Look who died .

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
Look who died                . 1 - image


લૂક હૂ ડાઇડ (Look who died) મેસેજ તમારા વોટ્સેપ પર કે અન્ય સોશ્યલ નેટવર્ક પર આવે તો ચેતતા રહેજો. કોણ મૃત્યુ પામ્યું છે તે જાણવાની જીગ્નાશાને રોકી રાખજો. કેમકે આ ફ્રોડ મેસેજે અનેકને લૂંટયા છે. આ મેસેજ સાથેની લીંક ખોલવામાં આવે ત્યારે તે બાયોડેટા માંગે છે. ઉપયોગ કરનાર જ્યારે વિગતો આપે છે તે સાથેજ તમારો ફોન ફ્રોડના હાથનું રમકડું બની જાય છે અને તમારૂં બેંક બેલેન્સ ખાલી થવા લાગે છે. લોકોની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આ એપ્લીકેશન ફ્રોડ ગેંગે બનાવી છે. વિદેશમાં અનેકને લૂંટયા બાદ તેણે ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં દેખા દીધી છે.

Look who died                . 2 - image

એમપીસીના સભ્યો વચ્ચે મતભેદો 

નાણાકીય નીતિ સમિતિના આંતરિક અને બાહ્ય સભ્યો વચ્ચેના મતભેદો ઓગસ્ટની બેઠકમાં ચાલુ રહ્યા હતા, જેમાં બે બાહ્ય સભ્યોએ નીચી સંભવિત વૃદ્ધિ તેમજ વાસ્તવિક વ્યાજ દરોના ઊંચા સ્તરને ટાંકીને દરમાં ઘટાડો અને વલણમાં ફેરફારની હિમાયત કરી હતી. બીજી તરફ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ સહિતના આંતરિક સભ્યોએ, દરો યથાવત રાખવાનું કારણ ફુગાવા, ખાસ કરીને ખાદ્ય ફુગાવા અંગેની અનિશ્ચિતતા દર્શાવી હતી. નીતિ સમિતિના બાહ્ય સભ્ય જયંત વર્માએ જણાવ્યું હતું કે,  છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલાઇઝેશન, ટેક્સ રિફોર્મ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણમાં વધારો સહિત ઘણા નીતિગત પગલાં લેવામાં આવ્યા છે. મારા મતે ભારતીય અર્થવ્યવસ્થાનો સંભવિત વિકાસ દર ઓછામાં ઓછો ૮ ટકા સુધી વધાર્યો છે. અર્થતંત્રમાં વાસ્તવિક રસ ૨.૧ ટકા છે કારણ કે ૨૦૨૫-૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ૪.૪ ટકાનો લક્ષ્યાંક ફુગાવો છે.  મોનેટરી પોલિસી કમિટીના છમાંથી ચાર સભ્યોએ દરો અને નીતિના વલણ પર યથાસ્થિતિ જાળવી રાખવાનું સમર્થન કર્યું હતું.  વર્મા અને અન્ય એક બાહ્ય સભ્ય અશિમા ગોયલે હાલની અનુકૂળ સ્થિતિને દૂર કરીને અને તટસ્થ વલણ અપનાવીને વલણ બદલ્યું અને વ્યાજ દરોમાં ૨૫ બેસિસ પોઇન્ટના ઘટાડાનું સમર્થન કર્યું હતું.



Google NewsGoogle News