ગુવાર ગમ ઉદ્યોગ વિશે વિસ્તૃત માહિતી
- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
ગુવાર ગમને લેગુમિનિયસના ઝાડના બીઝમાંથી એકસ્ટ્રેક્ટ કરીને મેળવવામાં આવે છે. ગુવાર ગમ લોકસ્ટ બીન ગમ (કેરોબ સીડ ગમ)ને મળતો આવે છે. ગુઆર ગમ એ એક ઇકોનોમિક થીકનર અને સ્ટેબીલાઇઝર તરીીકે ઉપયોગમાં લેવાય છે. ગુવાર ગામ ઠંડા પાણીમાં ખૂબ જ ઘટતા આપે છે, અને સાથે સારૂ ઇમલસીફાયર પણ છે. ગુવાર ગમ નોન-આયોનિક ઇનગ્રેડીઅન્ટની સાથે ખૂબ જ તાકાતવાન બને છે. પરંતુ આયોનિક ઇનગ્રેડીઅન્ટની સામે ઇફેક્ટેડ બનતો નથી.
ગુવાર ગમમાં વોટર સોલ્યુબલ ફ્લોર (લોટ)નો ભાગ એક્ટીવ ૮૫% જેટલો હોય છે. તેને ગુઆરમ કહેવાય છે. તેમાં રહેલ ગેલેક્ટોઝ ૩૫ ટકા, તે સાથે સંભવિત ૬૩ ટકા પોલિસેક્રાઇડ અને ૫ થી ૭ ટકા પ્રોટિનના હોય છે. ગુવાર ગમ ઠંડા તેમજ ગરમ બન્ને પાણીમાં ઓગળે છે. જે યેલો-ફ્રી-ફ્લોઇંગ પાવડર હોય છે. ગુવારગમ ટેસ્ટલેસ, ઓડરલેસ અને નોન-ટોક્સીક હોય છે.
- ગુવારગમના ઉપયોગ ઃ ફુડ, કન્ફેક્શનરી, સિરપ-સરબત, કેચપ જે ફુડ ગ્રેડ હોય છે. કોસ્મેટીકમાં પર્સનલ કેર પ્રોડકટ્સમાં વપરાય છે. તે કોસ્મેટીક ગ્રેડના હોય છે. જેવા કે ઃ-
- ૨ - હાઈડ્રોક્સીપ્રોપાઇલ ઇથર ઓફ ગમ ગુવાર = નોન-આયોનિક
- ૨ - હાઈડ્રોક્સી - ૩ - ટ્રાયમિથાઇલ એમોનિઓ પ્રોપાઇલ ઇથર, ક્લોરાઈડ = કેટ આયોનિક
- ૨ - હાઈડ્રોક્સી પ્રોપાઇલ - ૨ - હાઇડ્રોક્સી - ૩ ટ્રાયમિથાઇલ એમોનિઓ પ્રોપાઇલ ઇથર, - ક્લોરાઇડ = કેટ આયોનિક
- ઉપરના ત્રણ પ્રોડકટ્સ ગુવારગમ બેઝ જે પર્સનલ કેર જેવા કે ક્રીમ, લોશન ઓડર એબ્સોર્બન્ટ માટે વાપરી શકાય છે.
- પ્રિન્ટીંગ ગમ ઃ- ગુવાર ગમનો અધિક વપરાશ કોટન પ્રિન્ટીંગ માટે થાય છે.
-ઃ ગુવાર ગમ ઉદ્યોગ વિશે ઃ-
બીજા કારણોમાં ક્ષારયુક્ત પાણીમાં એમાઇન બેઝ ગુવાર ગમ ફ્રેડ થઇ જાય છે. સાથે બીજા કારણોમાં ગુવાર ગમની કોસ્ટ નીચે લાવવા મીઠાનો ઉપયોગ થાય છે. જેથી મીઠું ક્વોલિટી સ્ટાર્ન્ડરાઇઝમાં વિભાજીત થઇ નકારાત્મક રસાયણિક ક્રિયા કરે છે. તેના કારણે એમાઇન બેઝ ગુવાર ગમનું રાસાયણિક સ્ટ્રક્ચર ખોટું સાબિત થાય છે. તેની સામે એમાઇન બેઝ ગુવાર ગમનું રાસાયણિક સ્ટ્રક્ચર ખૂબ જ પરફેક્ટ બને છે.
- ગુવાર ગમ પ્રોસેસ ઃ- ગુવાર સીડ્ઝની દાળ (બી-ના -બે પાર્ટ) કરવામાં આવે છે જે તૈયાર પણ મળી શકે છે. આ પ્રકારની દાળને બ્લીચ કરવા માટે બ્લીચીંગ એજન્ટ તરીકે કેલ્સિયમ હાઈપોક્લોરાટ ૬૫-૭૦ ટકા સોલ્યુસન વડે બ્લીચ કરવામાં આવે છે. ત્યારબાદ ડ્રાઇંગ કરી તેને ફ્લોર (આટા)ના રૂપમાં લાવવામાં આવે છે. છેલ્લે પોટેશિયમ પર સલફેટ વડે ઓક્સીડાયઝ કરવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલ ફ્લોરને બાકીના ઇન- ગ્રેડીએન્ટ મેળવવામાં આવે છે. જેવા કે ઝીઓલાઇટ, , ફોરમલ ડીહાઈડ, ટોલ્યુહાઈડ્રોક્યૂનોન-એન્ટીઓક્સીડેન્ટ, ટોલ્યુએમાઇડ-આલકલી, પી.ટી.એસ.એ - કેટલિસ, પ્રિઝર્વવેટિવ તરીકે બી.એસ.ટી... અને બેન્ઝાલ કોનિયમ ક્લોરાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ ફીલર મેળવવામાં આવે છે. ફીલર તરીકે સોલ્ટનો ઉપયોગ થતો હોય છે.
લાઇસન્સ ઃ- ધ લાઇસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ ઓથોરીટીઝ જરૂરી બને છે.