બજાર ઓવરસોલ્ડ, વધઘટે સ્ક્રીપ આધારીત નરમાઈ આગળ વધતી જોવાશે
- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૭૩૧૯૮.૧૦ તા.૨૮-૦૨-૨૫) ૭૮૭૩૫.૪૧ના ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૫૫૫૪.૮૮ અને ૪૮ દિવવસની ૭૭૦૩૭.૯૪ તેમ જ ૨૦૦ દિવસની ૭૭૫૭૫.૭૬ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૭૩૭૦૦ ઉપર ૭૪૧૭૦, ૭૪૫૨૦, ૭૪૬૫૦, ૭૫૧૦૦ પ્રતિકાર સપાટી ગણાય. ૭૪૬૦૦ ઉપર સંભાળવું. નીચામાં ૭૩૧૪૧ નીચે ૭૨૬૯૦, ૭૨૨૦૦ સુધીની શક્યતા.
એપોલો ટાયર્સ(બંધ ભાવ રૂ.૩૭૪.૩૦ તા.૨૮-૦૨-૨૫) ૫૮૪.૯૦ના ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૦૯.૫૪ અને ૪૮ દિવસની ૪૪૨.૫૫ તેમ જ ૨૦૦ દિવસની ૪૭૬.૨૮ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક, અઠવાડિક તેમજ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૦૮ ઉપર ૪૧૭ પ્રતિકાર સ પાટી ગણાય. નીચામાં ૩૭૩ નીચે ૩૬૧, ૩૪૮ સુધીની શક્યતા.
એયુ સ્મોલ ફાયનાન્સ બેંક (બંધ ભાવ રૂ.૫૬૫.૭૦ તા.૨૮-૦૨-૨૫) ૪૯૨.૭૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૪૩.૫૭ અને ૪૮ દિવસની ૫૬૯.૨૧ તેમ જ ૨૦૦ દિવસની ૬૧૪..૫૬ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક તેમ જ માસિક ધથોરણે ઓવરસોલ્ડ પોજીસન દતર્શાવે છે. ઉપરમાં ૫૬૯ ઉપર ૫૭૪, ૫૯૧ સુધીની શક્યતા. નીચામાં ૫૪૫ નીચે ૫૨૨ અને ૫૨૨ નીચે ૫૦૯, ૪૯૨ મહત્ત્વની સપાટી ગણાય.
મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર(બંધ ભાવ રૂ.૨૫૮૫.૧૦ તા.૨૮-૦૨-૨૫) ૩૨૭૦.૯૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૮૨૭.૮૦ અને ૪૮ દિવસની ૨૯૪૧.૦૪ તેમ જ ૨૦૦ દિવસની ૨૭૬૨.૯૮ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૭૦૦ ઉપર ૨૭૨૭, ૨૭૯૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૫૭૨ નીચે ૨૫૧૨, ૨૪૧૭, ૨૩૨૨, ૨૨૨૭ સુધીની શક્યતા.
પીવીઆર ઈનોક્સ(બંધ ભાવ રૂ.૯૦૩.૯૫ તા.૨૮-૦૨-૨૫) ૧૭૪૮નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૦૦૪.૮૯ અને ૪૮ દિવસની ૧૧૩૧.૨૨ તેમ જ ૨૦૦ દિવસની ૧૩૫૬.૦૮ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૯૪૦ ઉપર ૯૮૮, પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૮૬૬ નીચે ૮૪૬, ૭૯૯, ૭૫૨, ૭૧૫ સુધીની શક્યતા.
લ્યુપીન (બંધ ભાવ રૂ.૧૯૦૪.૬૫ તા.૨૮-૦૨-૨૫) ૨૪૦૨.૯૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૯૭૦.૮૬ અને ૪૮ દિવસની ૨૦૭૫.૭૬ તેમ જ ૨૦૦ દિવસની ૧૯૭૯.૨૭ છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૮૮૭ ઉપર ૧૯૧૬, ૧૯૪૫, ૧૯૭૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૮૫૯ નીચે ૧૮૩૦, ૧૭૭૨, ૧૭૧૬ સુધીની શક્યતા.
ઈન્ડુસ ઈન્ડ બેંક (બંધ ભાવ રૂ.૯૯૦.૧૦ તા.૨૮-૦૨-૨૫) ૧૦૮૬.૫૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૦૩૭.૩૮ અને ૪૮ દિવ સની ૧૦૨૧.૩૭ તેમ જ ૨૦૦ દિવસની ૧૧૭૭.૩૨ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૦૨૫ ઉપર ૧૦૩૧, ૧૦૫૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૯૭૦ નીચે ૯૬૪, ૯૫૪ સુધીની શક્યતા.
બેંક નિફટી ફયુચર (બંધ ૪૮૬૨૮.૨૫ તા.૨૮-૦૨-૨૫) ૫૦૭૯૮.૭૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૯૨૧૮.૧૮ અને ૪૮ દિવસની ૪૯૯૦૧.૦૦ તેમ જ ૨૦૦ દિવસની ૫૦૨૪૨.૩૮ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૮૮૦૦ ઉપર ૪૮૯૩૦૯, ૪૯૧૦૦, ૪૯૩૦૦ પ્રતિકાર સપાટી ગણાય. ૪૮૯૩૦ ઉપર સાવચેત રહેવું. નીચામાં ૪૮૩૦૦ નીચે ૪૭૭૨૨ સુધીની શક્યતા. ૪૭૭૨૨ નીચે ૪૭૫૦૫, ૪૭૨૪૦ સુધીની શક્યતા.
નિફટી ફયુચર (બંધ ૨૨૨૮૦.૦૫ તા.૨૮-૦૨-૨૪) ૨૩૮૫૩.૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૨૮૮૮.૭૮ અને ૪૮ દિવસની ૨૩૩૭૪.૭૫ તેમ જ ૨૦૦ દિવસની ૨૩૫૯૧.૫૨ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૨૩૭૦ ઉપર ૨૨૫૭૪, ૨૨૬૩૫, ૨૨૭૨૦, ૨૨૭૫૭ પ્રતિકાર સપાટી ગણાય. ૨૨૬૩૫ ઉપર સાવચેત રહેવું. નીચામાં ૨૨૨૩૩ નીચે ૨૨૨૨૦, ૨૨૦૬૦, ૨૧૯૦૦ સુધીની શક્યતા.
સાયોનારા
સંતાડી દઉં દીકરીનાં ઝાંઝર ને કડલાં,પણ ભીંતે આ કંકુથાપા ક્યાં સંતાડું?
- વ્રજેશ મિસ્ત્રી