Get The App

ડી-કેક એકસ્ટ્રેક્ટસન પ્લાન્ટ વિશે જાણકારી

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
ડી-કેક એકસ્ટ્રેક્ટસન પ્લાન્ટ વિશે જાણકારી 1 - image


- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ 

ડી-કેક એટલે શું ?

ડી-કેક એટલે તેલીબિયાને ક્રશિંગ મશીન વડે ક્રશ કરી તેલ કાઢી લીધા પછીનો જે વઘેલ સોલિડ પદાર્થ હોય છે તેને ડી-કેક (ખોળ) - કહેવાય છે. ડી-કેક એટલે આમ તો રસકસ વગરનો પદાર્થ હોય છે. આ ડી-કેકમાં ક્રશિંગ બાદ લગભગ આઠ ટકા જેટલું ઓઈલ હોય છે. આ રીતે રહી ગયેલા તેલને એકસ્ટ્રેક્ટસના પ્લાન્ટ ધ્વારા ડી-કેકમાં બહાર કાઢી લેવામાં આવે છે. અને જે પદાર્થ વધે છે તેને ડી-કેક કહેવામાં આવે છે. આ ડી-કેક એક બાયો પ્રોડકટસ છે તેનો ઉપયોગ પશુ આહાર તરીકે થાય છે.

એકસ્ટ્રેકટસન પ્લાન્ટ એટલે શું ?

એકસ્ટ્રેક્ટસન પ્લાન્ટ એટલે કોઈપણ પદાર્થમાંથી ખેંચી લીધેલું પ્રવાહી, જેવું કે અર્ક, રસ, સત્વ, નિષ્કર્ય વગેરે. આ એકસ્ટ્રેક્ટસન પ્લાન્ટને સોલવન્ટ પ્લાન્ટ પણ કહેવાય છે. કારણ કે સોલવન્ટની મદદ વડે ઘન પદાર્થમાં રહેલ પ્રવાહીને જુદુ પાડી દે તેને સોલવન્ટ પ્લાન્ટ કહેવાય છે.

આ પ્રકારે ડી-કેકને ફુડગ્રેડ હેકઝીન સોલવન્ટની મદદથી ડી-કેક (ખોળ) માં રહેલ આઠ ટકા જેટલું તેલ કાઢી લેવામાં આવે છે. અને બાકી જે ધન પદાર્થ વધે છે તેને ડી-કેક કહેવાય છે. આ ડી-કેકને બાયો પ્રોડકટસ તરીકે વર્ણવામાં આવે છે. જે એક પ્રોટિન હોય છે.

બાયો પ્રોડકટસ એટલે શું ?

બાયો પ્રોડકટસ એટલે બાયો કેમિસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી એટલે નિર્જીવ પદાર્થમાં જીવ ઉત્પન્ન કરવો. બાયો કેમિસ્ટ્રીના સિધ્ધાંત પ્રમાણે કોઈ પણ ખાદ્ય પદાર્થને પાણી લાગવાથી થોડા સમય બાદ તેમાં બેકટેરિયા ઉત્પન્ન થાય છે. જે ખોરાક અને પાણીના સહારે તેની વૃધ્ધિ થતી જાય છે. આ રીતે ઉત્પન્ન થતા બેકટેરિયાને બાયો કેમિસ્ટ્રી કહેવાય છે.

આજે આ પ્રકારના બાયો-પ્રોજેક્ટ આપણા ભારતમાં પણ આવી ચૂક્યા છે. જેમાં એન્ઝાઈમ (બેકટેરિયા), અર્થવર્મ (અળસિયા), જેવા વર્ગીકલ્ચર પ્રોજેક્ટોની સવારી ભારતમાં આવી ચૂકી છે. એન્ઝાઈમ આજે માનવ જાતિ માટે એક અગત્યનું આવરણ બની ગયેલ છે.

એન્ઝાઈમનો ઉપયોગ દરેક ઔદ્યોગિક એકમોમાં બહોળા પ્રમાણમાં થઈ રહ્યો છે. એન્ઝાઈમ મેડિસીન, ફુડ, બ્રેવરીજ, બેકરી, લેઘર, ટેકસ્ટાઈલ, કલીનિંગ-પ્રોડકટસ જેવા અનેક ઉદ્યોગોમાં છવાઈ ગયેલ છે.

અર્થવર્મ ઃ- (અળસિયા), આ અર્થવર્મને ખેતીની માટી સાથે ભેળવવામાં આવે છે. સાથે છાંણ, સૂકા પાંદડા વગેરે ખોરાક તરીકે ઉમેરાય છે. જેથી અળસિયા આ માટીમાં ખાય-પીને નવી પ્રજા (નવા અળસિયા ઉત્પન્ન કરવાના કામમાં લાગી જાય છે.

વર્મી કમ્પોસ્ટ ઃ- (અળસિયા કમ્પોસ્ટ) આ વર્મીકમ્પોસ્ટને માટીમાં થોડા પ્રમાણમાં ભેળવવામાં આવે છે. જે માટીમાં ભળી ગયા પછી આ વર્ગી કમ્પોસ્ટ અનેક ગણા અળસિયા ઉત્પન્ન કરે છે. સાથે માટીને સખત થતી અટકાવે છે. કારણ કે અળસિયા માટીમાં આમ-તેમ ફર્યા કરે છે. જેના કારણે માટી ગંઠાતી અટકે છે. જેથી મૂળીયાને તાજી હવા, પાણી, પોષણ વગેરે આરામથી મળ્યા કરે છે.

ડી-કેક પ્રોજેક્ટ આપણે ત્યાં ઘણા છે. પરંતુ દરેક પ્રોજેક્ટ પશ્ચિમના દેશો પર આધારિત છે. કારણ કે તેની આપણે ત્યાં માંગ ઘણી જ ઓછી છે. આ પ્રકારના ડી-કેકની માંગ વધવી જરૂરી છે. તેના કારણે ખેત પેદાશો પણ વધી શકે તેમ છે.

પ્રોજેક્ટ કોસ્ટ ઃ આ પ્રકારના પ્રોજેક્ટ સાઈટ, લોકેશન અને ફેબ્રીકેશન વર્ક પર આધારિત હોય છે.

લાઈસન્સ ઃ- ધ લાઈસન્સ અન્ડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ જરૂરી બને છે.



Google NewsGoogle News