Business Plus

2026માં લે ઓફનો જોબ ખાઉ વાઇરસ, 129488 કર્મચારી ઘરભેગા, નફો અબજોમાં છતાં જોબ કટની કાતર

By GS Team
20 Sep 20266 mins read
TukuTouch Logo
વર્ષ 2026માં વૈશ્વિક સ્તરે, ખાસ કરીને ટેકનોલોજી ક્ષેત્રે, મોટી કંપનીઓ દ્વારા મોટા પાયે છટણી જોવા મળી રહી છે. એમેઝોન અને યુપીએસ જેવી જાયન્ટ કંપનીઓએ 30,000થી વધુ કર્મચારીઓને છૂટા કર્યા છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ખર્ચ ઘટાડવા અને બિઝનેસ મોડલ બદલવા જેવા કારણોસર ઓરેકલ, એડિડાસ, સેમસંગ, ઉબર અને એપલે પણ કર્મચારીઓની છટણી કરી છે. આ વર્ષ 'યર ઓફ જોબ કટ' બની રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

2026માં લે ઓફનો જોબ ખાઉ વાઇરસ, 129488 કર્મચારી ઘરભેગા, નફો અબજોમાં છતાં જોબ કટની કાતર
  • કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા
    ૨૦૨૬નું વર્ષ શરૂ થયું ત્યારથીજ જોબ કટ માટેની કાતર હાથમાં લઇને આવ્યું હોય એમ લાગે છે. વર્ષની શરૂઆતથીજ અમેરિકાનું જોબ માર્કેટ ખોડંગાતું જોવા મળ્યું હતું. ૨૦૨૬ની શરૂઆત ના કેટલાક અઠવાડિયામાં વિશ્વની કેટલીક મોટી કંપનીઓે જોબ કટની જાહેરાત કરવી શરૂ કરી હતી. લે ઓફ જેવા રૂપકડા શબ્દો વાપરીને કર્મચારીઓને રવાના કરી દેવામાં આવતા હતા.કેટલાકને ઇમેલથી જાણ કરાતી હતી તો કેટલાકના નામ નોટીસ બોર્ડ પર ચીપકાવી દેવાતા હતા તો કેટલાકને કંપની દરવાજા પરથીજ વિદાય કરી દેતી હતી.
    નામાંકીત કહેવાતી એમેઝોને ૨૦૨૫ના અંતમાં ૧૪,૦૦૦ની જોબ કાપી હતી અને ૨૦૨૬ની શરૂઆતમાં ૧૬,૦૦૦ની જોબ આંચકી લીધી હતી. ટૂંકમાં એમેઝોને ૩૦,૦૦૦ લોકોને જોબ પર આવવાની ના પાડી દીધી હતી.
    ડિલીવરી જાયન્ટ કંપની યુપીએસએ જાહેરાત કરી છેકે તેમની કંપની ૨૦૨૬માં ૩૦,૦૦૦ લોકોને પાણીચું આપવાની છે. ગયા વર્ષે આ કંપનીએ ૪૮,૦૦૦ લોકોને ના પાડી હતી. ગયા વર્ષ કરતાં આ વર્ષે જોબ કટ ક્ષત્રેે ૪૨ ટકાનો વધારો નોંધાયો છે. માત્ર એમેેઝોન કે યુપીએસએ જોબ કટની તલવાર નથી વિંઝી પણ સિલિકોન વેલીની અનેક કંપનીઓે સંભવિત મંદીને નજરમાં રાખીને કરકસર શરૂ કરી છે.
    ૨૦૨૬નું વર્ષ હજુ પુરૂં નથી થયું. પરંતુ ૨૦૨૬નું વર્ષ યર ઓફ જોબ કટ તરીકે ઓળખાશે એવું લાગે છે. ૨૦૨૬માં ૭ સપ્ટેમ્બર સુધીના આંકડા તપાસીયેતો વિશ્વની ૨૯૬ કંપનીઓમાંથી ટેકનોલોજી સાથે સંકળાયેલા ૧,૨૯,૪૮૮ જેટલા કર્મચારીઓ પર લેઓફની તલવાર વિંઝાઇ છે ટૂંકમાં તેમની જોબ આંચકી લેવાઇ છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ(છૈં )ના વધતા પ્રભાવના કારણે લોકોની જોબ આંચકી લેવાઇ છે એવું નથી કંપનીઓ કરસકરના પગલાં ભરે છે, બિઝનેસ મોડલ બદલતી હોય છે, કંપનીનું મેનેજમેન્ટ બદલાતું હોય, કંપનીના મેનેજમેન્ટમાં ડખા હોય જેવા મુદ્દા પણ કામ કરતા હોય છે. હવેના નવા ટ્રેન્ડ પ્રમાણે જે કંપની ઓછા સ્ટાફ સાથે કામ કરે છે તે વધુ બાહોશ કહેવાય છે.
    જોબ કટ કરતી કંપનીઓ દેવાળીયાની યાદીમાં નથી આવતી પરંતુ તે તગડી કમાણી છોડવા તૈયાર નથી હોતી. દરેકનો નફો અબજોમાં હોવા છતાં તે જોબ કટને મહત્વ આપે છે. કેટલીક કંપનીઓ એવા બહાના કાઢે છે કે ધંંધામાં નુકશાન છે કે યુધ્ધના કારણે મંદી છે કે અમારી કંપનીના માળખામાં ફરેફાર થઇ રહ્યો છે વગેરે..વગેરે. પરંતુ હવે તેમની પાસે જોબ કટના ખુલાસા માટે નવું હથિયાર આવી ગયું છે એન તે છે આર્ટિફિશ્યિલ ઇન્ટેલીજન્સ.
    લેટેસ્ટ જોબ કટ કરનારી કંપનીમાં ઓરેકલ અને અદિદાસનો.સમાવેશ થાય છે. ઓરેકલે ૩૦,૦૦૦ લોકોને કંપનીમાંથી એક જ દિવસમાં પાણીચું આપી દીધું હતું.
    ફોક્સ વેગન ૨૦૩૦ સુધીમાં ૫૦,૦૦૦ લોકોની જોબ આંચકી લેશે
    ફોક્સવેગન વિશ્વના સૌથી મોટા કાર ઉત્પાદકની યાદીમાં આવે છે. આગામી દાયકામાં તે એક લાખ જોબ કાપી નાખશે. ફોક્સવેગન પાસે જે બ્રાન્ડ છે તેમાં ઓડૂ, પોર્શ, સ્કોડા, સીયેડ, બેન્ટલી અને લોમ્બાર્ગીનીનો સમાવેશ થાય છે. ચીનથી આવતી ઇલેકટ્રીક કારનો કંપની સામનો કરી શકતી નથી.
    ….. સેમસંગ કંપનીઓ તેના ૧૦૦ જેટલા એક્ઝિક્યુટીવ સ્તરના સ્ટાફને નોકરીમાંથી મુક્ત થયા છો એવું ફરફરીયું હાથમાં પકડાવી દીધું છે. સેમસંગે કહ્યું છેકે અમે ખર્ચ ઘટાડવા માંગીે છીયે, અમારા ઉત્પાદનોની માંગ પણ ઘટી છે તેમજ અમે ભારતનું યુનિટના માળખામાં ફરેફાર કરવા માંગીયે છીયે. સેમસંગનું નામ ઘેર ઘેર જાણીતું છેે પરંતુ કંપનીની અંદર ચાલતી ઉથલપાથલોની ખબર કોઇ જાણી શકતું નથી. તબક્કાવાર નોકરી છીનવી લેવાશે જેથી કામકાજ પર કોઇ અસર ના પડે. સેમસંગ ત્રણ મહિનાનો પગાર તેમજ દર વર્ષની જોબનો એક મહિનાનો પગાર એટલેકે પાંચ વર્ષની જોબ હોય તો પાંચ વધારાના પગાર આપશે.
    …..ઓરેકલ કંપનીએ તેમના કેટલાક સ્ટાફને લખ્યું હતું કે આજે તમારો છેલ્લો દિવસ છે. ૩૦,૦૦૦ લોકોની જોબ ઓરેકલે આંચકી લીધી છે જેમાં ૨૫૦૦ જેટલા ભારતીયોનો પણ સમાવેશ થાય છે.
    …..અદિદાસે તેના ઇન્ડિયન એકમમાંથી ૨૦ ટકા લોકોને છૂટા કર્યા છે. ઇન્ડિયા ટેકહબમાંથા બહુ મોટાપાયે છટણી કરાઇ હોવાના અહેવાલો મળે છે. ઇન્ડિયા ટેક હબ ગુરૂગ્રામમાં છે.
    …..ઉબર, પે-પાલ,અને એપલે છેલ્લા ૧૦ દિવસમાં ૬,૩૦૦ જેટલી ટેકનીકલ જોબને આંચકી લીધી છે. ટેકનોલોજી કંપનીઓ જોબ કટ માટે ટ્રીમાંગ શબ્દ વાપરે છે. એટલેકે વધારાના કર્મચારીઓને બાય કહી રહી છે.સપ્ટેમ્બર ૨૦૨૬ના પહેલા સપ્તાહમાંજ આ કંપનીઓે ૬,૩૦૦ ટેકનીશ્યનોને લે ઓફના લેબલ હેઠળ ના પાડી દીધી છે. તેની પાછળના કારણોમાં ખર્ચ ઓછો કરવો, આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સીની અસર તેમજ માળખામાં ફેરફારનો સમાવેશ થાય છે. સૌથી વધુ ૩,૩૦૦ જોબ ઉબરે કાપી છે.
    ….. પે પાલે તેના ભારતના યુનિટમાંથી ૪ ટકા વર્કફોર્સ ઓછો કર્યો છે. એટલેકે ૨૦૦ લોકોની નોકરી આંચકી લીધી છે. કંપની કહે છેકે અમે સ્ટાફ ઓછો કરીને બાકીનાઓની કાર્યક્ષમતા વધારવા માંગીએ છીયે. જેમની જોબ લેવાઇ છે તે લોકોે સીરી તેમજ વિઝન પ્રોમાં કામ કરતા હતા.કંપની છૈં પાવર પ્રોડક્ટ પર વધુ ધ્યાન આપવા માંગે છે.પે પાલ કહે છેકે અમે તો પહેલાંથીજ કહ્યું હતું કે અમે જ્યારે ટ્રાન્સફોર્મેશન અપનાવીશું ત્યારે જોબ કાપીશું.
    …..એપલ કહે છેકે અમે નવી ટેકનોલોજી પર સતત ભાર મુકતા આવ્યા છીયે.અમે ટેકનોલોજી સાથે સંકળાયેલા લોકોને વધુ પ્રાધાન્ય આપીએ છીયે. અમને ઇનેવેટીવ કામ કરનારા ગમે છે. અમે અનેક ને તક આપી છે પરંતુ દરેક સંતોષકારક કામ આપી શકતા નથી.
    ટેકનોલોજી સાથે સંકળાયેલી કંપનીઓના એક સમુહને ખછછસ્શય્ ફર્મસના નામે ઓળખાય છે.જેમાં મેટા,એમેઝોન, એપલ, માઇક્રોસોફ્ટ, નેટફ્લિક્સ,ગુગલ અને તેમની સાથે સંકળાયેલી પેટા કંપનીઓનો સમાવેશ થાય છે. આ કંપનીઓ એમ કહેતી હોય છે કે અમે ૨૦૨૬માં ૧૩,૬૦૦ જેટલી નવી જોબ ઉભી કરીશું. નવી જોબ ઉભી કરવાની વાતોમાં આ કંપનીઓ બહુ ઉસ્તાદ હોય છે પરંતુ જોબ કાપતાં કે લોકોને ઓન ધ સ્પોટ કાઢી મુકતાં ક્યારેય શરમાતા નથી. આ કંપનીઓ જેટલી નવી જોબ ઉભી કરી છે તેના કરતાં પાંચ ગણા લોકોની નોકરી આંચકી લે છે.
    લે ઓફના રાક્ષસ અનેકની જોબ ગળી રહ્યો છે. ચિંતાની વાત તો એ છે ેકે જે કંપનીઓના બહોળા નફાના અહેવાલો ફ્રન્ટપેજ ન્યૂઝ તરીકે ચમકે છે એવી કંપનીઓ પણ જોબ કટની તલવાર વારંવાર બહાર કાઢે છે. ટેકનોલોજી કંપનીઓ, બેંકિં ગ ક્ષેત્ર, સિલિકોન વેલીની કંપનીઓ, ટેલિકોમ, ફાયનાન્સ વગેરે કંપનીઓ ભારતમાં કરોડોની કિંમતે ઓફિસો લીઝ પર રાખતી કંપનીઓ પોતાના કર્મચારીઓને રાતારાત કાઢી મુકે છે.
    કોરોના કાળ પછી જોબ કટનો ટ્રેન્ડ વધ્યો છે. હવે તો એવું લાગે છેકે વાઘ લોહી ચાખી ગયો છે અને તે માનવભક્ષી બની ગયો છે. એમ જોબ કટ કરવા કંપનીઓ ટેવાઇ ગઇ છે અને તે જોબભક્ષી બની ગઇ છે. ૨૦૨૫માં એમેઝોને તગડો નફો કર્યો હોવા છતાં જોબ કટ માટે બહુ ઉત્સાહીત હોય છે.
    અમેરિકમાં જે લોકોની જોબ જાય છે તેમને થોડો સમય રાહત પેટે અડધા પગારે રાખવામાં આવે છે જેથી તે આર્થિક સંકટમાં મુકાઇ ના જાય. જોકે હવે તો આવી સિસ્ટમ પણ બંધ થઇ ગઇ છે. ટેકનોલોજી કંપનીઓમાં જોબ કરનારનું નસીબ ક્યારે પલટી મારે તે કહી શકાય નહીં એવી સ્થિતિ છે. કોરોના કાળ પછી બિઝનેસમાં વધારો જોવા મળ્યો ત્યારે જોબની ડિમાન્ડ પણ ઉભી થઇ હતી. પરંતુ ત્યારબાદ યુધ્ધ વગેરેના કારણે મંદીેએ પ્રવેશ કરતાંજ જોબ કટનું શસ્ત્ર ઉગામાયું હતું.
    જોબ કટના રાક્ષસને નાથી શકાય એમ નથી કેમકે કોઇ કંપની ખોટ ખાવા તૈયાર નથી હોતી. સરકાર વચ્ચે પડે એમ નથી કેમકે કંપનીઓ જોબ આપતાં પહેલાંજ તેમની ગમે ત્યારે હકાલપટી થશે તે ફોર્મમાં સહી કરી આપે છે.
  • ગુજરાતની અનેક કંપનીઓમાં સ્ટાફની
    ઉંમરની પણ કોઇ મર્યાદા નથી હોતી
    જોબ કટનો વાઇરસ ભારતમાં પણ પ્રવેશેલો છે. ભારતની કોઇ કંપની ઓરોકેલની જેમ એક સાથે ૩૦,૦૦૦ લોકોની જોબ આંચકી લેવાનું વિચારતી નથી. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન વગેરે રાજ્યની પ્રાઇવેટ કંપનીઓમાં જોબ કટનો વાઇરસ જોવા મળતો નથી. કોરોના કાળમાં દરેકે આર્થિક ફટકાનો સામનો કર્યો હતો પરંતુ કોઇ કંપનીએ સાગમટે સ્ટાફની હકાલપટ્ટી નથી કરી. ગુજરાતની અનેક કંપનીઓમાં સ્ટાફની ઉંમરની પણ કોઇ મર્યાદા નથી હોતી. અનેક કર્મચારીઓ ૬૦ વર્ષની ઉપરના હોય છે. કેટલીક કંપનીઓ કર્મચારી ઇચ્છે ત્યાં સુધી જોબ કરી શકે છે એમ કહે છે. કેટલીક કંપનીઓમાં સ્ટાફને જેબમાંથી ક્યારેય કાઢી મુકવામાં નથી આવતા. કેટલીક કંપનીઓ જાહારમાં કહે છેકે અમે કોના નસીબનું કમાઇએ છીએ તેની અમને ખબર નથી.
    જોબ કટમાં પારવધી બનેલી ટેકનોલોજી કંપનીઓને એ ખબર નથી કે તેમના સ્ટાફના બુધ્ધિ કૌશલ્યના કારણે તેમની કંપની સારી ચાલી રહી છે. જોબ કટનો વિકલ્પ પણ છે જેમકે ઓછા પગારે નોકરીનો ઓફર કરવી કે ઇન્સન્ટીવમાં ઘટાડો કરવો કે બે ત્રણ મહિનાની મુદત આપવી વગેરે. ભારતની કંપનીના માલિકોમાં જે માનવતા અને સ્ટાફને કેર કરવાની ભાવના છે તેનેા છાંટો પણ અમેરિકી ટેકનોલોજી કંપનીઓમાં જોવા નથી મળતો.