Get The App

લીનિયર આલ્કાઈલ બેન્ઝીન (લેબ) વિશે માહિતી

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
લીનિયર આલ્કાઈલ બેન્ઝીન (લેબ) વિશે માહિતી 1 - image


- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

સિન્થેટીક ડીટરજન્ટ (સાઈન ટેડ) બનાવવા માટેનું બેઝીક રો-મટિરીયલ લીનિયર આલ્કાઈલ બેન્ઝીન છે. લીનિયર આલ્કાઈલ બેન્ઝીન સલફોનિક એસિડ (એલ એ બી એસ એ), કે જેને એસિડ સ્લરી કહેવામાં આવે છે. એસિડસ્લરી ન્યુટ્રલાઈઝ બાય સોડા એસ અને એડિશન ઓફ ફીલર જેવા કે સોડિયમ સલ્ફેટ, સોલ્ટ અને બીજા કેમિકલ્સનો ઉપયોગ કરી ડીટરજન્ટ કે વોશીંગ પાવડર બનાવવામાં આવે છે.

ભારતમાં ૨૦૦૭નું સાઈનડેટ ડીટરજન્ટ પ્રોડક્શન ૩.૩ મિલીયન ટન જેટલું આકવામાં આવેલ હતું. જેમાં એડિશન ૦.૨૫ એમ ટી લોન્ડ્રીસોપ કે જે વેજીટેબલ ઓઈલ સેપોનિફીકેન કરી બનાવવામાં આવેલ હતું.

૩.૩ મિલીયન ટન ડીટરજન્ટ બનાવવા માટે લગભગ ૦.૩૫ એમ ટી લીનિયર આલ્કાઈલ બેન્ઝીનની જરૂર રહે છે. સાથે બીજા પ્રકારના સર્ફેકટન્ટ તરીકે આલ્ફા ઓલીફન સલફોનેટ (AOS) ઉપયોગ કરવામાં આવે છે.

- ધ ઈન્ડીયન લેબ ઈન્ડસ્ટ્રીઝ : લીનિયર બેન્ઝીન રો-મટિરીયલ બનાવનાર ઈન્ડીયામાં ચાર કંપની છે. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી. પાતાળ ગંગા અને બરોડા છે. નિરમા લી. બરોડા, તામિલનાડુ પેટ્રોપ્રોડક્ટસ ચેનાઈ, ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન (આઈ ઓ સી) બરોડામાં છે.

આ ચાર લેબ મેન્યુફેકર્સનું ૨૦૦૭નું ટોટલ પ્રોડક્શન ૪૯૫,૦૦૦ ટીપી એ જેટલું આંકવામાં આવલે હતું આ દરેક લેબ મેન્યુફેકર્સના નોર્મલ પેરાફીન (NP) પ્રોડયુસીંગના પોતાના પ્લાન્ટ છે. પરંતુ કેરોસિન માટે નજદીકની રીફાઈનરી પર ડીપેન્ડ રહેવું પડે છે. સાથે ચાર થી પાંચ પાર્ટ ઓફ કેરોસિન પ્રોસેસીગં પછીથી રીફન્ડ કરવું પડે છે. જ્યારે ૧૦ બ બરોડા પાસે પોતાની પી ડી એસ કેરોસિન રિફાઇનરી છે. ત્યારે રિલાયન્સ, નિરમા અને તામિલનાડુ પેટ્રો પ્રોડક્ટસે આઉટ સોર્સિંગ પર આધાર રાખવો પડે છે. જે ડીસ એડવાન્ટેઈજ ગણી શકાય. કારણ કે તેઓએ કેરોસિન પ્રાઈસ ચૂકવવો પડે છે. જે કેરોસિન પર લેન્ડેડ પ્રાઈસ કેલ્કુલેટ કરવો પડે છે.

- ઈન્ડીયન લેબ : ઈન્ડીયાના ચાર મેન્યુફેકર્સની લેબ પ્રોડક્શન કેપેસિટી ૪૯૫,૦૦૦ ટીપી એ જેટલી આકવામાં આવે છે. તેમાં ૨૦૦૭નું લેબ પ્રોડક્શન ૪૬૦,૦૦૦ ટન જેટલું હતું તેની સામે ડીમાન્ડ ૩૭૦,૦૦૦ જેટલી હતી. તેની સામે એકસ્પોર્ટ પ્રમોશન ઓર્ડર ૧૦૦.૦૦૦ ટન જેટલો થયેલ હતો. જે મેન્યુફેકર્સનું બેનીફીટ ગણી શકાય.

- એસિડ સ્લરી : એસિડ સ્લરીનું બેઝીક રો-મટિરીયલ લીનિયર આલ્કાઈલ બેન્ઝીન હોવાને કારણે એસિડ સ્લરીના ભાવમાં વધારો થતો જાય છે.

લાઈસન્સ : ધ લાઈસન્સ અંડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ  પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ જરૂરી બને છે.


Google NewsGoogle News