લેટેકસમાંથી બનતા ફુગ્ગા વિશે જાણકારી
- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
લેટેકસ : વ્હાઈટ, પ્રવાહી, સોલિડ, જીણાકણોનો બનેલ હાઈડ્રોકાર્બન પોલિમર હોય છે. જે નેચરલ અને સિન્થેટિક એમ બે પ્રકારમાં મળી આવે છે. નેચરલ લેટેક્સ ઉષ્ણકટિબંધમાં થતા ઝાડમાંથી મેળવવામાં આવે છે. કમ્પેરીઝન હાઈડ્રોકાર્બન રબ્બર જે પ્રોટેઈન કોટેડ હોય છે. તે ૦.૫ થી ૩, માઈક્રોન ડાયામિટર ના હોય છે. જે ઈલેક્ટ્રીકલ ચાર્જડથી સ્ટેબલ કરવામાં આવે છે. તેનું કમ્પોઝીશન લગભગ ૬૦ ટકા પાણી, ૩૫ ટકા હાઈડ્રોકાર્બન, ૨ ટકા, પ્રોટેઈન અને થોડા-પરસન્ટેડ સુગર અને ઈન-ઓરગેનિક સોલ્ટના હોય છે. તેને ઉપયોગમાં લેતા પહેલા સેન્ટ્રીફ્યુજ અથવા ઈવેપોરેટેડ કરવામાં આવે છે. પ્રિઝર્વવેટિવ તરીકે એમોનિયા લેકરનો ઉપયોગ કરવામાં આવે છે. અને લેટેક્સને જમાવવા માટે એસેટિક અથવા ફોમિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. નેચરલ લેટેક્સમાંથી પાતળા આર્ટિકલ જેવા કે સર્જીકલ ગ્લોઝ, મેડીકલ ઈક્વીપમેન્ટ, ફુગ્ગા (બલૂન) નિપલ વગેરે બનાવી શકાય છે.
સિન્થેટિક લેટેક્સને પોલીમરાઈઝ ટેકનીકથી બનાવાય છે. જેવા કે સ્ટાયરિન બુટાડાઈન, કો-પોલિમર, એક્રાઈલેટ રેઝીન, પોલીવિનાઈલ એસિટેટ પ્રકાર ના હોય છે. સિન્થેટિક લેટેક્સની પાર્ટીકલ સાઈઝ નેચરલ લેટેક્સ કરતા ઘણી ઓછી હોય છે. જેવી કે ૦-૦૫ થી ૦.૧૫, માઈક્રોનની હોય છે. જેથી તેનું સરખી રીતે કોલોડાઈલ સસ્પેનસન થઈ શકે છે. તેનો ઉપયોગ પેઈન્ટ અને ઈન્ટરીયર બાઈન્ડર તરીકે થાય છે. જે ડ્રાઈંગ ઓઈલની અવેજીમાં વપરાય છે. આ પ્રોડકટસ લેટેક્સ - પેઈન્ટ અને ઈમલસન પેઈન્ટમાં ખૂબ જ પ્રમાણમાં વપરાય છે.
નિપલ પ્રોસેસ ઃ- લેટેક્સને ખાસ હાઈજનિક ઓટો પ્લાન્ટ ધ્વારા ડાયપ્રેસીંગ મેથડ વડે બનાવવામાં આવે છે. બાળકોની નિપલ માટે જે પણ લેટેક્સ વાપરવામાં આવે છે. તે રો-મટિરીયલ ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એપ્રુઅલ હોવી જરૂરી બને છે. આ પ્રોસેસ હીટીંગ અને કુલીંગ સિસ્ટમ પ્રમાણેનો હોય છે. છેલ્લે ડાયમાંથી નિપલ તૈયાર થઈને બહાર આવે છે.
ફુગ્ગા (બલૂન) ઃ- મેઘઘનુષ્યના સાતેય રંગોથી રંગાયેલા ફુગ્ગા બાળકને આકર્ષવા પૂરક બની રહે છે. બાળકોને રમવા માટેનું ખૂબ જ અગત્યનું રમકડું છે. ફુગ્ગા બનાવવા માટે લેટેક્સ, ટર્કી રેડ ઓઈલ, કલર, પ્રિઝર્વ-વેટિવ વગેરેનું મિશ્રણ કરી ડીપીંગ કરવામાં આવે છે. ત્યારબાદ નેચરલ તાપમાને-સૂકવવામાં આવે છે. જે સૂકાઈને બહાર આવે છે. તેને ફુગ્ગા કહેવામાં આવે છે. ડીપીંગ-પધ્ધતિમાં સીધા લાકડાથી બનાવેલા મોડ હોય છે. આ મોડ એક સાથે પચીસ-પચાસના હોય છે તેને એકસાથે લેટેક્સના સોલ્યુસનમાં ડીંપીંગ કરી સૂકવી દેવાથી ફુગ્ગા તૈયાર થાય છે.
લાયસન્સ ઃ- ધ લાયસન્સ અંડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરીટીઝ જરૂરી બને છે. ફુગ્ગા માટે અલગ લાયસન્સ લેવું પડે છે.