બિરલા ગૃપ પાસે લગડી બ્રાન્ડ
કુમાર મંગલમ બિરલાના વડપણ હેઠળનું આદિત્ય બિરલા ગૃપ ફોર્ચ્યુન ૫૦૦ કંપનીમાં આવે છે. આ ગૃપ પાસે ફોરએવર-૨૧ થી વેન હુસેન જેવી ૧૦ જેટલી ફેશન અને લાઇફ સ્ટાઇલ જેવી ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે. જેમાં ટેડ બેટર,સિમોન ક્વાર્ટર, પેન્ટાલૂન્સ વગેરેનો સમાવેશ થાય છે. છેલ્લા સાત દાયકાથી બિરલા ગૃપ દેશના ટોપ ગૃપમાંનું એક છે. વિવિધ ક્ષેત્ર જેવાં કે ફાઇબર, કેમીકલ, ટેક્સટાઇલ, ટેલિકોમ, ફેશન રીટેલમાં પ્રભાવ ઉભો કર્યો છે. બિરલા ગૃપ પાસેની અન્ય બ્રાન્ડમાં લીનન ક્લબ, ફ્રેશ વ્રેપ ફોઇલ્સ, આદિત્ય બિરલા ફેશન એન્ડ રીટેલ લિમીટેડ (ABFRL) જેનું વેચાણ ૧૨,૪૧૮ કરોડનું છે.
એપલે બેંગલુરૂમાં ૧૫ માળની ઓફિસ ખરીદી
ભારતમાં એપલ પોતના પગ મજબૂત કરી રહ્યું છે. તાજેતરમાં એપલે ૧૫ માળની ઓફિસ ખરીદી છે. જે કર્ણાટકના બેંગલુરૂના મધ્યમાં મિન્સક સ્કેવર ખાતે આવેલી છે. મુંબઇ અને હૈદ્રાબાદમાં પણ એપલની ઓફિસ છે અને હવે તે બેંગલુરૂમાં પણ શરૂ કરશે. ૧૫ માળની આ ઓફિસમાં ૧૨૦૦ જેટલો સ્ટાફ બેસી શકશે જેમાં કાફે અને વેલનેસ માટેની પણ સવલતો ઉભી કરાશે. કંપનીના નવા સંશોધનો માટેની લેબ પણ ત્યાં ઉભી કરાશે. એપલનો બિઝનેસ સોફ્ટવેર, હાર્ડવેર,કસ્ટમર સપોર્ટ વગેરે સાથે સંકળાયેલો છે.
રોલ્સ રોયના પ્રેસિડેન્ટની પ્રફૂલ્લીત જીવન જીવવાની ચાવી
રોલ્સરોય કારના ભારત અને સાઉથ એશિયાના પ્રેસિડેન્ટ કિશોર જયરામે બિઝનેસ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને ટેન્શનવાળી જીંદગી જીવવાના બદલે રોજીંદા જીવનની લાઇફ સ્ટાઇલ બદલવાની ગુરૂ ચાવી બતાવી છે. તે કહે છે કે રોજીંદુ જીવન અને બિઝનેસનું ટેન્શન બંને સાથે ચાલતા હોય છે. તે માને છે કે બિઝનેસ ક્ષેત્ર સાથે સંકાળાયેલાનું જીવન ફૂગ્ગા જેવું હોય છે. જે એક તરફ દબાઓ તો બીજી તરફ ફૂલે છે. એમ જો તમે બિઝનેસ ક્ષેત્રે ટેન્શન વધારો તો તેની અસર રોજીંદા જીવન પર પણ પડે છે. માટે જો તંદુરસ્ત જીવન જીવવું હોય તો રોજીંદુ જીવન અને બિઝનેસના ટેન્શનને એક સરખો ન્યાય આપો. લાંબુ જીવવું હોય તો બિઝનેસનું ટેન્શન ઓછું કરો અને ઓછું તેમજ રોગિષ્ઠ જીવવું હોય તો ટોન્શનને માથે લઇને ફર્યા કરો.
માલદીવ્સની ટિકિટ કેન્સલ કરાવનારને વિનામૂલ્યે છોલે ભટૂરે
માલદીવ્સની ટ્રીપ કેન્સલ કરનારાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યોે છે. લોકો લક્ષદ્વીપ પર ડાયવર્ટ થઇ રહ્યા છે. ભારતના વડાપ્રધાનની ટીકા કરવાનું માલદીવ્સ માટે આર્થિક ફટકા સમાન સાબિત થયું છે. માલદીવ્સને ભૂતકાળમાં આર્થિક સહીતના મુદ્દે ભારતે સહાય કરી છે પરંતુ માલદીવ્સના નવા પ્રમુખ ચીન તરફી છે. ભારત સાથે સંબંધો બગાડીને માલદીવ્સે મોત નોંતર્યું છે. ભારતમાં નોઇડા ખાતેની એક ચેઇન રેસ્ટોરાંએ નવી સ્કીમ કાઢી છે. જેમાં જે લોકો માલદીવ્સનું બુકીંગ કેન્સલ કરાવીને લક્ષદ્વીપ જનારને સ્પેશ્યલ છોલે ભટૂરે મફત આપવાની જાહેરાત કરી છે.
દોઢ કરોડની સંપત્તિ માત્ર ૧૦૫ રૂપિયામાં વેચાઇ
ઇગ્લેન્ડના લીવરપુલમાં એક મકાનની હરાજી યોજાઇ હતી. જેમાં ટોચના હરાજી એજન્ટો હાજર હતા. આ સંપત્તિ ૧,૩૯,૦૦૦ પાઉન્ડની હતી અટલેકે અંદાજે દોઢ કરોડ રૂપિયાની હતી. સૌના આશ્ચર્ય વચ્ચે તે મિલ્કત માત્ર ૧૦૫ રૂપિયામાં વેચાઇ છે. મકાનમાં ૨૪ કલાકની સિક્યોરિટી, સર્વેલન્સ કેમરા જેવી સવલતો હતી. તે વિસ્તારમાં ફ્લેટ ૩૮,૦૦૦ રુપિયાના ભાડે મળે છે છતાં મિલ્કત લેવા કોઇ તૈયાર નહોતું કેમકે સંભવિત મંદીની અસર છે અને લોકો પાસે રોકડ નથી એવું કારણ બતાવાયું છે.