MSME : અર્થતંત્રનું પાવર હાઉસ

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
MSME : અર્થતંત્રનું પાવર હાઉસ 1 - image


સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ)ને ઘણીવાર ભારતીય અર્થતંત્રના પાવર હાઉસ કહેવામાં આવે છે. કેટલાક અંદાજો અનુસાર, તેઓ દેશના કુલ ઘરેલુ ઉત્પાદનમાં ૨૭ ટકા યોગદાન આપે છે અને રોજગારમાં તેમનું યોગદાન ૧.૧ કરોડ છે. જો કે જરા ઊંડે જઈએ તો એક અલગ જ ચિત્ર સામે આવે છે. એમએસએમઈ ભારતના નિયમનકારી માળખાના અદ્રશ્ય અવરોધોના લક્ષણનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં હજુ પણ ૧૦૦ કરતા ઓછા કર્મચારીઓ છે. એટલે કે અર્થતંત્રમાં તેમનું યોગદાન બહુ વધારે નથી. એવું લાગે છે કે બંને મુદ્દા સાચા છે. દેશમાં મોટી સંખ્યામાં એમએસએમઈ કાર્યરત  છે પરંતુ તેઓ વિકાસ માટે સંઘર્ષ કરી રહ્યા છે કારણ કે તેઓ નાના પાયે હોવાને કારણે ઘણા પડકારોનો સામનો કરે છે. જ્યારે પણ તેઓ મોટા પાયા પર કામ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે નિયમનકારી અવરોધો માર્ગમાં આવે છે.

મોટી સંખ્યામાં કાર્યરત હોવા છતાં એમએસએમઈ માટે સૌથી મોટી તક ક્યાં છે અને તે તકનો લાભ લેવાથી તેમને કોણ રોકી રહ્યું છે? એવા અનેક પ્રશ્નો ઉદભવે તે સહજ બાબત છે. કેટલાક ઉદ્યોગો એમએસએમઈ માટે કુદરતી રીતે યોગ્ય લાગે છે, જેમ કે શ્રમ સઘન અને ઓછા રોકાણની જરૂર હોય તેવા ઉદ્યોગો તેમાં સામેલ છે. ઉદાહરણ તરીકે, લાકડાની બનાવટો, આયુર્વેદ અને હર્બલ સપ્લિમેન્ટ્સ, રમકડાં, હેન્ડલૂમ ટેક્સટાઇલ, હેન્ડીક્રાફ્ટ, લેધર પ્રોડક્ટ્સ અને જ્વેલરી વગેરે. જોકે, આ ઉદ્યોગો માટે ભારતનું સ્થાનિક બજાર વૈશ્વિક બજારના માત્ર બે ટકા છે. ઉદાહરણ તરીકે, રમકડાં માટેના ભારતીય બજારનું કદ લગભગ એક અબજ ડોલર છે જ્યારે વૈશ્વિક બજાર ૩૦૦ અબજ ડોલરનું છે. રેડીમેડ કપડાનું ભારતીય બજાર લગભગ ૫૫ અબજ ડોલરનું છે જ્યારે વૈશ્વિક બજાર એક ટ્રિલિયન ડોલરનું છે.

વિશ્વમાં યોગ્ય સ્થાન હાંસલ કરવા માટે, આપણે વૈશ્વિક વેપારમાં ઓછામાં ઓછા ૧૦ ટકા હિસ્સાનું લક્ષ્ય રાખવું જોઈએ. જે આપણા દેશમાં વિશ્વની કુલ વર્કિંગ વસ્તીના ૨૦ ટકા છે. આજે વૈશ્વિક વેપારી નિકાસમાં ભારતનો હિસ્સો બે ટકા છે. સરકારી ડેટા પર નજર કરીએ તો, ભારતીય નિકાસમાં એમએસએમઈનો હિસ્સો ૬ ટકા છે. આમાંથી એક ટકા કરતા પણ ઓછા એમએસએમઈ  નિકાસ સાથે સંકળાયેલા છે. આશ્ચર્યની વાત એ છે કે આ  ક્ષેત્રમાં કામ કરતા ૧૧ કરોડ લોકો સંઘર્ષ કરી રહ્યા છે. નાના પાયાની કામગીરીને કારણે તેમની નિકાસ કરવાની ક્ષમતા પર અસર પડી છે. નાના એન્ટરપ્રાઇઝ માટે વિદેશમાં ગ્રાહકો શોધવા મુશ્કેલ છે. આ ઉપરાંત, લોજિસ્ટિક્સ, ફાઇનાન્સ અને કમ્પ્લાયન્સની જટિલતાઓ પણ માલની નિકાસને અવરોધે છે. 

જો કે, ઈ-કોમર્સ પ્લેટફોર્મના ઉદયનો અર્થ એ છે કે આપણે હવે તે દુનિયામાં નથી. આ પ્લેટફોર્મ નાના વ્યવસાયોને ગ્રાહકો સાથે મેચ કરી શકે છે અને લોજિસ્ટિક્સ અને અનુપાલન મોરચે પણ વધુ સારા છે. 


Google NewsGoogle News