Get The App

સમર્થન તો આપી દીધું પણ નીતીશ-નાયડુ કેવી રીતે મોદી સરકાર 3.0 માટે બનશે પડકાર, જાણો વિગતે

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
સમર્થન તો આપી દીધું પણ નીતીશ-નાયડુ કેવી રીતે મોદી સરકાર 3.0 માટે બનશે પડકાર, જાણો વિગતે 1 - image


- ભૂતકાળ પર નજર કરીયેતો જોડાણ વાળી સરકારોએ બ્રેન સ્ટોર્મીંગ કરીને અનેક આર્થિક સુધારાઓને જન્મ આપ્યો છે..

- હવે જ્યારે ૨૦૨૪માં હરિયાણા અને મહારાષ્ટ્રમાં તેમજ ૨૦૨૫માં ઝારખંડ, દિલ્હી અને બિહારમાં ચૂંટણી આવી રહી છે ત્યારે સરકાર ફ્રી ડિસ્ટ્રીબ્યુશન વાળી સ્કીમ ચાલુ રાખશે.

- મોદી સરકારની પહેલી પરીક્ષા જુલાઇમાં અપાનાર બજેટમાં થવાની છે. નિતીશ કુમાર તેમાં લોકોને દરેક સ્તરે રાહત મળે તેવા પગલાં લેવડાવશે જ્યારે ચન્દ્રાબાબુ નાયડુ ટેકનોલોજીને પ્રાધાન્ય આપશે

Modi Government 3.0 | વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં નરેન્દ્ર મેાદીએ સતત ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લઇને વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. મોદીની આ ત્રીજી ટર્મને જોડાણવાળી સરકારનું લેબલ વાગેલું છે. પહેલી બે ટર્મમાં મોદી સ્વતંત્ર હતા અને આર્થિક નિર્ણયો લેવામાં કોઇ રોકટોક જોવા મળતી નહોતી. પરંતુ ત્રીજી ટર્મ અનેક પડકારો સાથે લઇને આવી છે તેમાંનો સૌથી મહત્વનો પડકાર જોડાણવાળા સાથી પક્ષો છે. 

બંને સાથી પક્ષો પૈકી ચન્દ્રાબાબુ નાયડુ એક સમયે આન્દ્ર પ્રદેશના સીઇઓ કહેવાતા હતા. જ્યારે નિતીશ સોશ્યલ એન્જીન્યરીંગના નિષ્ણાત કહેવાય છે. આ બંને કોઇ ચીલા ચાલુ રાજકારણી નથી કે ઉછાંછળા પણ નથી. બંને ૭૦ વર્ષ વટાવી ગયેલ છે. નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મમાં આ બંને રાજકારણીઓ ક્યારે તખ્તો પલટાવશે તે પણ ખોંખારીને કહી શકાય એમ નથી. તેમ છતાં આખા દેશને એ ડર સતાવે છે કે મોદી સરકારની ત્રીજી ટર્મ જોખમભરી અને અનિશ્ચિત પસાર થવાની છે.

 પરંતુ મોદીની શરૂના બે ટર્મમાં મોદી મીન્સ બિઝનેસ કહેવાતું હતું તેની સામે ત્રીજી ટર્મમાં પ્રશ્નાર્થ મુકાઇ શકે છે. કેમકે જોડાણવાળી સરકારમાં મોદીના હાથ બંધાયેલા રહેશે. આર્થિક ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે મોદી સરકારે હૂક પર બેસવાનું છે. રાજકીય વાતાવરણ ગમે ત્યારે પલટાઇ શકે છે. હકીકત એ પણ છે કે જોડાણવાળી સરકારોમાં આર્થિક પ્રગતિ રોકાઇ નથી કેમકે દરેક રાજકારણી નેશન ફર્સ્ટમાં માનતો હોય છે.

ભારતમાં જોડાણવાળી સરકારોની સ્થિતિ અનેક વાર આવી છે પરંતુ આર્થિક ક્ષેત્રના નિર્ણયો કે પ્રગતિને બહુ આંચ આવી નથી. ઉદાહરણ તરીકે આધાર કાર્ડ જેવો મહત્વનો નિર્ણય મનમોહન સિંઘના વડપણ હેઠળની યુપીએ સરકારની બીજી ટર્મમાં લેવાયો હતો.

અહીં ભૂતકાળમાં જોડાણવાળી સરકારોમાં લોવાયેલા બહુ પ્રશંસા પામેલા અને દેશના વિકાસમાં મહત્વના નિવડેલા નિર્ણયો પર એક નજર નાખવા જેવી છે.

ભારતની આર્થિક સ્થિતિની સધ્ધરતા જોઇને વિશ્વના રોકાણકારો તે તરફ આકર્ષાયા હતા. જોડાણવાળી સરકાર એટલે આર્થિક પ્રોગ્રેસ અટકી જશે જેવી વાતો પોકળ સાબિત થયેલી છે. દરેક રાજકીય પક્ષ દેશોનો વિકાસ ઇચ્છે છે. મોદીને રાહત એ વાતની છે કે તેમને ટેકો આપનારા પ્રાદેશિક પક્ષો રાજકીય રીતે ઠરેલ કહી શકાય એવા છે. જો અખિલેશ યાદવ કે મમતા બેનરજી જેવા ટેકેદાર મોદી પાસે હોત તો આજે શેરબજાર તૂટી ગયું હોત. બજારોએ ટેકેદારો પર પણ ભરોસો મુક્યો છે.

ફુગાવાને કાબુમાં લેવા જેવી વાતો અને જીવન જરૂરી ચીજોનો ભાવવધારા કાબુમાં રાખવાના નિર્ણયો મોદી સરકાર બધાની સાથે રાખીને કરી શકસે. 

મોદી ૩.૦નીજોડાણવાળી સરકારને સોશ્યલ નેટવર્ક પર લોકોએ ચા માં મસાલા સાથે સરખાવી છે. ચા એટલે મોદી અને મસાલો એટલે જોડાણવાળા પક્ષો. લોકપ્રિય પગલાં પણ નવી સરકાર લઇ શકે છે.

લોકોને અપાતી રાહતની સ્કીમોમાં સરકારે ૬,૮૦,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. હવે જ્યારે ૨૦૨૪માં હરિયાણા અને મહારાષ્ટ્રમાં તેમજ ૨૦૨૫માં જારખંડ, દિલ્હી અને બિહારમાં ચૂંટણી આવી રહી છે ત્યારે સરકાર ફ્રી ડિસ્ટ્રીબ્યુશન વાળી સ્કીમ ચાલુ રાખશે.

મોદી સરકારની પહેલી પરીક્ષા જુલાઇમાં અપાનાર બજેટમાં થવાની છે. નિતીશ કુમાર તેમાં લોકોને દરેક સ્તરે રાહત મળે તેવા પગલાં લેવડાવશે જ્યારે ચન્દ્રાબાબુ નાયડુ ટેકનોલોજીને પ્રાધાન્ય આપશે.

જ્યારે નીતિ-નિર્માણની ગતિ અને દિશાની વાત આવે છે, ત્યારે નરેન્દ્રમોદી ૩.૦ શાસન એ જ વડાપ્રધાનની આગેવાની હેઠળની અગાઉની બે સરકારો કરતાં અલગ હોવાની શક્યતા છે, કારણ કે હવે સરકારને કોઈપણ નિર્ણય લેતા પહેલા સાથી પક્ષોને વિશ્વાસમાં લેવા પડશે. બધાની મંજૂરી પછી જ ફાઇનલ નિર્ણય અમલી થશે. જો કે આમ છતાં ભૂતકાળમાં ગઠબંધન ધરાવતી સરકાર દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા તે પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. આમ છતાં આગામી સમયમાં આર્થિક સુધારા  સહિતના અન્ય નિર્ણય ધીમા પડે તેવી આશંકા અભ્યાસી વર્તુળોએ વ્યક્ત કરી હતી.

- આધાર કાર્ડ ટુ જીએસટી

સમર્થન તો આપી દીધું પણ નીતીશ-નાયડુ કેવી રીતે મોદી સરકાર 3.0 માટે બનશે પડકાર, જાણો વિગતે 2 - image

પીવી નરસિમ્હા રાવ - કોંગ્રેસની આગેવાની હેઠળનું જોડાણ 

(૧૯૯૧- મે ૧૯૯૬).

; બેંકોને વ્યાજદર નક્કી કરવાની સ્વતંત્રતા મળી.

; ઉદ્યોગને કેપિટલ ગુડ્સ આયાત કરવાની છૂટ.

; ઔદ્યોગિક લાઇસન્સિંગ અને નોંધણીને થોડા ડિમેરીટ અને રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રો સિવાય દૂર કરવામાં આવ્યા.

; ઉત્પાદન ક્ષમતા પરના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા.

; જાહેર ક્ષેત્ર માટે આરક્ષિત ઉદ્યોગોની સંખ્યા ૧૭ થી ઘટીને ૩ થઈ.

; નિકાસ અને આયાત પર કસ્ટમ ડયુટી અને ટેરિફમાં ધીમે ધીમે ઘટાડો.

; રૂપિયો આંશિક રીતે કન્વર્ટિબલ બન્યો.

; ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ (ખઈઇછ) ને બદલે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ખઈસ્છ) ઘડવામાં આવ્યો હતો. 

સમર્થન તો આપી દીધું પણ નીતીશ-નાયડુ કેવી રીતે મોદી સરકાર 3.0 માટે બનશે પડકાર, જાણો વિગતે 3 - image

એચ.ડી. દેવેગૌડા, યુનાઇટેડ ફ્રન્ટ 

(જૂન ૧૯૯૬ - એપ્રિલ ૧૯૯૭)

; વ્યક્તિઓ માટે મહત્તમ સીમાંત આવકવેરા દર ૪૦% થી ઘટાડીને ૩૦% કરવામાં આવ્યો.

; સ્થાનિક કંપનીઓ માટે આવકવેરા દર ૪૦% થી ઘટાડીને ૩૫ ટકા કરાયો.

; પીક કસ્ટમ ડયુટી ૫૦% થી ઘટાડીને ૪૦% કરવામાં આવી.

સમર્થન તો આપી દીધું પણ નીતીશ-નાયડુ કેવી રીતે મોદી સરકાર 3.0 માટે બનશે પડકાર, જાણો વિગતે 4 - image

અટલ બિહારી વાજપેયી, એનડીએ 

(૧૯૯૮ - ૨૦૦૪)

; હાઈવેના નેટવર્ક દ્વારા ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી અને મુંબઈને જોડવા માટે મહત્વાકાંક્ષી સુવર્ણ ચતુર્ભુજ શરૂ કરવામાં આવ્યું છે.

; પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના શરૂ કરાઈ.

; નેશનલ ટેલિકોમ પોલિસીએ સેક્ટરમાં સરકારી એકાધિકારનો અંત લાવવામાં આવ્યો.

; કોલ ટેરિફ ઘટાડો અને ગુણવત્તા સુધારણા.

; ખાનગી બેંકિંગમાં ખઘૈં ૨૦% થી વધારીને ૪૯% કરવામાં આવ્યું. ખાનગી કંપનીઓને વીમા ક્ષેત્રમાં ૨૬% એફડીઆઈ સાથે મંજૂરી આપવામાં આવી.

; ખાનગીકરણ ચલાવવા માટે નવું ડિસઇન્વેસ્ટમેન્ટ મંત્રાલય રચાયું.

; એપ્રિલ ૨૦૦૫ થી રાજ્યોમાં વેલ્યુ એડેડ ટેક્સના રોલ આઉટ માટે રોડમેપ.

સમર્થન તો આપી દીધું પણ નીતીશ-નાયડુ કેવી રીતે મોદી સરકાર 3.0 માટે બનશે પડકાર, જાણો વિગતે 5 - image

મનમોહન સિંહ, યુપીએ-૧ 

(૨૦૦૪ -૨૦૦૯)

; ૧ એપ્રિલ, ૨૦૦૫થી સમગ્ર ભારતમાં ફછ્ લાગુ કરવામાં આવ્યો.

; માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ સહિત અનેક અધિકાર આધારિત સુધારાઓ રજૂ કર્યા.

; ઇંધણના ભાવ નિયંત્રણમુક્તિ શરૂઆતથી  પેટ્રોલના ભાવ નિયંત્રણમુક્ત થયા, અને ડીઝલના ભાવ મુક્ત કરવાની તબક્કાવાર પ્રક્રિયા શરૂ થઈ.

; ખાનગી બેંકોમાં ખઘૈં ૪૯% થી વધારીને ૭૪% કરાયું.

મનમોહન સિંહ યુપીએ-૨ 

(૨૦૦૯-૨૦૧૪)

; અનન્ય ઓળખ નંબર- એટલે કે આધારકાર્ડ

; ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો પાયો નાખ્યો.

; મલ્ટિ-બ્રાન્ડ રિટેલમાં ૫૧% ખઘૈં, રાઇડર્સને આધીન.



Google NewsGoogle News