ટોમેટો પ્રોડક્ટ્સ વિશે વિસ્તૃત જાણકારી
- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
ટોમેટો કેચપ, ટોમેટો સોસ, ટોમેટો રેલિસ : આ દરેક પ્રકારના પ્રોડક્ટસ બનાવવા માટે સારા પ્રકારના ટોમેટોને ક્રશ કરી, પમ્પર વડે ટોમેટોના બીયા તેમજ છાલને દુર કરી, ટોમેટોમાંથી નીકળેલા જ્યુસને ફીલ્ટર કરવામાં આવે છે. ત્યારબાદ આ ફીલ્ટર થયેલા જ્યુસને પેસ્યુરાઈઝડ હાઈજીનિક ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. આ રીતે ટ્રીટ થયેલ જ્યુસને ઈમલસીફાઈંગ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.
ત્યારબાદ બાકીના એડિટીવ ઈનગ્રેડીએન્ટ જેવા કે સુગર, સોલ્ટ, વિનેગાર એસિટીક એસિડ, ડીહાઈડ્રેડ ઓનિયન અને ગાર્લીક પાવડર, સ્પાઈસિસ, સાઈટ્રીક એસિડ, એસ્કોબીક એસિડ, ગમ ગુઆર અથવા સોડિયમ કાર્બોક્સી મિથાઈલ સેલ્યુલોસ જે થીકેનિંગ એજન્ટ તરીકેનું કામ કરે છે. છેલ્લે પ્રિઝર્વવેટિવ તરીકે સોડિયમ બેન્ઝોએટ - ૧૦૦ કીલો વોલ્યુમ ઉપર ૭૫૦ પી.પી.એમ પ્રમાણે એડિંગ કરી બોટલ અથવા કેન પેકીંગ કરી વેચાણ માટે મોકલી શકાય છે.
ટોમેટો જ્યુસ :- ઉપર બતાવેલ ફોર્મ્યુલેશન પ્રમાણે જ્યસુને પેસ્યુરાઈઝડ હાઈજીનિક ટ્રીટમેન્ટ આપ્યા પછી બાકીના એડિટીવ ઈનગ્રેડીએન્ટ જેવા કે સોલ્ટ સુગર, ડેકસ્ટ્રોઝ, સાઈટ્રીક એસિડ, મેલિક એસિડ, એર્સ્કોબીક એસિડ, પરમિટેડ કલર, તેમજ પ્રિઝર્વવેટિવ તરીકે સોડિયમ બેન્ઝોએટ - ૧૦૦ લીટર વોલ્યુમ ઉપર ૨૫૦. પી.પી. એમ. પ્રમાણે એડિંગ કરી બોટલ પેકીંગ કરી વેચાણ માટે મોકલી શકાય છે.
ટોમેટો પૂરી :- ઉપર બતાવેલ ફોર્મ્યુલેશન પ્રમાણે જ્યુસને પેસ્યુરાઈઝડ હાઈજીનિક ટ્રીટમેન્ટ આપ્યા પછી બાકીના એડિટીવ ઈનગ્રેડીએન્ટ જેવા કે સોલ્ટ, સ્પાઈસિસ, સાઈટ્રીક એસિડ,મેલિક એસિડ, ટારટારિક એસિડ, લેકટિક એસિડ, એર્સ્કોબીક એસીડ, ઈમલસી ફાઈંગ એજન્ટ તેમજ પ્રિઝર્વવેટિવ તરીકે સોડિયમ બેન્ઝોએટ ૧૦૦ કીલો વોલ્યુમ ઉપર ૩૦૦ પી.પી.એમ પ્રમાણે એડિંગ કરી ટીન પેકમાં વેચાણ માટે મોકલી શકાય છે.
ટોમેટો પેસ્ટ :- ટોમેટો પેસ્ટ બનાવવા માટે ટોમેટો જ્યુસ, ઈમલસીફાર, થીકનીંગ એજન્ટ, સાઈટ્રીક એસિડ, મેલિક એસિડ, એર્સ્કોબીક એસિડ, લેકટિક એસિડ અને પ્રિઝર્વવેટિવ વડે ટોમેટો પેસ્ટ બનાવી શકાય છે. સ્પાઈસીસ યુઝર્સ પોતાની જરૂરત પ્રમાણે વાપરી શકે છે.
(ક્રમશ :)