કર્ણાટક..સિલીકોન સ્ટેટ
બેંગલુરૂને ટૂંકમાં નવું શહેર મળી રહેશે એવું કર્ણાટકના પ્રધાન એમ.બી. પાટીલે જાહેર કર્યું છે. તેનું નામ સ્વિફ્ટ હશે ('જીઉૈંખ્ બૈાઅ') બેંગલુરૂની નજીક આવેલા સરજાપુર ખાતે નવું સીટી ઉભું કરવામાં આવશે. આ નવું શહેર સ્ટાર્ટઅપ અને વર્કશોપને સમર્પિત હશે. જે નવું ઇન્ડસ્ટ્રીયલ હબ બની રહેશે. કર્ણાટકને આ રીતે ધીરે ધીરે સિલીકોન સ્ટેટ બનવા તરફ લઇ જવાશે.
- વિશ્વનું સૌથી પૈસાદાર ફેમિલી વોલમાર્ટ
વિશ્વના સૌથી પૈસાદાર ફેમિલી તરીકે વેાલમાર્ટ વોલ્ટસને તેમનું સ્થાન જાળવી રાખ્યું છે. ઇલોન મસ્ક વ્યક્તિગ રીતે ટોપ પર છે જ્યારે ફેમિલી તરીકે વોલમાર્ટ ફેમિલી આવે છે. વોલમાર્ટના શેર્સમાં તાજેતરમાં ઉછાળો નોંધાયા બાદ તેમની સંયુક્ત સંપત્તિમાં વધારો થયો હતો.ફેમિલી વેલ્થમાં ંઅંબાણી ૮મા સ્થાને છે તો શપૂરજી પલોનજી ૨૩માં સ્થાને છે. આવા અબજો પતિ ફેમિલીઓેએ ૨૦૨૪માં તેમની સંપત્તિમાં ૪૦૬.૫ અબજ ડોલરનો વધારો કર્યો હતો. સૌથી પૈસાદાર ફેમિલી વોલમાર્ટમાં તેમની ત્રણ પેઢીનો સમાવેશ થાય છે. વોલમાર્ટના વિશ્વમાં ૧૦,૬૦૦ સ્ટોર્સ છે.
દવાઓની માગ વધી
સખત પ્રદૂષણ અને ખરાબ હવામાનના કારણે શ્વાસમાં તકલીફ અને દમની દવાઓની ડિમાન્ડમાં વધારો થયો છે. પ્રદૂષણના કારણે ચામડીના રોગોનું પ્રમાણ પણ વધ્યું હોઇ તે મટાડવા માટેની દવાોની માંગ ૧૬ ટકા વધી છે, જ્યારે હ્ય્દય રોગની દવાઓમાં ૧૩ ટકા અને દુખાવાની દવાઓમાં ૨૨ ટકાનો વધારો થયો છે. ફાર્માસ્યુટીકલ ક્ષેત્રે પણ ગ્રોથ જોવા મળી રહ્યો છે.