Get The App

લકઝરી આઇટમોની ખરીદીમાં મોટો ઉછાળો 1 લાખની હેન્ડ બેગ, 2 લાખની વોચ છતાં ભારતમાં 10 અબજ ડોલરનું વેચાણ

Updated: Dec 15th, 2024


Google NewsGoogle News
લકઝરી આઇટમોની ખરીદીમાં મોટો ઉછાળો 1 લાખની હેન્ડ બેગ, 2 લાખની વોચ છતાં ભારતમાં 10 અબજ ડોલરનું વેચાણ 1 - image


- ભારતમાં અબજોપતિઓની સંખ્યા વધી છે તેની અસર લકઝરી આઇટમોની ખરીદી પર પડી છે. ભવ્ય લગ્ન સમારંભો પણ વધતા જતા પૈસાદારોની સંખ્યાની ચાડી ખાય છે.

- લકઝરી માર્કેટ એવું ખીલશે કે લકઝરી આઇટમોના સ્ટોર્સની સંખ્યા વધારવી પડશેઃ ૨૦૩૦માં ભારતનું લકઝરી માર્કેટ અધધધ..કહી શકાય એવું ૨૦૦ અબજ ડોલર પર પહોંચશે 

- ૨૦૦૮માં પહેલો લકઝરી મોલ ડીએલએફ એમ્પોરીયો હતો.. પછી યુબી સીટી મોલ, પેલેડીયમ અને બધાને ટક્કર મારે એવો જીયો વર્લ્ડ પ્લાઝા મુંબઇના બાન્દ્રા ખાતે મુકેશ અંબાણીની રીલાયન્સે શરૂ કર્યો હતો..

 લકઝરી આઇટમોના ભાવ બહુ ઉંચા હોય છે. મધ્યમ વર્ગ માટે તે સપનાં સમાન હોય છે જ્યારે શ્રમજીવી વર્ગ માટે આવતા જન્મ સુધી રાહ જોવ પડે એવું હોય છે. લકઝરી ચીજોની એવરેજ કિંમત ૮૦,૦૦૦થી એકલાખ રૂપિયાથી શરૂ થાય છે.લકઝરી  બ્રાન્ડેડ ગુસી કે પ્રાડાના ગાર્મેન્ટ ૫૦૦થી ૫૦૦૦ ડોલર સુધીના હોયછે. લકઝરી હેન્ડ બેગ ૧૦૦૦થી ૫૦૦૦ ડોલર ( અંદાજે ૮૪ રૂપિયા નો એક ડોલર થાય એટલેકે હેન્ડ બેગની કિંમત ૮૪,૦૦૦થી શરૂ થાય) )સુધીની હોય છે. ડિઝાઇનર બૂટની કિંમત ૫૫થી ૨૫૦૦ ડોલર સુધીની રેન્જના હોય છે. લકઝરી કાંડા ધડીયાળની કિંમત ૧૦૦૦થી એક લાખ ડોલર સુધીની હોય છે. 

તમે અબજો પતિ થશો તો સૌથી પહેલાં શું ખરીદશો? હું પૈસાદાર બનીશતો અનેક ચીજો ખરીદી લઇશ અને અબજોપતિની સ્ટાઇલમાં રહીશ એવા સપનામાં અનેક લોકો પસાર થતા હોય છે. ભારતમાં અબજોપતિઓની સંખ્યા વધી છે તેની અસર લકઝરી આઇટમોની ખરીદી પર પડી છે. ભવ્ય લગ્ન સમારંભો પણ ભારતમાં વધતા જતા પૈસાદારોની સંખ્યાની ચાડી ખાય છે. એવીજ રીતે વધતા જતા ફોર વ્હીલરનું વેચાણ પણ ભારતમાં પૈસાદારો વધ્યા છે તેવા સંકેત આપે છે.એક સમય હતો કે જ્યારે લકઝરી કોઇ આઇટમ ખરીદવી હોય તો તેના માટે ખાસ બચત કરવી પડતી હતી અને વિદેશથી કોઇ આવતું હોય તો તેની પાસે તે મંગાવવામાં આવતી હતી. હવે સમય પલટાયો છે. લકઝરી આઇટમ લોકો માટે હાથવગી બની ગઇ છે. પૈસાદારોની સંખ્યા વધવાની સાથે લોકો પાસે અનલિમિટેડ ખર્ચાનું ક્રેડીટ કાર્ડ જેવી સવલતો પણ આવી ગઇ છે.

ભૂતકાળ પર નજર કરીયેતો ૨૦૦૮માં જ્યારે વિશ્વમાં મંદીની કાગારોળ ચાલતી હતી ત્યારે રીયાલ્ટી કંપની ડીએલએફે ભારતનો પહેલો લકઝરી મોલ દિલ્હીમાં ખુલ્લો મુક્યો હતો. તેનું નામ ડીએલએફ એમ્પેરીયો હતું. જેમાં ભારતના લોકો જે લકઝરી આઇટમો ઝંખતા હતા કે તેના માટે સપનાં જોતા હતા તે બધીજ મોલમાં મળવા લાગી હતી. જેમાં ટોપની મનાતી લકઝરી આઇટમો જેવીકે લુઇસ વીટન, ક્રિષ્ચયન ડાયો, સાલ્વા ટોર,ફેરાગામો, ગુચી વગેરેનો સમાવેશ થતો હતો.

લકઝરી આઇટમોની ડિમાન્ડ ભારતના લોકોમાં એટલી મોટા પાયે હતી કે લોકો દિલ્હી સુધી ખરીદવા જતા હતા.

 લોકોમાં લકઝરી આઇટમો ખરીદવાનો ક્રેઝ ઉભો થયેલો જોઇને વિજય માલિયાએ બેંગલુરૂમાં પ્રેસટીજ ગૃપ સાથે રહીને યુબી સીટી મોલ શરૂ કર્યો હતો. તેના કેટલાક વર્ષો બાદ મુંબઇમાં અતુલ અને ગાયત્રી રૂઇયાના આઇડયા હેઠળ ફોનીક્સ મિલે પેલેડીયમ સ્ટોર્સ શરૂ કર્યો હતો. પરંતુ ૨૦૨૩માં આ બધાને ટક્કર મારે એવો  જીયો વર્લ્ડ પ્લાઝા મુંબઇના બાન્દ્રા ખાતે મુકેશ અંબાણીની  રીલાયન્સે શરૂ કર્યો હતો. ૭૫૦,૦૦૦ સ્કેવર ફૂટમાં પથરાયેલા આ સ્ટોર્સમાં વિશ્વની નામાંકીત બ્રાન્ડ જેવીકે  ગુચી,સેન્ટ લોરેન્ટ,વિલેરોય એન્ડ બીચ, લૂઇસ વિટોન, કાર્ટિયર, હર્મેશ, ટિફની વગેરે બ્રાન્ડના સ્ટોર્સ એકજ જગ્યાએ મળતાં તે દેશમાં સૌથી લકઝરી બ્રાન્ડ સ્ટોર્સ બની ગયો હતો.

આ સ્ટોર્સ ખૂલ્યા ત્યારે ભારતમાં ૨૦ જેટલા અબજોપતિ હતા જ્યારે હવે આ આંક ૨૦૦ને પાર જતો રહ્યો છે. ગ્લોબલ વેલ્થ રિપોર્ટ પર નજર કરીયેતો ભારતમાં ૨૦૨૩માં ૮૬૮૬૭૧ ડોલર મિલીયોનર (લાખોપતિ)હતા. આ સંખ્યા ૨૨ ટકા વધીને ૨૦૨૮ સુધીમાં ૧,૦૬૧,૪૬૩ પર પહોંચવાની ધારણા છે. વિશ્વમાં સૌથી વધુ ઝડપે હાઇનેટ વર્થ અવે અલ્ટ્રા હાઇ નેટવર્થ ઉભી કરતા લોકોમાં ભારત મોખરે છે.બજારના સૂત્રો કહે છેકે ૨૦૩૦ સુધીમાં તો લકઝરી માર્કેટ એવું ખીલશે કે લકઝરી આઇટમોના સ્ટોર્સની સંખ્યા વધારવી પડશે. હાલમાં જીયો વર્લ્ડ પ્લાઝામાં વિશ્વની ૯૪ નામાંકીત બ્રાન્ડ ઉપલબ્ધ છે. યંગ જનરેશનમાં બ્રાન્ડેડ ચીજો પહેરવાનો ક્રેઝ વધતાં લકઝરી આઇટમોની ડિમાન્ડ વધી છે.

લકઝરી બ્રાન્ડની ચીજોના ઉપયોગથી સોશ્યલ સ્ટેટસમાં વધારો થઇ શકે છે તે સમજ્યા બાદ યંગ જનરેશન લકઝરી આઇટમો ખરીદી રહી છે.    એક અહેવાલ સંખ્યામાં ૧૦૫ ટકાનો વધારો થવાનો અંદાજ છે.

ભારતના લોકોનો ફેશનનો ટેસ્ટ સમજવો અધરો છે, વિદેશમાં ફેશન ક્ષેત્રે ખરીદીમાં લોકોનો ગાડરીયા પ્રવાહ જેવું હોય છે પરંતુ ભારતના યંગ જનરેશનમાં એવું નથી. ભારતના યંગ જનરેશન પાસે ખરીદીની તાકાત છે. તે વધુ પૈસા પણ કમાય છે. તેમની ચોઇસ અલગ પ્રકારની હોય છે.

છેલ્લા કેટલાક સમયથી લકઝરી હેન્ડ બેગ ખરીદવાનો ક્રેઝ જોવા મળે છે. ભારતમાં વર્તમાનમાં ૨૦૨૪ના વર્ષમાં ૧૦ જેટલી બ્રાન્ડેડ લકઝરી હેન્ડ બેગ વેચાતી જોવા મળી છે. બકેટ શોલ્ડર,સેડલ, બોલર રાઉન્ડેડ જેવી અનેક પ્રકારની લકઝરી બ્રાન્ડની બેગની ડિમાન્ડ છે.લકઝરી આઇટમો પહેરવી કે ધરમાં વસાવવી હવે રૂટીન બનતું જાય છે. પોતે આર્થિક રીતે કેટલા સમૃધ્ધ છે તે બોલીને કહી શકાતું નથી પરંતુ લકઝરી આઇટમોનો ઉપયોગ કરીને દર્શાવી શકાય છે. ભારતમાં પૈસાદારોની વધતી સંખ્યાના પગલે લકઝરી આઇટમોની ડિમાન્ડ વધી છે. લકઝરી આઇટમોની ખરીદીને આડેધડ ખર્ચમાં સમાવી શકાતી નથી.પૈસાદાર લોકોને પોતાની સમૃધ્ધિ બતાવવાના વિવિધ માર્ગો જોવા મળે છે. જેમકે સંતાનના લગ્ન ચાર-પાંચ દિવસ ખેંચવા અને રોજ વિવિધ પ્રોગ્રામ રાખવા, વિવિધ કારણો બતાવીને પાર્ટી ગોઠવવી વગેરેનો સમાવેશ થાય છે. 

ભારતનું લકઝરી માર્કેટ ૨૦૨૧માં ૨.૫ અબજ ડોલરનું હતું, ૨૦૨૩માંતે ૮.૫ અબજ ડોલર પર પહોંચ્યું હતું. વાચકો કલ્પી પણ ના શકે એ ઝડપે લકઝરી માર્કેટ આગળ ધપી રહ્યું છે. કહે છેકે ૨૦૩૦માં ભારતનું લકઝરી માર્કેટ અધધધ..કહી શકાય એવું ૨૦૦ અબજ ડોલર પર પહોંચશે. ભારતમાં જેમ હાઇનેટવર્થ વાળા લોકો વધશે એમ લકઝરી માર્કેટ વધ્યા કરશે.

- લકઝરી ડેસ્ટીનેશન : મુંબઇ અને દિલ્હી

દિલ્હી અને મુબંઇ ફેશન કેપિટલ તરીકે ઉભરાઇ આવ્યા છે. જ્યારે તે ફેશન કેપિટલ છે ત્યારે ત્યાં લકઝરી આઇટમોની ડિમાન્ડ હોય તે સ્વભાવિક છે. દિલ્હીમાં ડીએલએફનેા એમ્પોરીયો અને ચાણ્ક્ય મોલ બહુ જાણીતો છે એમ મુંબઇમાં પેલેડીયમ અને જીયો વર્લ્ડ પ્લાઝા લકઝરી આઇટમો માટે જાણીતા છે. ફ્રેન્ચ ડિપાર્ટમેન્ટ સ્ટોર ગેલેરી લાફાયેટ પણ આકર્ષણનું કેન્દ્ર છે. ત્યાં ચમકતા ધરેણા, વેરેબલ પ્રોડક્ટની ડિમાન્ડ પણ જોવા મળે છે.કોરોના કાળ પછી લોકો લકઝરી આઇટમો ખરીદવા તરફ વળ્યા છે. લોકો લકઝરી બંગલા, લકઝરી કાર,ડેેસ્ટીનેશન વેડીંગ,લકઝરી ચીજો નો વપરાશ છૂટથી કરી રહ્યા છે.


Google NewsGoogle News