Get The App

GST હેઠળની વસુલાત સાથે સંકળાયેલ અગત્યના કાયદાઓની મુખ્ય જોેગવાઈઓ

Updated: Jan 20th, 2025


Google NewsGoogle News
GST હેઠળની વસુલાત સાથે સંકળાયેલ અગત્યના કાયદાઓની મુખ્ય જોેગવાઈઓ 1 - image


- GST નું A to Z - હર્ષ કિશોર

- બાઈફરનો એકમાત્ર હેતુ માંદા ઔદ્યોગિક એકમોને ફરીથી બેઠા કરવા અને એ માટે ઓપન માર્કેટમાંથી કે અન્ય રીતે જો નાણાની વ્યવસ્થા થઈ શકે તો તે માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો.

આપણે જાણીએ છીએ કે જીએસટી, એ કરવેરાને લગતો એક અલગ કાયદો છે. પરંતુ વેપાર સાથે બેંકો, જમીન, લોન, જામીનગીરી, વગેરેના મુદ્દા પણ સંકળાયેલ હોય છે. સામાન્ય રીતે જો વેપારી પોતે વેરાના માંગણાની રકમ ભરી દે તો આપણે BIFR/NCLT કે જમીન મહેસુલ રાહે વસુલાત માટે કોઈ કાર્યવાહી કે અલગ પ્રયત્નો કરવાના રહેતા નથી. 

પરંતુ કેટલાક કિસ્સામાં જ્યારે વેપારી/પેઢી સરકાર અને અન્ય લેણદારોની રકમ ચૂકવી ન શકે ત્યારે આપણે GST સિવાય કેટલાક અન્ય કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવાની થાય છે જેની પ્રાથમિક વિગતો આજે આપણે જાણીશું.

ભૂતકાળ : The Insolvency and Bankruptcy Code, ૨૦૧૬ (IBC) અમલમાં આવ્યો તે પહેલા Sick Industrial Companies (Special provisions) Act, ૧૯૮૫ અને Sick Industrial Companies (Special provisions) Amendment Act, ૧૯૯૩ તથા The Recovery of Debts due to Banks and Financial Institutes Act, ૧૯૯૩ તેમજ Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, ૨૦૦૨ (SARFAESI)નો અમલ થતો હતો. વર્ષ ૨૦૧૬થી IBCનો તબક્કાવાર અમલ શરુ થવાથી આપણા માટે કેટલીક નવી બાબતો જાણવાની થઇ. 

વ્યાખ્યા : સરકાર દ્વારા માંદા ઔદ્યોગિક એકમોની સૌપ્રથમ વખત Sick Industrial Companies (Special provisions) Act, ૧૯૮૫ (SICA)ની વ્યાખ્યા કલમ ૩(ઓ) માં આ પ્રમાણે કરવામાં આવેલ હતીઃ 'an industrial company (being a company registered for not less than five years) which has at the end of any financial year accumulated losses equal to or exceeding its entire net worth.' આ કાયદો તિવારી કમિટીની ભલામણોના આધારે લાવવામાં આવ્યો હતો. આ કાયદા થકી માંદા ઔદ્યોગિક એકમોને લગતા પ્રશ્નો તેમજ તેને બેઠા કરવા માટે નીચે મુજબની બે સંસ્થાની સ્થાપના થઈ :

૧. કલમ ૪ મુજબ Board for Industrial and Financial Reconstruction (BIFR) અને 

૨. કલમ ૫ મુજબAppellate Authority for Industrial and Financial Reconstruction (AAIFR)

કામગીરી : બાઈફરનો એકમાત્ર હેતુ માંદા ઔદ્યોગિક એકમોને ફરીથી બેઠા કરવા અને એ માટે ઓપન માર્કેટમાંથી કે અન્ય રીતે જો નાણાની વ્યવસ્થા થઈ શકે તો તે માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. 

SICAના કાયદા મુજબ માંદા ઔદ્યોગિક એકમો માટે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ થકી ઔદ્યોગિક એકમની માંદગીની વિગતો ફરજિયાત પણે બાઈફરના ધ્યાને લાવવાની થતી હતી. માંદા ઔદ્યોગિક એકમને એક વાજબી સમયમાં બેઠું કરવા માટે જરૂર પડે કંપનીનું મેનેજમેન્ટ હાથમાં લેવું અને તંદુરસ્ત એકમ સાથે તેનું માર્જર કરાવવું અન્યથા પછી લીક્વીડેશનની ભલામણ કરવા જેવી કામગીરી BIFR કરતુ હતું. જ્યારે કોઈ કંપની BIFRના આદેશ/નિર્ણયથી નારાજ હોય તો તેને AAIFR સમક્ષ અપીલ કરવાની જોગવાઈ પણ SICAના કાયદા હેઠળ કરવામાં આવેલ હતી.

પ્રશ્નો : શરૂઆતના દસ-બાર વર્ષમાં BIFRની કામગીરી સારી રહી અને ઘણા એકમોના પુનર્ગઠનના અને વાઈન્ડીંગ અપના પ્લાન મંજુર કરવામાં આવ્યા. પરંતુ સમય જતા નાણાકીય અને અન્ય સંસાધનો BIFRની ધીમી કામગીરીને કારણે બ્લોક થવા લાગ્યા અને કેટલીક કંપનીઓ સરકારી એજન્સીઓના વસુલાતના પગલાંથી બચવા માટે બાઈફરમાં જઈને રજીસ્ટ્રેશન કરાવીને લાંબો સમય પસાર કરવા લાગી. કારણ કે SICAની કલમ ૨૨ અને અન્ય જોગવાઈઓ હેઠળ બાઈફરને ઘણી સત્તાઓ મળેલ હતી. સામે ટેક્સિંગ ઓથોરિટીઝને માંદા ઔદ્યોગિક એકમ સામે વસુલાતના આકરા પગલા લેવાની મનાઈ થઈ જતી હતી. તેથી 'સ્ટેટસ કો' જાળવવામાં ઘણી કંપનીઓ ઇરાદાપૂર્વક રિવાઇવલ પ્લાન અને BIFR ની સુનાવણીમાં ઈરાદાપૂર્વક મોડું કરતી હતી અને એકવાર બાઈફરનો આદેશ આવી જાય તો ફરી SICAની કલમ ૨૫ મુજબ ૪૫ દિવસમાં AAIFRમાં જઈને વધારાનો સમય લેતી હતી.

BIFR/AAIFR રદઃ SICAની બિન-અસરકારક કામગીરી ધ્યાને આવતા સરકારે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ શ્રી બાલકૃષ્ણ ઈરાડીની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી. આ કમિટીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે હાલનો SICA રદ કરવો જોઈએ અને જરૂરી તેમજ લાગુ પડતી જોગવાઈઓ કંપની એક્ટ ૧૯૫૬માં દાખલ કરવી જોઈએ. ત્યારબાદ વર્ષ ૨૦૦૧ માં શ્રી એન. એલ. મિત્રાની અધ્યક્ષતા વાળી સલાહકાર સમિતિએ એવી ભલામણ કરેલ કે BIFR અને AAIFR ને રદ કરવામાં આવે. ત્યારબાદ સરકાર ૨૦૦૩માં Sick Industrial Companies (Special provisions) Repeal Act, ૨૦૦૩નો કાયદો લાવી અને છેવટે પહેલી ડિસેમ્બર ૨૦૧૬ ના રોજ SICAનો કાયદો રદ થયો અને તેની જોગવાઈઓનો સમાવેશ કંપની ધારો, ૨૦૧૩માં થયો. કુદરતી રીતે જોઈએ તો જે સંસ્થાઓ અન્ય માંદા ઔદ્યોગિક એકમોને બંધ થતાં રોકવા માટે રચાયેલ હતી તે પોતે માંદી થઈને બંધ થઈ ગઈ.

IBCની શરૂઆત : વર્ષ ૨૦૧૬ માં કંપની ધારા, ૨૦૧૩માં ધરખમ ફેરફારો કરવામાં આવે છે અને The Insolvency and Bankruptcy Code, ૨૦૧૬ (IBC)નો કાયદો ઘડવામાં આવે છે. આઇબીસી એક સર્વગ્રાહી ફ્રેમ વર્ક છે જેમાં ઇનસોલવંસી અને બેંકરપ્સીને લગતી કાર્યવાહી કરવામાં આવે છે. તેનું ફ્રેમવર્ક અને કામગીરી બે ભાગમાં વહેંચાયેલી છે. રેગ્યુલેટરી કામ The Insolvency and Bankruptcy Board of India (IBBI) કરે છે અને એદ્જુડીકેશનનું કામ NCLT તથા DRT કરે છે. કોર્પોરેટ કંપનીઓ માટે તેમજ લિમિટેડ લાયાબિટી પાર્ટનરશીપ (LLP) માટે NCLT કાર્યરત છે. જ્યારે નોન-કોર્પોરેટ્સ, વ્યક્તિગત પેઢી અને ભાગીદારી પેઢી માટે DRT કાર્યરત છે. IBCની કલમ ૩(૭) મુજબ કોર્પોરેટ પર્સનમાં Bank, Financial Institutions, Insurance Company, Asset Reconstruction Company, Mutual Funds, Collective Investment Schemes or Pension Fundsનો સમાવેશ થતો ન હોઈ આ કોડ તેમને લાગુ પડતો નથી. 

DRT વિષે : આમ તો DRTની સ્થાપના Recovery of Debts and Bankruptcy Act, ૧૯૯૩ હેઠળ થયેલી હતી. હવે તેની જોગવાઈઓ કંપની ધારા ૨૦૧૩ માં સમાવવામાં આવેલ છે. 

IBBI: The Insolvency and Bankruptcy Board of India (IBBI)ની સ્થાપના ૧ ઓક્ટોબર, ૨૦૧૬ નાં રોજ થયેલ છે. તે Insolvency Professional Agencies (IPA), Insolvency Professionals (IP) and Information Utilities (IU), વગેરેની કામગીરીને રેગ્યુલેટ કરે છે.

SARFAESI Act: Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act of ૨૦૦૨માં પણ વર્ષ ૨૦૧૬માં કેટલાક સુધારા કરવામાં આવેલ. આ કાયદો અસુરક્ષિત લોનને, રૂ એક લાખની નીચેની લોનને અથવા જ્યાં મૂળ રકમના પ્રમાણમાં દેવાની રકમ ૨૦%થી ઓછી હોય એવા કેસોમાં લાગુ પડતો નથી. 

આ કાયદા મારફત Aasset Reconstruction Companies (ARC)થી સ્થાપના થઇ. આ કાયદાની જોગવાઈઓ મુજબ હવે બેંકો Non-Performing Assetsનું વેચાણ ARC'sને કરે શકે છે. બેંકો જામીનગીરી સ્વરૂપે મળેલ મિલ્કતનું પઝેશન લઈને કોર્ટની પરવાનગી વગર તેનું વેચાણ કરી શકે છે. ARCIL, એ ભારતની આવી પ્રથમ Asset Reconstruction Company બનેલ. SARFAESI Act ૨૦૦૨ની જોગવાઈઓ અનુસારAsset Reconstruction Companiesનું રજીસ્ટ્રેશન અને રેગ્યુલેશન કરવાની સત્તા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની થાય છે.

NCLT અને NCLAT ઉદય : SICAની અગત્યની જોગવાઈઓ કંપની ધારો, ૨૦૦૩ માં ચેપ્ટર XIXમાં કલમ ૨૫૩થી ૨૬૯ હેઠળ સમાવવામાં આવી અને હવે ૧ જુન ૨૦૧૬થી અહીથી જન્મ થાય છે BIFRની જગ્યાએ National Company Law Tribunal અને AAIFRની જગ્યાએ National Company Law AppellateTribunalનો. કંપની ધારો, ૨૦૦૩ની કલમ ૪૦૮ હેઠળ NCLTની સ્થાપના થઈ જ્યારે NCLAT સ્થાપના કંપની ધારા. ૨૦૧૩ની કલમ ૪૧૦ હેઠળ કરવામાં આવી. BIFR અને AAIFR પાસેના પેન્ડીંગ કેસો અનુક્રમે NCLT અને NCLAT સોંપવામાં આવ્યા. 

NCLT : આજની તારીખે સમગ્ર દેશમાં તેની દિલ્હી ખાતે પ્રિન્સિપલ બેંચ અને દિલ્હી, અમદાવાદ, અલ્લાહબાદ, હૈદરાબાદ, બેન્ગ્લુરું, ચંડીગઢ, ચેન્નાઈ, કટક, ગુવાહાટી, જયપુર, કોચી, મુંબઈ, કોલકત્તા, અમરાવતી અને ઇન્દોર એમ અન્ય કુલ ૧૫ રીજનલ બેંચીસ આવેલી છે. NCLAT પ્રિન્સિપલ બેંચ દિલ્હી ખાતે આવેલ છે.



Google NewsGoogle News