સોનામાં રેકોર્ડ તેજી છતાં રોકાણ માંગ જળવાઈ: જો કે જ્વેલરીની માગને પડેલી પ્રતિકૂળ અસર
- બુલિયન બિટ્સ-દિનેશ પારેખ
- વૈશ્વિક સ્તરે વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોએ ત્રણ વર્ષમાં આશરે 1000 ટન સોનું ખરીદી પોતાનું ગોલ્ડ રિઝર્વ વધાર્યું
વિશ્વબજારમાં ડોનાલ્ડ ટ્રમ્પની ટેરીફ વધારાની જાહેરાત તથા ફેડ અને પ્રમુખ ડોનાલ્ડ દ્વારા વ્યાજના દર ઘટાડાની નીતિમાં સંઘર્ષ તથા સમાધાન ન સધાતા સોનાના ભાવો આ વ્યાજના નીચા દરે ઉછળીને ૩૦૮૫ ડોલર પ્રતિ ઔંસને આંબ્યા છે. ફેડ દ્વારા વ્યાજ ઘટાડાની શક્યતાની નકારતા અને ઈઝરાયેલ દ્વારા ગાઝા પર ફરી હુમલો યુક્રેન- રશીયા વચ્ચે સંધી થવાની ઉપરછલ્લા પ્રયત્નો તથા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશીયા- યુક્રેનન સીઝ ફાયરની દરખાસ્તને હકારાત્મક વલણ દાખવવા છતાં બન્ને દેશો એકબીજા પર ડ્રોન દ્વારા હુમલો કરી લડાઈના વાતાવરણને જીવંત રાખી રહ્યા હોવાથી સૌ કોઈ સોનામાં રોકાણ કરવા આવી રહ્યા છે. પરિણામે સોનાના ભાવો ઉંચકાઈ રહ્યા છે અને ૩૨૦૦ ડોલર પ્રતિ ઔંસની દીશ ાપકડે તેની શક્યતા સંભવ છે. તેમાં છેલ્લા ૩ વર્ષમાં દરેક દેશોની સેન્ટ્રલ બેન્કોએ ૧૦૦૦ ટનથી વધુ બજારમાંથી સોનું ખરીદીને સોનાના ભાવને ઘટતા આવતા છે અને ભાવો ધીમે ધીમે ઉંચકાઈ રહ્યા છે.
એનાલીસ્ટ ફ્રેડરીક જણાવે છે કે અમેરીકી સરકાર તથા ફેડના ચેરમેન જેરામ પોવેલ વચ્ચે વ્યાજના દરને લઈને મતભેદો વધતા સોનામાં રોકાણ કરનાર રોકાણકારો આ નીચા વ્યાજ દરને કેન્દ્રમાં રાખી વળતર ઓછુ મળવા છતાં સોનામાં રોકાણ કરી રહ્યા હોવાથી સોનું ઉંચકાય છે. સોનાના ભાવો વધતા સોનાની ખાણના શેરોના ભાવમાં જબ્બર ઉછાળ આવ્યો છે અને લોકો માઈનીંગ શેર ખરીદી રહ્યા છે, ચીન, ભારત તથા અન્ય દેશો છેલ્લા ૨ વર્ષથી વધુ સોનું ખરીદીને પોતાના સોનાના અનામત જથ્થાને વધારી રહ્યા છે. એકંદરે સોનામાં મંદીને અવકાશ નથી.
વિશ્વબજારમાં અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરીફમાં વધારો જાહેર કરાતા વૈશ્વિક આર્થિક બજેટમાં હલચલ વધીને તંગીના વાતાવરણ તથા ફુગાવાને ધ્યાનમાં રાખીને ચાંદીના ભાવો ઉંચકાયા છે.
ચાંદીનું ઉત્પાદન કરતી ખાણો ચાંદીનું ઉત્પાદન વધારવા નવી યોજના કરીને વધુ નાણા મેળવીને ચાંદીનો પૂરવઠો વધારશે ઉપરાંત બાય પ્રોડકટમાં તાંબા, સોના તથા જસતમાંથી વધુ ચાંદી મેળવવા પ્રયત્નો કરી રહ્યા છે.
વૈશ્વિક જુની ચાંદીની ભાવ વધારાને લીધે આવકમાં વધારો નોંધાયો છે. સોલાર એનર્જિ તથા ઓટો ઈન્ડસ્ટ્રીમાં બેટરીનો વધુ ઉપયોગ થતા ચાંદીની માંગ વધી છે અને પુરવઠા સામે હાજર ચાંદીની અછત વર્તાતા ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે. એકંદરે ચાંદીમાં લોકો વધુ રોકાણ કરીને આવતા દિવસોમાં ભાવો વધતા નફો તારવીને નવી કમાણી કરશે. ન્યૂયોર્કના કોમેક્સ વોલ્ટ તથા લંડનના વોલ્ટમાંથી હાજર ચાંદીનો ઉપાડ વધી રહ્યો છે છતાં જેપી મોરગન અને અન્ય રોકાણકારોના ચાંદીના જથ્થા યથાવતરહેતા થોડા દિવસ ચાંદીની અછત નહીં વર્તાય તેવું લાગે છે. એકંદરે ચાંદીમાં મંદી નથી.
સ્થાનિક સોના બજારમાં હોળી બાદ નવી ઘરાકી જરાક મોડી ભલે નીકળી પણ સોનાના ભાવો વધ્યા છતાં રોકાણકારો સોનાની લગડી તથા સીક્કાની વધુ ખરીદી કરી રહ્યા છે ત્યારે નવા દાગીના અને જ્વેલરીની માંગમાં ઘટાડો નોંધાયો છે. લગ્નસરાની ખરીદી કરનાર ઘરાકો પોતાનું જુનું સોનું નવા દાગીનામાં ભેળવી નવા હલકા દાગીના ખરીદીને લગ્નપ્રસંગો ઉકેલે છે.
આમ સોનાની ઘરાકી બુલીયનમાં વધુ અને દાગીનામાં ઓછી છતાં માંગ ૭૦૦ ટનની રહેશે. દાણચોરીનું સોનું પુષ્કળ પ્રમાણમાં ચાલી રહ્યું છે અને રોજ સોનું જપ્ત થયાના સમાચાર મળે છે.
સોનામાં ભાવો ઉછળતા જુના દાગીનાની આવકમાં વધારો થાય તેવી શક્યતા ઘટી છે કારણ કે લોકોએ ઘણું સોનું વેચી નાખ્યું છે. સોનાનો વાયદો રૂ.૮૫૭૦૦ પ્રતિ કિલોથી વધીને રૂ.૮૭૭૦૦ પ્રતિ દસ ગ્રામ ક્વોટ થાય છે. ફેબુ્રઆરી માસમાં સોનાની આયાત ૨૦૨૪ના વર્ષની તુલનાએ સોથી ઓછી ૨૫/૩૦ ટન થઈ છે. તે રેકોર્ડ તોડ નીચી આયાત થઈ છે. એકંદરે સોનામાં મંદી નથી અને ભાવો રૂ.૯૦૦૦૦થી રૂ.૯૨૦૦૦ વચ્ચે દસ ગ્રામ વચ્ચે અથડાશે.
સ્થાનિક ચાંદીમાં વૈશ્વિક ચાંદીના મજબૂત ભાવે ચાંદી ગુરુવારના રોજ રૂ.૧૦૦૭૦૦ પ્રતિ કિલો ક્વોટ થવા લાગ્યા જે ભાવો સપ્તાહના શરૂઆતમાં રૂ.૯૯૫૦૦ પ્રતિ કિલો ક્વોટ થતા હતા ત્યારે વાયદામાં રૂ.૧૫૦૦ પ્રતિ કિલોની વધઘટ નોંધાઈ છે.
ચાંદીના ભાવો ઉંચકાયા હોવા છતાં બુલીયનના વેપારીઓ, છૂટક વેપારીઓ અને રોકાણકારોની ચાંદીની માંગ નીકળી છે અને છેલ્લા ચાર દિવસોમાં હોળી બાદ ઘરાકી સારી નીકળી છે અને ૧ લાખ પ્રતિ કિલોના ભાવોમાં વધુ વધારો નોંધાશે તેવી આશા રાખીને લોકો ચાંદી ખરીદે છે.
જુની ચાંદીની આવક નહિવત છે ત્યારે શોરૂમવાલા જરૂર પુરતી ચાંદી ખરીદી સ્ટોક યથાવત રાખી રહ્યા છે અને આયાતી ચાંદીની આવક પર નિર્ભરતા રાખે છે. આયાતી ચાંદીની આવક મર્યાદીત છે. હજુ બે મહિના ચાંદીમાં ઘરાકી રહેશે તેવું વેપારી વર્તુળ જણાવે છે અને ભાવોની વધઘટ રહેશે.