યુઝડ લ્યુબ્રીકેટિંગ ઓઇલ વેસ્ટ ટુ વેલ્થ વિશે જાણકારી
- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
ભારતમાં ઓટો મોબાઈલ્સ ક્ષેત્રે જાપાનીસ અને કોરિયન કંપનીઓ સાથેના સંયુક્ત સાહસો ઘણી સારી રીતે કામ કરી રહ્યાં છે. જેમાં મારૂતી સુઝુકી, હીરો-હોન્ડા, બીરલા-યામાહા વગેરેના દાખલા મોજુદ છે. આજે ભારતમાં ઓટોમોબાઈલ્સ ઉદ્યોગ ખૂબ જ પ્રમાણમાં વિસ્તરેલ છે. આ કારણોથી ઓટોમોબાઈલ્સમાં વપરાતા લ્યુબ ઓઇલનું માર્કેટ પણ ખૂબ વધતું જઈ રહ્યું છે. આ પ્રકારના લ્યુબ ઓઇલો લગભગ ઇન્ટરનેશનલ કંપનીઓના જ વપરાય રહ્યાં છે. આ રીતે વપરાયેલા લ્યુબ ઓઇલનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જે પાણી અને સોઈલ પોલ્યુસનનું પ્રમાણ વધારે છે. જેથી આ પ્રકારના યુઝડ, વેસ્ટ લ્યુબ ઓઇલને ફરીથી ટ્રીટ કરી ઉપયોગમાં લઈ શકાય તો પોલ્યુસન તેમજ ફોરેન એક્સચેઇન્જનો બચાવ થઇ શકે તેમ છે. સાથે વધતા જતા ઓઇલના વપરાશમાં થોડી રાહત થઇ શકે તેમ છે.
આ પ્રકારના રી-યુઝડ લ્યુબ ઓઇલને ઘણા પ્રકારના ઉદ્યોગોમાં વાપરી શકાય તેમ છે. જેવા કે લ્યુબ્રીકાન્ટફોર કન્વેઅર, લ્યુબ્રીકાન્ટ ફોર એકસ્ટ્રર્નલ ગીયર, લ્યુબ્રીકાન્ટ ફોર ફાસ્ટનર, કુલન્ટ ઇન વેરિયલ મશિન ટૂલ્સ, ટ્રાન્સફોર્મર્સ એટ લો ટેમ્પ્રેસર વિગેરે.
યુઝડ લ્યુબ્રીકેટિંગ ઓઇલ વેસ્ટ ટુ વેલ્થ
પ્રોસેસ ઃ મિકેનિકલ સેપ્રેશન, હીટિંગ ટ્રીટમેન્ટ, અને ડી-હાઈડ્રેશન, એસિડ ટ્રીટમેન્ટ એન્ડ ન્યૂટ્રેલાઇઝેશન, ક્લે ટ્રીટમેન્ટ, ફીલ્ટર ટ્રીટમેન્ટ, સેન્ટ્રી ફ્યુઝેશન.
મિકેનિકલ સેપ્રેશન ઃ આ પધ્ધતિમાં વપરાયેલા લ્યુબ ઓઇલને ફાઈન મેચ મેટલ ક્લોથ સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે. જેથી ઇનસોલ્યુબલ ડર્ટ અને ફાઈબર જેવા પદાર્થ રી મૂવ થાય છે.
હીટ ટ્રીટમેન્ટ અને ડી-હાઈડ્રેશન ઃ આ પધ્ધતિમાં સાફ થયેલા લ્યુબ ઓઇલને ૧૫૦ં સે.ગ્રે તાપમાને ડી-હાઈડ્રેશન કરવામાં આવે છે. ત્યારબાદ આ લ્યુબ ઓઇલને ઠંડુ કરવામાં આવે છે. પછીથી આ લ્યુબ ઓઇલને એસિડ ટ્રીટમેન્ટ માટે મોકલવામાં આવે છે. ત્યાં આ લ્યુબ ઓઇલને એસિડ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.
એસિડ ટ્રીટમેન્ટ અને ન્યુટ્રેલાઇઝેશન ઃ આ પધ્ધતિમાં ડી-હાઈડ્રેશન થયેલા લ્યુબ ઓઇલને એજીટેટેડ વેસલ્સમાં ભરવામાં આવે છે. ત્યાં આ લ્યુબ ઓઇલને સલફ્યુરિક એસિડ વડે ટ્રીટ કરવામાં આવે છે. જેથી આ લ્યુબ ઓઈલમાં રહેલ સ્લજ (કચરો) સેટલ થાય છે. જે કચરાને રી-મૂવ કરી સાફ ઓઇલને બીજી ટેંકમાં લઇ જવામાં આવે છે. ત્યાં આ લ્યુબ ઓઇલને સોડિયમ કાર્બોનેટ વડે ન્યુટ્રલ કરવામાં આવે છે.
ક્લે ટ્રીટમેન્ટ ઃ આ પધ્ધતિમાં લ્યુબ ઓઇલને ક્લે વડે ટ્રીટમેન્ટ માટે મોકલવામાં આવે છે. ત્યાં લ્યુબ ઓઇલમાં રહેલ બાકીના રજકણો છૂટા પડે છે.
ધ ઇન્ડસ્ટ્રીઝ ઃ ધ લાઈસન્સ અન્ડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફોર્મ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ એન્ડ એક્સપ્લોઝીવ ઓથોરિટીઝ જરૂરી બને છે.