કુવૈતની કરંસી વિશ્વમાં સૌથી ઉંચી અમેરિકા દશમાં નંબરે આવે છે...

Updated: Jun 16th, 2024


Google NewsGoogle News
કુવૈતની કરંસી વિશ્વમાં સૌથી ઉંચી અમેરિકા દશમાં નંબરે આવે છે... 1 - image


- દક્ષિણના રાજ્યોના કામદારો કુવૈત જવા તલપાપડ હોય છે, સમૃધ્ધ અમેરિકા છે પરંતુ કરન્સીમાં અખાતી દેશો ટોપ પર

-  કુવૈતની વસ્તી ૪૮ લાખ લોકોની છે (અમદાવાદ કરતાં પણ ઓછી) જેમાં ૨૧ ટકા ભારતીયો છે

- ભણવા માટે કોઇ કુવૈત નથી જતું. દરેકની નજર કમાણી પર હોય છે. અમેરિકી ડોલર દશમાં ક્રમે હોવા છતાં અમેેરિકા જવા સૌથી મોટી લાઇન જોવા મળે છે

- ભારતનો કામદાર વિદેશ જોબ માટે જાય ત્યારે તેને સલામત રહેવાનું અને ખાવાની સવલત મળશે તેને ખાત્રી મળવી જોઇએ

કુ વૈત અગ્નિકાંડની ટ્રેજેડી ભૂલી શકાય એમ નથી. ભારતમાં પોતાનો પરિવાર છોડીને અખાતી દેશોમાં જતા ભારતીયો ત્યાં ભગવાન ભરોસો રહેતા હોય છે. જ્યારે ૪૯ ભારતીયોએ જાન ગુમાવ્યા છે ત્યારે ત્યાં રહેતા ભારતીયોની કન્ડીશન પર ચર્ચા શરૂ થઇ છે. ઉત્તરપ્રદેશ અને કેરળના ગામોમાં અખાતી દેશોમાં ખાસ કરીને કુવૈત જવા માટે લાઇનો લાગે છે. કુવૈતની ઉંચી ઇમારતો અને લકઝરી લાઇફ સ્ટાઇલ પાછળ ભારતના કામદારોનો પરસેવો રહેલો છે. 

કુવૈત અને અખાતી દેશોમાં કામ માટે જતા લોકોનો મૂળ આશય પૈસા કમાઇને પોતાના વતનમાં મોકલવાનો હોય છે. તેમની રહેવાની વ્યવસ્થા વગેરે હંમેશા ચિંતાનો વિષય બની રહ્યો છે. કુવૈતમાં જ્યાં આગ લાગી હતી ત્યાં વધુ ભાડાં મેળવવા રહેવાની ક્ષમતા કરતાં વધુ લોકોને રાખવામાં આવ્યા હતા. 

કુવૈતમાં ભારતના કામદારોને ભાડે મકાન આપવાનો બિઝનેસ ચાલે છે. દરેક પૈસા કમાવવા આવ્યા હોઇ સસ્તા ભાડાની જગ્યા શોધે છે. જેના કારણે ૧૦બાય૧૨ની રૂમમાં ૧૨થી ૧૫ લોકો રહે છે.  કુવૈતની વસ્તી ૪૮ લાખ લોકોની છે (અમદાવાદ કરતાં પણ ઓછી) જેમાં ૨૧ ટકા ભારતીયો છે. આ ૨૧ ટકા ભારતીયો પૈકી ૧૯ ટકા તો કામદારો છે જેમનો કુવૈત આવવાનો મૂળ હેતુ પૈસા કમાઇને ભારત તેમના વતનમાં મોકલીને પોતાના કુટુંબને સુખી કરવાનો હોય છે.

જ્યારે આગની ધટના બનીકે તરતજ ભારતના રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન કિર્તી વર્ધન સિંહ આગમાં ઇજા પામેલાઓની મુલાકાતે પહોંચ્યા હતા.

અખાતી દેશોમાં ભારતના કામદારોની વસ્તી સતત વધી રહી છે. અખાતી દેશોના ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ ભારતના કામદારો આધારીત હોય છે. કુવૈતમાં ભારતના કામદારોનું નથી કોઇ યુનિયન કે નથી કોઇ તેમનો પ્રતિનિધી. અખાતી દેશોમાં ભારતીયોને કામ પર રાખતી કંપનીઓ કામદારોની સિન્ડીકેટ કે યુનિયન ઉભું થવા દેતી નથી. દરેકને જોબ પર રાખતા પહેલાં યુનિયન ઉભું નહીં કરવા સૂચના અપાય છે.

કુવૈતમાં કામ કરતા મોટા ભાગના ભારતના કામદારો સુથાર, કડીયા, ઘરકામ કરનારા, ફૂડ ડિલીવરી કરનારા, ડ્રાઇવર્સ, ક્રેન ઓપરટેર્સ જેવા સેમી સ્કીલ્ડ લોકો હોય છે. કેટલાક લોકો એન્જીન્યર,ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ,આર્કીટેક, નર્સ જેવી જોબ પણ કરતા હોય છે. તેમની રહેણી કરણી થોડી સમૃધ્ધિ સાથે વણાયેલી હોય છે.

અખાતી દેશોમાં ભારતના કામદારોની ડિમાન્ડ છે. કેમકે આ લોકો એકલા કામ કરવા આવે છે અને વધુ પૈસા કમાવવા વધુ કલાક પણ કામ કરે છે. અખાતી દેશોમાં જવા લાઇન એટલા માટે લાગે છે કે ત્યાં પગાર ઓેછા છે પરંતુ તેની કરંસીના ભાવ વિશ્વમાં સૌથી ઉંચા છે. અનુભવી લેબર માટે અખાતી દેશો ભારતમાં ંએજન્ટો રાખે છે જે અખબારોમાં જાહેરાત આપીને ઇન્ટરવ્યૂ રાખે છે.

કુવૈતમાં ૬૪ પ્રકારના કામ એવા છે કે જેમાં ભારતમાં મજૂરી કામ કરતા સેમી સ્કીલ્ડ લોકો કામ પર રખાય છે. કુવૈતમાં સુથાર -કડીયા જેવા કામ કરતા લોકોને ઓછામાં ઓછું વેતન ૧૫૦૦ થી ૨૦૦૦ દીનાર જેટલું મળે છે. ઘર કામ જાણતા કામદારોને કુવૈતમાં વધુ વેતન મળે છે.

અહીં યાદ રહે કે ભણવા માટે કોઇ કુવૈત નથી જતું. દરેકની નજર કમાણી પર હોય છે.વિશ્વની કરંસીમાં અમેરિકી ડોલર દશમાં ક્રમે હોવા છતાં અમેેરિકા જવા સૌથી મોટી લાઇન જોવા મળે છે.

અખાતી દેશોમાં કામદારોના કેટલાક માલિક તેમના પાસપોર્ટ જપ્ત કરી લે છે જેથી કે લોકો ગમે ત્યારે નોકરી છોડીને જતા ના રહે. વિદેશમાં મજૂરી માટે ગયેલા લોકોને વિવિધ રીતે શોષણનો ભોગ બનવું પડે છે.

કુવૈતમાં જ્યાં આગની ધટના બની છે તેની નજીક મોટું કન્સટ્રકશન કામ ચાલે છે તેના મજૂરો આ દુર્ધટના ગ્રસ્ત મકાનમાં રહેતા હતા.

 એક અહેવાલ અનુસાર  છ ગલ્ફ કોઓપરેશન કાઉન્સીલ (ય્ભભ)માં ભારતના કામદારોની ૪૮,૦૪૯ ફરિયાદો મળી હતી. તેમાં ૨૩,૦૨૦ ફરિયાદો તો કુવૈતની હતી. જેમાં નક્કી કરેલા વેતન પ્રમાણે નાણા ન મળવા, ફૂડની વ્યવસ્થા ના હોવી,કામના સ્થળે હેરાનગતી વગેરેનો સમાવેશ થાય છે. ક્લાઇમેટ ચેન્જની અસર પણ કુવૈતના માઇગ્રન્ટ વર્કર પર થતી હોય છે.

૩૦ જુલાઇ ૨૦૨૩ના એક રિપોર્ટ અનુસાર હીટવેવ દરમ્યાન ભારતના કામદારો માટેનું શેલ્ટર (પતરાનું ઝૂંપડું) એક ઝાડ નીચે હતું. ત્યારે કામદારો સખત્ ગરમીમાં દાઝતા હતા અને તેમના પરિવારને ઝૂંપડીમાં પુરાઇ રહેવું પડતું હતું.

એટલેજ કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યં છે કે મજૂરી કામ અર્થે વિદેશ જતા ભારતના કામદારોને વિદેશમાં રહેવાની અને જમવાની સારી સવલતો મળી રહે તે માટેના પ્રયાસો કરતું એક બીલ તૈયાર કરવા મેં પાંચ વર્ર્ષ પહેલાં રજૂઆત કરી હતી પરંતુ તે બાબતે હજુ સધી કોઇ પગલાં લેવાયા નથી. થરૂરે કહ્યું છે કે જ્યારે ભારતનો કામદાર વિદેશ જોબ માટે જાય ત્યારે તેને સલામત રહેવાનું અને ખાવાની સવલત મળશે તેને ખાત્રી મળવી જોઇએ.

ભારતમાં બેરોજગારી એટલા મોટા પાયે છે કે લોકો જોખમ ઉઠાવીને પણ અખાતી દેશોમાં જવા તૈયાર થઇ જાય છે. ભારતના દક્ષિણ સહીતના ખાસ કરીને કેરળ અને તમિળનાડુના કામદારો મજૂરીકામ અર્થે અખાતી દેશોમાં પ્રસરેલા છે. દરેકને કુવૈત જવું હોય છે કેમકે કુવૈતના ચલણ દીનારનો (ણઉઘ) ભાવ ૨૭૧ રૂપિયાછે. વિશ્વના દેશોના ચલણમાં કુવૈતના દીનારનો ભાવ સૌથી વધારે છે.  અમેરિકા ભલે સમૃધ્ધ હોય પરંતુ તેની કરંસીનો (અમેેરિકી ડોલર)ભાવ વિશ્વમાં દશમા નંબરે છે.

કુવૈત જતા ભારતના મજૂરને મહિને ૨૦૦૦ દીનાર મળે તો ભારતીય ચલણ પ્રમાણે તેના ૨૦૦૦+ ૨૭૧.૫૬ પ્રમાણે અંદાજે ૫૪,૦૦૦ રૂપિયા થાય. તેમાંથી તે તેના વતનમાં અડધા પૈસા મોકલે તો પણ વતનમાં રહેલા પરિવાર અને પોતે સારું જીવન જીવી શકે. આટલા પૈસા તેને ભારતમાં કોઇ કાળે નથી મળવાના.

 વિશ્વની ટોપ ટેન કરંસી...

કુવૈતી દીનાર (KWD)

૨૭૧.૫૬

બહારીની દીનાર (BHD)

૨૨૧.૪૩

ઓમાની રીયાલ (OMR)

૨૧૬.૮૫

જોર્ડેનીયન દીનાર (JOD)

૧૧૭.૮૦

ગીબ્રાલ્ટર પાઉન્ડ (GIP)

૧૦૪.૯૨

બ્રિટીશ પાઉન્ડ (GBP)

૧૦૪.૯૨

કેમેન આઇલેન્ડ ડેાલર (KYD)

૧૦૦.૩૮

સ્વિસ ફ્રેન્ક (CHF)

૯૨.૨

યુરો (EUR) 

૮૯.૮૮

૧૦

અમેરિકી ડોલર  (USD)

૮૩.૪૭


Google NewsGoogle News