મોરેશિયસ ભારતની જન ઔષધિ યોજનામાં જોડાનાર પ્રથમ દેશ
ભારતની જન ઔષધિ યોજનામાં જોડાનાર મોરેશિયસ પહેલો દેશ હશે. આ યોજના હેઠળ ગુણવત્તાયુક્ત દવાઓ સસ્તા દરે પૂરી પાડવામાં આવે છે. ભારત અને મોરેશિયસ વચ્ચેની વિકાસ ભાગીદારી એ બંને દેશો વચ્ચેના રાજકીય સંબંધોનો મહત્વપૂર્ણ આધાર સ્તંભ છે. મોરેશિયસમાં ભારતની યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) સિસ્ટમ અને RuPay કાર્ડ સેવાઓ શરૂ થયાના થોડા જ અઠવાડિયા પછી આ યોજના કાર્યાન્વિત કરાઈ છે.
હેલીને ટ્રમ્પ કરતાં વધારે ફંડ પણ મત નહીં
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે રીપબ્લિકન પાર્ટીના પ્રમુખપદની ઉમેદવાર બનવા માટે ઝંપલાવનારી નિકી હેલીને તેની પાર્ટીના લોકો પાસેથી પુષ્કળ આર્થિક મદદ મળી રહી છે પણ ટ્રમ્પને હરાવવા જરૂરી મત નથી મળી રહ્યા. હેલીએ ફેબ્રુઆરી મહિનામાં જ ૧.૨૦ કરોડ ડોલર ઉભા કર્યા છે. આ પહેલાં જાન્યુઆરીમાં પણ નિકી હેલીએ ૧ કરોડ ડોલરથી વધારેની રકમ ઉભી કરી હતી. હેલીએ જાન્યુઆરીમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં વધારે રકમ ઉભી કરી હતી પણ ટ્રમ્પને હરાવવાનો કોઈ નક્કર પ્લાન હેલી પાસે નથી. તેના કારણે હેલી પાસે પૂરતું ભંડોળ હોવા છતાં ટ્રમ્પ સામે હારવું પડશે. ભારતીય મૂળની નિકી હેલી ટ્રમ્પ સામેનો છેલ્લો અવરોધ છે.
રાજ્ય સરકારના બોન્ડનું આકર્ષણ વધશે
એપ્રિલ ૨૦૨૪ માં અમલમાં આવેલા નવા પોર્ટફોલિયો નિયમો હેઠળ, બેંકો તેમના રોકાણ ખાતાઓમાં કેન્દ્ર સરકારની સિક્યોરિટીઝ કરતાં રાજ્ય સરકારના બોન્ડ રાખી શકે છે કારણ કે તેમની ઉપજ વધારે છે. ટ્રેઝરી સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની સિક્યોરિટીઝ પોર્ટફોલિયોમાં સૌથી મોટો હિસ્સો બનાવવાનું ચાલુ રાખશે, પરંતુ રાજ્ય સરકારના બોન્ડ આગામી મહિનાઓમાં વધુ સારા વળતરના સંદર્ભમાં દબાણને સંચાલિત કરવામાં અસરકારક સાબિત થશે. નવા નિયમ હેઠળ, બેંકોએ બોન્ડ્સને 'હોલ્ડ-ટુ-મેચ્યોરિટી' કેટેગરીમાં કાયમી ધોરણે રાખવા પડશે. સરકારી બોન્ડની માંગમાં ફેરફાર થઈ શકે છે. બેંકો, ખાસ કરીને જાહેર ક્ષેત્રના ધિરાણકર્તાઓની એકંદર માંગમાં કોઈ ઘટાડો થશે નહીં.