GSTના ITCના નિયમોને સમજવા આત્મા-પરમાત્માને સમજવા બરાબર છે ?
- GSTનું A to Z - હર્ષ કિશોર
- સરકાર ૨૦૨૫ થી જીએસટીઆર-થ્રીબી માં ઓટો પોપ્યુલેટ થતા વેરા અને વેરાશાખના આંકડા ફ્રીઝ કરવા અથવા બ્લોક કરવાનું સક્રિયપણે વિચારી રહી છે
જીએસટીનો આત્મા : વેરાશાખ એટલે GSTનું હાર્દ કહી શકાય. જીએસટી કર પ્રણાલીમાં ખરીદ વેચાણના અથવા તો સેવા પૂરી પાડવાના દરેક તબક્કે જે મૂલ્ય વૃદ્ધિ થઈ તેના ઉપર વેરો લાગે છે. અને વેરા શાખ એટલે કે આગલા તબક્કે એટલે કે ખરીદ તબક્કે ભરેલ વેરો કેટલીક શરતોને અધીન વેચનારને ભરવાપાત્ર વેરા સામે મજરે મળે છે. જેમ કે રૂ ૧૦૦ની માલની ખરીદી હોય કે સેવા મેળવેલ હોય અને વેરાનો દર ૧૨% હોય તો કુલ કિંમત રૂ ૧૧૨ થશે અને જો રૂ ૧૨૦ માં આ માલ આગળ વેચાય અથવા સેવા આગળ પૂરી પડાય તો output અથવા ભરવાપાત્ર વેરો રૂ ૧૪.૪૦ થાય. અને અગલા તબક્કે ભરેલ રૂ ૧૨ નો વેરો ITC ગણાય અને તે વેપારીને કેટલીક શરતોને આધીન રૂ ૧૨ ની વેરા શાખ મળવાપાત્ર થાય અને માત્ર રૂ ૨.૪૦ ભરવાના થાય. એટલે એવું પણ કહી શકાય કે ITC=Money.
વેરાની જવાબદારીનું સુત્ર : ભરવા પાત્ર વેરો= Output Tax-Input Tax Credit (ITC), અથવા T=O-I. વેરાશાખની જોગવાઈઓ પ્રથમ દ્રષ્ટીએ જેટલી સરળ જણાય છે, વ્યવહારમાં ખુબ જ જટિલ છે. કરદાતાને જો કોઈ બાબતની સૌથી વધારે ચિંતા હોય તો તે છે ITC ની અપીલો અને કોર્ટ કેસો પણ આ જ મુદ્દે મહત્તમ થાય છે. આજદિન સુધીમાં વિવિધ કોર્ટોમાં ITC ને લગતા ૭૯૮ જેટલા કેસ થયેલ છે તેમજ ૧૧૮ જેટલા જાહેરનામા અને પરિપત્રો થયેલ છે. સરકાર માટે જો કોઈ બાબત માથાના દુઃખાવા સમાન હોય તો તે છે કેટલાક લોકો દ્વારા ITC માટે આચરાતી ગેર-રીતિઓ. ઉક્ત દાખલામાં જો રૂ ૧૨ ની ITC માટેનું ખોટું બીલ રજુ થાય તો સરકારી આવકને સીધું નુકસાન જાય. ખોટા નોંધણી દાખલા અને બોગસ બિલીંગ થકી થતી કરચોરી અટકાવવા માટે સમયાંતરે સરકાર દ્વારા નીચે મુજબના પગલા લેવામાં આવેલ છે :
૧. ઓન-લાઈન અને ફેસ્લેસ રજીસ્ટ્રેશન સાથે સાથે તા ૧.૧.૨૦૨૨ થી રજીસ્ટ્રેશન અને રિફંડ માટે આધાર ઓથેન્ટીકેશન ફરજીયાત કરવામાં આવેલ છે.
૨. આધાર ઓથેન્ટીકેશન વગરના નવા રજીસ્ટ્રેશન માટે ગુજરાતમાં, અમદાવાદ, વડોદરા, ગોધરા, ગાંધીનગર, મહેસાણા, પાલનપુર, સુરત, વાપી, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર અને જુનાગઢ એમ કુલ ૧૨ સ્થળે SGST અને CSGSTના સંયુક્ત GST સુવિધા કેન્દ્રો શરુ કરવામાં આવેલ છે. અરજદારે અહી રૂબરૂ હાજર રહેવું ફરજીયાત છે. હાજર રહીને ફોટો પડાવવાનો રહે છે તથા આંગળાની છાપ પણ આપવાની રહે છે તેમજ અસલ દસ્તાવેજો ચકાસણી અર્થે રજુ કરવાના રહે છે. ત્યારબાદ, ખાતા દ્વારા વેપારીના ધંધાના સ્થળે સ્પોટ વિઝીટ પણ કરાય છે.
૩. નિયમ ૮૬(બી) હેઠળ કેટલાક વર્ગના કરદાતાઓને મળવાપાત્ર વેરાશાખ અને ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેઝરમાં ઉપલબ્ધ વેરાશાખના ૯૯% થી વધુ વેરાશાખ વાપરવાની પરવાનગી આપવામાં આવતી નથી. એટલે આવા લોકોએ ઓછામાં ઓછો એક ટકો વેરો રોકડેથી ભરવાનો થાય.
૪. લોખંડ અને અન્ય ભંગારમાં મોટાપાયે કરચોરી ધ્યાને આવતા તારીખ ૧૦-૧૦-૨૦૨૪થી અમલી થાય એ રીતે જાહેરનામા ક્રમાંક ૬ /૨૦૨૪ તારીખ ૮. ૧૦. ૨૦૨૪ થી ચેપ્ટર ૭૧ થી ૮૨ માં પડતા ભંગાર ઉપર આરસીએમ પદ્ધતિએ વેરો નાખવાનું શરૂ કરેલ છે. ઉપરાંત તારીખ ૧૦-૧૦-૨૦૨૪ થી અમલી થાય એ રીતે જાહેરનામા ક્રમાંક ૨૫/૨૦૨૪ તારીખ ૮. ૧૦. ૨૦૨૪ થી ચેપ્ટર ૭૧ થી ૮૨ માં પડતા ભંગારને લગતા નોંધાયેલ વેપારીથી નોંધાયેલ વેપારીને થતા સપ્લાયમાં કુલ બે ટકા ટીડીએસની જોગવાઈ પણ કરવામાં આવેલ છે.
૫.IMS : પહેલી ઓક્ટોબર ૨૦૨૪ થી એક નવી ઇન્વોઇસ મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ થયેલ છે. હવે ખરીદનાર વેપારીએ પોતાની તમામ ઇન્વોઇસ જોવાની રહે છે અને ચાર વર્ગમાં 'એક્સેપ્ટેડ' 'રિજેક્ટેડ' 'પેન્ડિંગ' અને 'નો- એક્શન ટેકન' પૈકી લાગુ પડતી કાર્યવાહી કરીને પોતાનું GSTR-2B જનરેટ કરવાનું રહે છે. જેના આધારે GSTR-3B ફાઈલ કરવાનું અને ITC લઈને વેરો ભરવાનો રહે છે.
૬. સરકાર ૨૦૨૫ થી જીએસટીઆર-થ્રીબી માં ઓટો પોપ્યુલેટ થતા વેરા અને વેરાશાખના આંકડા ફ્રીઝ કરવા અથવા બ્લોક કરવાનું સક્રિયપણે વિચારી રહી છે.
૭. ઈ-વે બીલ અને ઈ-ઇન્વોઇસનો વ્યાપ ધીરે-ધીરે વધારવામાં આવી રહેલ છે.
૮. B2Cના વ્યવહારોના રીપોર્ટીગની મર્યાદા રૂ. ૨.૫ લાખથી ઘટાડીને રૂ એક લાખ કરવામાં આવેલ છે.
કેટલીક અગત્યની વ્યખાઓ ઃ
2(19) “capital goods” means goods, the value of which is capitalised in the books of account of the person claiming the input tax credit and which are used or intended to be used in the course or furtherance of business;
2(59) “input” means any goods other than capital goods used or intended to be used by a supplier in the course or furtherance of business;
2(60) “input service” means any service used or intended to be used by a supplier in the course or furtherance of business;
2(62) “input tax” in relation to a registered person, means the central tax, State tax, integrated tax or Union territory tax charged on any supply of goods or services or both made to him and includes-
(a) the integrated goods and services tax charged on import of goods;
(b) the tax payable under the provisions of sub-sections (3) and (4) of section 9;
(c) the tax payable under the provisions of sub-sections (3) and (4) of section 5 of the integrated Goods and Services Tax Act.
(d) the tax payable under the provisions of sub-sections (3) and (4) of section 9 of the respective State Goods and Services Tax Act; or
(e) the tax payable under the provisions of sub-sections (3) and (4) of section 7 the Union Territory Goods and Services Tax Act, but does not include the tax paid under the composition levy;
2(63) “input tax credit” means the credit of input tax;
2(82) “output tax” in relation to a taxable person, means the tax chargeable under this Act on taxable supply of goods or services or both made by him or by his agent but excludes tax payable by him on reverse charge basis;
વેરાશાખ ને લગતી અગત્યની કલમો : કલમ 16, 17, 18, 19, 41, 42, 43, 49A, 49B અને 53 તથા તેની પેટા કલમો છે. જયારે નિયમ ૪૨ અને ૪૩ મહત્વના ગણાય છે. જ્યાં ઇનપુટસનો વેરાનો દર વધુ હોય અને આઉટપુટ સાઈડે વેરાનો દર ઓછો હોય તો ઇન્વરટેડ ડયુટી સ્ટ્રક્ચર થાય તેવા કેસમાં વેરાશાખ અને રિફંડ મળી શકે છે.
પરંતુ કાપડ ઉદ્યોગના કિસ્સામાં કેપિટલ ગુડ્ઝ અને સેવાઓનું રિફંડ મળી શકતું નથી. એટલે વેપારી કેપિટલ ગુડ્ઝ અને સેવાઓની ઇનપુટ ટેક્સ ક્રેડિટ વાપરી શકે છે અને આઉટપુટ જવાબદારી સામે મજરે લઇ શકે છે. પરંતુ કેપિટલ ગુડ્ઝ અને સેવાઓની વધેલી ઈનપુટ ટેક્સ ક્રેેડિટનું રિફંડ તેને મળી શકતું નથી.
વેરાશાખ મેળવવા માટેની શરતો : કલમ ૧૬ ઃ
૧. ટેક્સ ઇન્વોઇસ અથવા ડેબીટ નોટ હોવી જોઈએ
૨. તે ટેક્સ ઇન્વોઇસ અથવા ડેબીટ નોટના અનુસંધાને માલ કે સેવા મેળવેલ હોવી જોઈએ
૩. આવા ટેક્સ ઇન્વોઇસમાં સપ્લાયર દ્વારા ચાર્જ કરવામાં આવેલ વેરો સરકારમાં ભરપાઈ થયેલ હોવો જોઈએ
૪. સપ્લાયર દ્વારા પોતાના પત્રક GSTR-1 માં આવા ઇન્વોઇસની વિગતો દર્શાવેલ હોવી જોઈએ અને રીસીપીયંટના GSTR-2A/B માં તે રીફ્લેક્ટ થયેલ હોવી જોઈએ (બજેટ-૨૦૨૧ થી ઉમેરવામાં આવેલ શરત)
૫. વેપારીએ પત્રક ફાઈલ કરેલ હોવા જોઈએ/વેરો ભરેલ હોવો જોઈએ.