એલ્યુમિનિયમ ઓકસાઈડ, ફ્યુઝડ એલ્યુમિના અંગે માહિતી
- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
એલ્યુમિનિયમ ઓકસાઈડનું કેમિકલ કમ્પોઝીસન, એલ્યુમિનિયમ અને ઓક્સીજન = કેમિકલ ફોર્મ્યુલા Al2O3 = એલ્યુમિનિયમ ઓકસાઈડ. આ પ્રોડક્ટસ થર્મલ અને ઈલેકટ્રીકલ ઈન્સ્યુલેટર માટે એકસ્લન્ટ સાબિત થયેલ છે. આ પ્રોડક્ટસના ક્રિસ્ટલાઈન મટિરીયલ્સને ''કોરૂન્ડમ'' કહેવાય છે.
કોરૂન્ડમ : (એમરી) નેચરલ એલ્યુમિનિયમ ઓકસાઈડ. આ પ્રોડક્ટસમાં કોઈક વખતે તેમાં થોડા પ્રમાણમાં આર્યન, મેગ્નેશિયમ અને સિલીકા હોય શકે છે. તેનો ઉપયોગ પોલીશીંગ અને એબ્રેસીવ ઓપરેશન તેમજ ગ્રાઈન્ડીંગ વીલ બનાવવા માટે થાય છે.
એલ્યુમિનિયમ ઓકસાઈડ : (એલ્યુમિના) કે જે નેચરલ છે તે કોરૂન્ડમ હોય છે. મિક્સ મિનરલ બોકસાઈટ એટલે હાઈડ્રેટેડ એલ્યુમિનિયમ ઓકસાઈડ હોય છે.
એન્યુઅલ પ્રોડકશન : વર્ડ પ્રોડકશન ઓફ એલ્યુમિના ૬૦ મિલીયન ટન જેટલું આકવામાં આવે છે. તેમાંથી ૯૦ ટકા ઉપયોગ એલ્યુમિનિયમ મેટલ બાય-ઈલેકટ્રોલાઈસીસ મેન્યુફેકચરીંગ માટે વપરાય છે. વધારે પડતો ઉપયોગ એલ્યુમિનિયમ હાઈડ્રોક્સાઈડ તેમજ વોટર ટ્રીટમેન્ટ કેમિકલ જેવા કે એલ્યુમિનિયમ સલફેટ, પોલીએલ્યુમિનિયમ ક્લોરાઈડ અને સોડિયમ એલ્યુગિનેટ માટે કરવામાં આવે છે.કી-પ્રોર્પટીઝ ઓફ એલ્યુમિના : હાઈકોમ્પ્રેશીયન સ્ટ્રેન્થ, હાઈ હાર્ડનેસ, રેઝીસસ્ટેન્ટ ટુ એબ્રેસીવ, રેઝીસસ્ટેન્ટ ટુ કેમિકલ એટેક બાય એ વાઈડ રેન્જ ઓફ કેમિકલ્સ ઈવન એટ એલીવેટેડ ટેમ્પ્રેસર, હાઈ થર્મલ કન્ડક્ટીવીટી, હાઈ ડીગ્રી ઓફ રીફેકટરીનેસ, હાઈ ડાય ઈલેકટ્રીક સ્ટ્રેન્થ, હાઈ ઈલેક્ટ્રીકલ રેઝીસ્ટીવીટી ઈવન એટ એલીવેટેડ ટેમ્પ્રેસર, ટ્રાન્સપેરન્ટ ટુ માઈક્રોવેવ રેડીઓ, ફીકવંશી.
ફ્યુઝડ એલ્યુમિના : ફ્યુઝડ એલ્યુમિનાનો વધારે પડતો ઉપયોગ એબ્રોસિવ અને રીફ્રેકટરી પ્રોડકટસ માટે થાય છે. ખાસ કરીને રીફ્રેકટરી બ્રીક સેટીંગ માટે ખુબ જ અગત્યનું કેમિકલ્સ છે.
એલ્યુમિનાનો ફ્યુઝન પોઈન્ટ ૨૦૦૦-૨૦૫૦ સે. ગ્રેડ જેટલો હોય છે. ફ્યુઝડ એલ્યુમિના બ્રાઉન, વાઈટ અને પીન્ક પ્રકારના હોય છે.