટેવીટી એક્સપ્રેસ હાઇવે આસાન બનાવશે.