IBC-2016 ના કલમ 53 હેઠળના waterfall mechanism ની મહત્વની જોગવાઈઓ જાણીએ
- GSTનું Ato Z - હર્ષ કિશોર
- વોટરફોલ મિકેનિઝમને લગતા વિવિધ કોર્ટોના ઘણા ચુકાદા આવેલ છે અને કેટલીક મૂંઝવણો દૂર થયેલ છે તો સાથોસાથ કેટલી ગૂંચો પણ ઉપસ્થિત થયેલ છે
જ્યારે કોઈ દેવાદાર કંપનીનું રિવાઇવલ શક્ય ન હોય (કલમ ૩૩) અથવા આવેલ રીઝોલ્યુશન પ્લાન નામંજૂર થાય ત્યારે છેલ્લા વિકલ્પ તરીકે તેવી દેવાદાર કંપનીને લિક્વિડેટ કરવાનું ઠરાવવામાં આવે છે. આ માટે એક લિક્વિડેટરની નિમણુંક કરવામાં આવે છે.IBC ના 2016 ના કાયદાની કલમ 53 મુજબ લેણદારોને જે રકમની ચૂકવણી કરવાનો ક્રમ દર્શાવવામાં આવેલ છે તેને વોટરફોલ મિકેનિઝમ કહેવામાં આવે છે. વોટરફોલ મિકેનિઝમને લગતા વિવિધ કોર્ટોના ઘણા ચુકાદા આવેલ છે અને કેટલીક મૂંઝવણો દૂર થયેલ છે તો સાથોસાથ કેટલી ગૂંચો પણ ઉપસ્થિત થયેલ છે. સૌ પ્રથમ આપણે કોર્ટના ચુકાદાઓની છણાવટ કરાયા સિવાય કાયદાઓની જોગવાઈઓ અંગે જાણીએ.
અગત્યની કલમો અને રેગ્યુલેશન : કલમ ૩૩, કલમ ૩૬ અને કલમ ૫૩ Regulation 42 of IBBI (Liquidation Process) Regulations, 2016 અને સ્ટેકહોલ્ડર Regulation 2(1)(k) of IBBI (Liquidation Process) Regulations, 2016 છે.
લિક્વિડેટરની કામગીરી : કોઈપણ કંપનીને લિક્વિડેટ કરવા માટે લિક્વિડેટર દ્વારા એક લિક્વિડેશન એસ્ટેટ ઊભું કરવામાં આવે છે અને કોઈ રાષ્ટ્રીયકૃત બેંકમાં એક ખાતું ખોલવવામાં આવે છે (કલમ ૩૬ અને Regulation 41 of IBBI (Liquidation Process) Regulations, 2016 મુજબ). જેમાં કંપનીની અસ્કયામતોના નિકાલ કે વેચાણ બાદ મળતી રકમ જમા કરવામાં આવે છે. સામાન્ય રીતે આવી રીતે મળેલ નાણા ૯૦ દિવસની અંદર ક્લેમ કરનાર સ્ટેકહોલ્ડર વચ્ચે વહેંચવાના રહે છે પરંતુ તે પહેલા એક એસેટ મેમોરેન્ડમ અને સ્ટેકહોલ્ડરની યાદી એનસીએલટી સમક્ષ રજુ કરવાની થાય છે. નાણાની વહેંચણી કરતા પહેલા Regulation 42 of IBBI (Liquidation Process) Regulations p Dvs 2016 Regulation 2(ea) of IBBI (Liquidation Process) Regulations, 2016 અનુસાર લિક્વિડેશનની સમગ્ર પ્રક્રિયા પાછળ થયેલ ખર્ચ બાદ કરીને વધેલ રકમની વહેંચણી કરવામાં આવે છે.
લિક્વિડેટર સમક્ષ રજૂ થયેલ ક્લેમ ૧૪ દિવસની અંદર પરત ખેંચી શકાય છે અથવા તેમાં ફેરફાર કરી શકાય છે. ક્લેમ આવ્યા બાદ લિક્વિડેટર દ્વારા ૩૦ દિવસમાં તેની ચકાસણી કરવામાં આવે છે અને જો યોગ્ય જણાય તો તે ક્લેમ માન્ય રાખવામાં આવે છે અથવા તો નામંજૂર કરવામાં આવે છે. ક્લેમ નામંજૂર જવાના કિસ્સામાં લેણદાર એનસીએલટી સમક્ષ ૧૪ દિવસમાં અપીલ કરી શકે છે.
Form C શું છે ? ઓપરેશન ક્રેડિટર તરીકે સરકારી લહેણાની બાકી વસુલાત માટે લિક્વિડેટર સમક્ષ દાવો નોંધવા માટે ફોર્મ 'સી' માં બાકી લ્હેણાંના ક્લેમ માટેની વિગતો લિક્વિડેશનની પ્રક્રિયા શરુ થયાના દિન ૩૦માં પૂરી પાડવાની હોય છે. જેમાં અન્ય બાબતો ઉપરાંત ક્લેમની રકમ, જો સિક્યુરિટી ઇન્ટરેસ્ટ હોય તો તેની વિગતો ગેરંટીને લગતો કેસ હોય તો ગેરંટીની રકમ, ગેરંટરનું નામ અને સરનામું, ક્યારે લ્હેણું ઉપસ્થિત થયું તેની વિગતો અને ક્લેમ કરનાર ઓપરેટરની એવા બેંક ખાતાની વિગતો આપવાની રહે છે જેમાં ક્લેમની રકમ તબદિલ કરવાની થાય છે.
કલમ-૫૩ : Distribution of assets.
(૧) (1) Notwithstanding anything to the contrary contained in any law enacted by the Parliament of any State Legislature for the time being in force (કેન્દ્ર અને રાજ્ય સરકારના અન્ય કાયદાના પ્રમાણમાં આ કાયદાને ઓવેર-રાઇડિંગ ઇફેક્ટ આપવામાં આવેલ છે), the proceeds from the sale of the liquidation assets shall be distriubuted in the following order of priority and within such period and in such manner as may be specified, namely _-
(a) IBC-2016 ની કલમ 5(13) અને Regulation 31 of IBBI (Insolvency Process for Corporate Persons) Regulations, 2016 તેમજ Regulation 2 (ea) of IBBI (Liquidation Process) Regulations, 2016 મુજબ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશનની કામગીરી જેમ કે IRP/RP/IPA વગેરેનો ખર્ચ અને પાયાની સુવિધાઓનો ખર્ચ તેમજ શક્ય હોય ત્યાં સુધી કંપનીને ચાલુ રાખવા પાછળનો ખર્ચ/અથવા લિક્વિડેસનની પ્રક્રિયા પાછળ થયેલ પૂરેપૂરો ખર્ચ.
(b) the following dets which shall rank equally between and among the following _-
(i) લિક્વિડેશનની શરુઆત થાય તે તારીખથી 24 મહિના સુધીના કામદારોના બાકી પગાર અને અન્ય લહેણા
(ii) debts owed to a secured creditor in the event such secured creditior has relinquished security in the manner set out in section 52;
(c) લિક્વિડેશનની શરુઆત થાય તે તારીખથી ૧૨ મહિના સુધીના કામદારો સિવાયના કર્મચારીઓના પગાર અને અન્ય લહેણા
(d) financial debts owed to unsecured creditors :
(e) the following dues shall rank equally between and among the following - (પાંચમો ક્રમ)
(ૈ) કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના બાકી લહેણા અને એવી રકમ જે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા અને કોન્સોલિડેટેડ ફંડ ઓફ સ્ટેટને લગતી હોય એવી પૂરેપૂરી રકમ અથવા તેનો ભાગ લિક્વિડેશન શરુ થાય તેના બે વર્ષ સુધીના સમયગાળા માટેની
(ii) debts woed to a secured creditor for any amount unpaid following the enforcement of security interest :
(f) any remaining debts and dues :
(g) preference sharehholders, if any, and
(h) equity shareholders or partners, as the case may be.
(2) Any contractual arrangement between recipients under sub-sectino (1) with equal ranking, if disrupting the order of priority under that sub-sectino shall be disregarded by the liquidator.
(3) The fees payable to the liquidator shall be deducted proportionately from the proceeds payable to each class of recipients under sub-section (1), and the proceeds to the relevant recipient shall be distributed after such deduction.
Explanation-For the purpose of this section-
(i) it is hereby clarified that at each stage of the distribution of proceeds in respect of a class of recipients that rank equally, each of the dets will either be paid in full, or will be paid in equal proportion (પ્રમાણસાર) within the same class of recipients, if the proceeds are insufficient (અપૂરતા) to meet the debts in full, and
(ii) the term ‘‘workmen's dues'' shall have th same meaning as assigned to it in section 326 of the Companies Act, 2013 (18 of 2013).
કલમ ૫૪ : જ્યારે દેવાદાર કંપનીની તમામ અસ્કયામતો લિક્વિડેટ થઇ જાય ત્યારે લિક્વિડેટર દ્વારા NCLT/DRT સમક્ષ કંપનીના વિસર્જન માટે એક અરીજ કરવાની થાય છે. આવી અરજીના આધારે NCLT/DRT એક આદેશ કરીને જણાવે છે કે જે કંપની આ તારીખથી વિસર્જિત થયેલ છે. આ આદેશની નકલ દિન સાતમાં કંપની જે સત્તા સમક્ષ નોંધાયેલ હોય તેને મોકલવામાં આવે છે. IBC ની અગત્યની બે વ્યાખ્યાઓ આ પ્રમાણે છે.
૧.Section 3(23) of IBC ૨૦૧૬ 2016 ‘‘Person''includes an individual, HUF, Company, trust, partnership, LLP, any other entity established under a statute, or a person resident outside India.
2. Section 3(24 & 25) of IBV 2016 ‘‘Person resident outside India'' is a person who is not a resident of India as assigned under Section 2(v) of FEMA, 1999 which states a person residing in india for more than 182 days during preceding financial year.
મૂંઝવણ : IBC ના કાયદાના આમુખમાં જણાવ્યા મુજબ ત્રણ મુખ્ય હેતુઓ છે : આઈબીસીના કાયદાનો હેતુ ૧. માંદા એકમોના રિવાઇવલ સમયસર થાય અને ૨. આવા એકમોની મિલકતોનો સદુપયોગ થઇ શકે. ૩. સરકારી લહેણાના ઓર્ડર ઓફ પ્રાયોરિટીમાં ફેરફાર કરવામાં આવે.
પરંતુ આ કાયદાને લગતો સુપ્રીમ કોર્ટનો એક ખુબ જ અગત્યનો ચુકાદો, સ્ટેટ ટેક્સ ઓફિસર વિરુધ્ધ રેનબો પેપર મીલ્સ લિમિટેડનો છે. જે વેટ કર પ્રણાલી હેઠળનો છે. આ ચુકાદા અગાઉ અને પછી પણ Waterfall mechanism ને લગતા ચુકાદા આવેલ છે અને હાલ દરેક કિસ્સામાં કેસ ટુ કેસ હકીકતો જોવાની થાય છે.