કોકોનટ પ્રોડકટસ વિશે વિસ્તૃત માહિતી

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
કોકોનટ પ્રોડકટસ વિશે વિસ્તૃત માહિતી 1 - image


- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

(ગતાંકથી ચાલુ)

જળ રહીત કોકોનટ પાવડર : એગ્રોલેટ પ્રોસેસિંગ પ્લાન્ટ પધ્ધતિ આપણા દેશમાં આવી રહ્યાં છે. જેમાં સેંકડો હેકટર કોકોનટ પ્લાન્ટેશનથી લઈ કોકોનટને જળ રહીત કરવાની અતિ આધુનિક તેમજ દુનિયાની ૫૦ ટકા માર્કેટને સર કરવા કટિબદ્ધ હશે. આ પ્રોસેસ માટે અદ્યતન સાધનોથી ક્વોલિટી કન્ટ્રોલની ભવ્ય યોજના ઘડી કાઢવામાં આવશે. ક્વોલિટી કન્ટ્રોલ બાબતમાં ''નહીં ચલાવી લેવાનો'' આ સિધ્ધાંત હશે. ટેકનિકલ પ્રોસેસિંગની સફળતાનું માપ ૯૭ ટકા બનેલો માલ જાગતિક બજારમાં મૂકવામાં આવશે.

- ટેકનોલોજી પેટર્નઃ- એગ્રોલેટ થ્રી-સ્ટેંજ કન્વેટર ડ્રાયર સ્ટીમ-હાટ (વરાળની ગરમી) વડે ભેજરહીત બનાવવા માટે આ ડ્રાયરનું નિર્માણ કરવામાં આવશે. જે પ્રોડકશનની ક્ષમતાને ધ્યાનમાં લઈ ૩૨૦૦૦ મિ.મિ. ગોળાકાર-પહોળાઈ રહે તેવું બનાવવામાં આવશે.

ડ્રાયરના પ્રથમ તબક્કામાં હવાના અખંડ પ્રવાહ દ્વારા કોકોનટને આગળ ધકેલવાની પધ્ધતિ હશે. આ પ્રોસેસમાં કવોલિટીને જરા પણ અસર ન થાય તે માટે યોગ્ય-તાપમાનનો ઉપયોગ કરવામાં આવશે. કારણ કે બાષ્પીભવનની ઠંડકની અસર આ તબક્કે ભાગ ભજવે છે. ત્યારબાદ આ પ્રોડકટસને બીજા તબક્કે બદલવામાં આવે છે. ડ્રાયરના બીજા તબક્કે કોકોનટને સુકવવા ડ્રાયરનું તાપમાન નીચું લઈ જવામાં આવશે. તેના કારણે કોકોનટમાં ૧૦ ટકા જેટલું જ મોઈયર રહેશે. ડ્રાયરના ત્રીજા તબક્કે અને છેલ્લી પ્રક્રિયામાં તાપમાનને વધુ ઘટાડવામાં આવશે જેથી બાકી રહેલ મોઈયર આસાનીથી દૂર થશે. છેલ્લે આ કોકોનટમાં ભેજનું અંદાજીત પ્રમાણ ૨.૫ ટકા જેટલું રહેશે.

પેટર્ન પ્રણાલિકા મુજબ ડ્રાયરમાં વાહકને ગોળફરતું યંત્ર મૂકવામાં આવશે. આ યંત્રને બધા તબક્કાઓથી છેલ્લે રાખવામાં આવશે જેમકે એ થી બી માલ બદલી વિભાગ, બી થી સી. જળ રહીત વિભાગ, છેલ્લે કોકોનટને સપાટ ચૂરો કરનાર યંત્રમાં વિભાજીત કરવામાં આવશે. જેથી કોકોનટનો ચૂરો એકબીજાથી જોડાયેલો ન રહે તેનું  કડક પરિક્ષણ કરવામાં આવશે. છેલ્લી પ્રક્રિયામાં ચૂરાને સ્ક્રીન કરી તેમાંથી નીકળેલા ઝીંણા ભૂકાને ઓઈલ ક્રશીંગ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે. અને બાકી રહેલા પાવડરને ગ્રાહકના ઉપયોગ માટે ફેનસી પેકીંગ કરી બજારમાં વેચણા માટે મોકલવામાં આવે છે. 

- કોકોનટ વોટર : કોકોનટ વોટરને બાયો-ટેકનોલોજી પધ્ધતિથી પ્રિઝર્વ કરી, પેકીંગ કરી કન્ઝુમર માર્કેટમાં મોટા પ્રમાણે વેચી શકાય છે.

- લાઈસન્સ : ધ લાઈસન્સ અન્ડર ધ ઈન્ડસ્ટ્રીઝ એકટ એન્ડ ક્લીયરન્સ ફોર્મ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને એગ્રીકલ્ચર ઓથોરિટી જરૂરી બને છે.

(સંપૂર્ણ)


Google NewsGoogle News