કર્ણાટક બમણા જીસીસી ઉભા કરશે
કર્ણાટક ૧૦૦૦ જેટલા ગ્લોબલ કેપેબીલીટી સેન્ટર (GCC) ઉભા કરીને ૨૦૨૯ સુધીમાં ૩,૫૦,૦૦૦ નવી જોબ ઉભીકરવા માંગે છે. કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાને કહ્યું છે કે અમારી નવી પોલીસીમાં વિદેશની કંપનીઓને રાજ્યમાં તેમનું યુનિટ ઉભા કરવા વિશેષ સવલતો આપવાની વાત છે તેમજ તેમની રેન્ટલ કોસ્ટનું રીએમબર્સમેન્ટ ઇલેક્ટ્રીક બીલની ડયુટીની બાદબાકી વગેરેનો સમાવેશ થાય છે. મેંગલુરૂ, મૈસુર જેવા સેન્ટરો પર પણ વિદેશની કંપનીઓના એકમો ઉભા કરવા પ્રયાસ કરાશે.
ઉત્તર ભારતીયો નહીં હોય તો બેંગલુરૂ ખાલી થઇ જશે
બેંગલુરૂમાં ઇન્સ્ટાગ્રામ પરનો એક વિડીયો બહુ ધૂમ મચાવવા સાથે વિવાદાસ્પદ બની રહ્યો છે. ઇન્સ્ટાગ્રામે ઇન્ફલ્યૂએન્સર સુગંધ શર્માનો વિડિયો કહે છે કે બેંગલૂરૂ સબકા હૈ, કિસી એક કા નહીં. તેમાં લખ્યું છે કે જો અમે ઉત્તર ભારતના લોકો જો ખરેખર બેંગલૂરૂ છોડી દઇશું તો તે ખાલીખટ થઇ જશે. કોઇએ જવાબમાં લખ્યું છે કે કંઇ વાંધો નહીં અમે ઉત્તર ભારતની ડાન્સર વિનાના પબ ચલાવી લઇશું, અન્ય એકે લખ્યું છેકે મેડમ તમે જાવ તો પણ શાંંતિ થાય. અન્ય કોઇને જવાની જરૂર નથી.
જીવન લંબાવતી ગોળી રેપામાયસીન
રેપામાયસીન એવી જાદુઇ ગોળી છે કે જે જીંદગીનો લાઇફ સ્પાન વધારી આપે છે. ટૂંકમાં તે ઉંમર વધારી આપે છે. ઉંમર વધારવાની ઇચ્છા રાખનારાઓ માટે તે સાવ સસ્તી કહી શકાય એવી છે. તેની એક સ્ટ્રીપના ૨૯૦ રૂપિયા છે. તે ભારતમાં ઇમ્યનોસપ્રેસન્ટ તરીકે વેચાય છે. જોકે ભારતના નિષ્ણાતો કહે છે કે આ ટબ્લેટમાં કોઇ એન્ટી એજીંગ ્ડ્રગ નથી. વિશ્વમાં લાંબુ જીવવા માટે લોકો વિવિધ દવાઓ લઇ રહ્યા છે.રેપામાયસીન જેવી અન્ય દવાઓ પણ ઉંમર વધારવાની ખાત્રી આપતી હોય છે પરંતુ એવું કશું નથી હોતું. લોકોને ખંખેેરવાની વાત સિવાય બીજું કશું નથી એમ સમજવું જોઇએ.
ટેસ્લાકાર ...જેમ્સ બોન્ડની કારની ઝાંખી
જેમ્સ બોન્ડની ફિલ્મોમાં જે કારને દુરથી પોતાની પાસે બોલાવી શકાતી હતી એવુંજ હવે ટેસ્લા કાર હકીકતે કરી રહી છે. ઇલોન મસ્ક તેમની ટેસ્લા કારમાં સતત નવું આપી રહ્યા છે. કાર દુર પાર્ક કરી હોય તો પણ પોતાની પાસે કી ચેન દબાવવાથી બોલાવી શકાય એવી સિસ્ટમ ટેસ્લાકારમાં મુકાઇ છે. ૧૯૯૭ની જેમ્સ બોન્ડની ફિલ્મ ટુ મોરો નેવર ડાઇસમાં રીમોટ કન્ટો્રલથી ચાલતી બીએમ ડબલ્યુ દર્શાવાઇ છે. ટેસ્લામાં ઓટોનોમસ ડ્રાઇવીંગ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. ટેસ્લા કંપનીએ કહ્યું છે કે પાર્કીંગમાં દુર પડેલી કારને બોલાવવનું ફીચર સામેલ કરાયું છે.