બામ્બુમાંથી મેળવાતા એકટિવેટેડ કાર્બન વિશે માહિતી
- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
ગુજરાતમાં આવેલ રાજપિપળા અને આજુબાજુના જંગલમાં લોપ્સ અને લોપ્સ ઓફ ટીકવુડમાંથી બનતા એકટિવેટેડ ચારકોલ (કાર્બન) ઇન્ડસ્ટ્રીઓએ એકટિવેશન ચારકોલ બનાવવાની શરૂઆત કરી છે. પરંતુ આ કાર્બનમાં વધારે પ્રમાણની એસ અને વધારે પ્રમાણમાં આ એસ એસિડમાં અનસોલ્યુબલ છે. આ ચારકોલ લો-એસિડ અને લો-એસ સોલ્યુબલ પ્રકારના ન હોવાને કારણે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે અયોગ્ય સાબિત થયેલ છે. લો-એસ અને લો-એસિડ સોલ્યુબલ એકટિવેટેડ ચારકોલ ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ જ અગત્યનું રસાયણ છે. ત્યારે બીજા સ્ટેટ જેવા કે ઉત્તર પ્રદેશના ઝાડમાંથી મેળવાતા એકટિવેટેડ કાર્બન સિન્થેટીક ડ્રગ અને એન્ટીબાયોટિક યુનિટ માટે ખૂબ જ અનૂકુળ સાબિત થયેલ છે.
બામ્બુ ઉગાડવા માટે ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ તરફથી પરમિશન લેવામાં આવે છે. ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ બામ્બુ ઉગાડવા માટે જગ્યા લીઝ ઉપર ફાળવી આપવાનું કામ કરે છે. ત્યારબાદ પરમિટ અને લાઈસન્સ ઇન્ડીવીઝીઅલ ઇસ્યુ કરી આપે છે. ત્યારબાદ રોપણી કરવામાં આવે છે. રોપણી બાદ ત્રણ વર્ષે હાર્વેસ્ટીંગ કરી લેવામાં આવે છે. ત્યારબાદ બામ્બુમાંથી એકટિવેટેડ કાર્બન બનાવી શકાય છે. પરંતુ આ પ્રકારના એકટિવેટેડ કાર્બન મેન્યુફેક્ચરો મોટા પ્લેઅરો હોતા નથી કે જે બામ્બુનું મોટાપાયે ક્લોરિનેશન, કાર્બોનાઇઝેશન અને એકટિવેશન કરી શકે.
ભારતમાં બામ્બુનું ઉત્પાદન મધ્યપ્રદેશમાં ૦.૬૨૭ ટન, નોર્થ કર્ણાટકા ૧.૯૮૩ ટન, ગુજરાત ડાંગ ડીવીજન ૧.૯૫૭ અને આસામમાં ૩.૧૬ ટન જેટલું આકવામાં આવેલ છે. ટોટલ ૨.૫ થી ૩.૫ મિલીયન ટન જેટલું આંકી શકાય. બામ્બુ પલ્પ પ્રિન્ટીંગ પેપર માટે ખૂબ જ અનુકુળ સાબિત થયેલ છે.
- કાર્બોનાઇઝેશન ઃ- બામ્બુને પાર્ટલી કાર્બોનાઇઝેશન માટેનું ટેમ્પ્રેસર ૧૮૦ સે.ગ્રેડ તાપમાન રાખવામાં આવે છે. અને ૪૫૦ સે.ગ્રેડ તાપમાને ફીનિશ કરવામાં આવે છે. તેમાંથી બામ્બુ ઓઇલ અને વિનેગારને અહીં ડીસ્ટીલેશન કરવામાં આવે છે.
- રિફાઇનિંગ ઃ- ચારકોલને રિફાઇન કરવાથી ક્વોલિટીમાં સુધારો થાય છે. તેમજ ૩૫૦ સે. ગ્રેડ તાપમાને ચારકોલનો સરફેસ એરિયામાં વધારો થાય છે.
- મોઇચર ઃ- સારા પ્રકારના બામ્બુ ચારકોલ માટે મોઇચર કન્ટેન્ટ ખૂબ જ જરૂરી હોય છે. બામ્બુમાં મોઇચર કન્ટેન્ટ ઉપરના ભાગમાં હોય છે.
- એકટિવેટેડ કાર્બન ઃ- (એકટિવકાર્બન, એકટિવેટેડ ચારકોલ) જે વુડ, નટસેલ, એનિમલ બોન ને ડીસ્ટીલેશન કરીને ચારકોલને મેળવવામાં આવે છે.
- ઉપયોગ ઃ- એકટિવેટેડ કાર્બનનો ઉપયોગ સુગરને ડી-કલરાઈઝેશન, વોટર એ એર પ્યુરીફીકેશન, સોલવન્ટ રીકવરી, વેસ્ટ ટ્રીટમેન્ટ, કેટલિસ ઓફ નેચરલ ગેસ, બ્રેવરીઝ, ક્રીમિયમ ઇલેક્ટ્રો પ્લેટીંગ અને એર-કંડીશન પ્રકારના ઉપયોગોમાં વપરાય છે.
- લાઇસન્સ ઃ- ધ લાઈસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ એક્સપ્લોજીવ અને પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ જરૂરી બને છે.