Get The App

ભારતનું પોતાનું AI... કૃત્રિમ .

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
ભારતનું પોતાનું AI... કૃત્રિમ                        . 1 - image


- ભારતે ભવિષ્યમાં વિશ્વનું નેતૃત્વ સંભાળવું હશે અને સમૃધ્ધ દેશોની હરોળમાં ઉભા રહેવું હશે તો ગૂગલ અને માઇક્રોસોફ્ટની જેમ AI ક્ષેત્રે પ્રભુત્વ ઉભું કરવું પડશે

- બેંગલૂરૂ અને સાનફ્રાન્સિસ્કોના કોમ્પ્યુટર સાયન્ટીસ્ટોના નેતૃત્વ હેઠળની ટીમે ભારતની તમામ લેન્ગવેજનો બેઝ ઉભો કરીને ભારતના ડેટાનો ઉપયોગ કર્યો હોવાથી તે વિવિધ લેન્ગવેજમાં ફટોફટ જવાબો આપે છે

આ ર્ટિફીશ્યલ ઇન્ટેલીજન્સના AI મુદ્દે ભારત બસ ચૂકી ગયું છે એમ કહેવાતું હતું કેમકે વિદેશની કંપનીઓની આર્ટિફીશયલ ઇન્ટેલીજન્સ ટેકનીક અને AI પરના સંશોધનો ભારતના ઉત્પાદન ક્ષેત્રે ઉપયોગમાં લેવાઇ રહ્યા છે. AI ક્ષેત્રે ભારત પાછળ છે એમ માનવાની જરૂર નથી પરંતુ વિશ્વ જ્યારે AI ટેકનીક આધારીત પ્રભુત્વનો અનુભવ કરી રહ્યું છે ત્યારે  ભારતે પણ AI ક્ષેત્રે સ્વાવલંબી થવાની જરૂર હતી. ભારતમાં બિઝનેસ ક્ષેત્રે AIનો ઉપયોગ થવાની શરૂઆત થઇ ચૂકી છે. AI આધારીત ક્ષેત્રો વધવા લાગ્યા છે. 

વિશ્વભરમાં AI બિઝનેસની ચર્ચા ચાલે છે. ભારતમાં ક્ષેત્રને ખૂંદનારા બેઠા છે. ભારત AI સ્ટાર્ટઅપનું હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ભારતના સ્ટાર્ટઅપ રોજ નવા સંશોધનો કરી રહ્યા છે. AI પાછળ ભારત ૨૦૨૫ સુધીમાં ૧૧.૭૮ અબજ ડોલર ખર્ચી રહ્યું છે. જોકે ૨૦૩૫ સુધીમાં ભારતના અર્થતંત્રમાં AIનો ફાળો એક ટ્રિલીયન ડોલરનો હશે એમ મનાય છે. હેલ્થકેરના માર્કેટમાં ના કારણે બિઝનેસ ૨૦૨૩માં ૧૪ .૬ અબજ પર પહોંચ્યો છે જે ૨૦૨૮ સુધીમાં ૧૦૨ અબજ ડોલર પર પહોંચી શકે છે.

હવે ભારતની પોતાની AI સિસ્ટમ વિકસાવી રહ્યું છે. ઓલા કંપનીના ભાવીશ અગ્રવાલે તેનું નામ કૃત્રિમ રાખ્યું છે. આજકાલ જ્યારે AI ક્ષેત્રે ગુગલ, માઇંક્રોસોફ્ટ અને ઓપન એઆઇનું વર્ચસ્વ હોય ત્યારે ભારતનું AI લોકોનું ધ્યાન ખેંચે તે સ્વભાવિક છે. ત્રણ દિવસ અગાઉ કૃત્રિમના સેટઅપ વાળું ચેટબોટ લોકો સમક્ષ દર્શાવાયું હતું. જે ઓપન એઆઇના ચેટ જીપીટી અને ગુગલના બોર્ડની જેમજ કામ કરતું હતું.

ઓલાના સાથી ફાઉન્ડર ભાવીશ અગ્રવાલે એલએલએમ તરીકે ઓળખાતા લાર્જ લેન્ગવેજ મોડલને તેના સંશોધનનો બેઝ બનાવ્યો હતો. બેંગલૂરૂ અને સાનફ્રાન્સીસ્કોના કોમ્પયુટર સાયન્ટીસ્ટોના નેતૃત્વ હેઠળની ટીમે ભારતની તમામ લેન્ગવેજનો બેઝ ઉભો કરીને ભારતના ડેટાનો ઉપયોગ કર્યો હોવાથી તે વિવિધ લેન્ગવેજમાં ફટોફટ જવાબો આપે છે.

ભારતે ભવિષ્યમાં વિશ્વનું નેતૃત્વ સંભાળવું હશે અને સમૃધ્ધ દેશોની હરોળમાં ઉભા રહેવું હશે તેા ગુગલ અને માઇક્રોસોફ્ટની જેમ AI ક્ષેત્રે પ્રભુત્વ ઉભું કરવું પડશે. હાલમાં AI ના એલએલએમ મોડલ પર અપાતી તાલિમ મોટાભાગે અંગ્રેજીમાં હોય છે જેથી ભારતના વિવિધ રાજ્યોમાં તે સિસ્ટમ સમજી શકાતી નથી પરંતુ ભારતનું એઆઇ કૃત્રિમ દરેક ભારતીય લેન્ગવેજમાં છે જે ચમત્કાર સર્જી શકે છે.

હાલમાં એલએલએમનું સ્ટ્રક્ચર ઉપયોગમાં લેવાય છે પરંતુ હવે જ્યારે કૃત્રિમનો ઉપયોગ થશે ત્યારે લોકો માટે તે વધુ ઉપયોગી બની જશે. કેમકે તે અનેક ભારતીય ભાષાઓમાં છે. એલએલએમ કરતાં ઉંચા મોડલની અપેક્ષા ઉભી થઇ હતી જે હવે કૃત્રિમ પુરી પાડશે એમ મનાય છે.

બિઝનેસ ક્ષેત્રે કરાયેલા એક સર્વે અનુસાર મોટાભાગના બિઝનેસ ગૃહ ચેટજીપીટી અને બીંગ ચેટનો ઉપયોગ કરે છે. દરેક ઉત્પાદન તેમજ માર્કેટીંગ માટે AIનો ઉપયોગ કરતા થયા છે. પોતાના ત્યાં નિમાતા દરેક સ્ટાફને AI ટેકનોલોજીની સ્કીલ હોય એવો આગ્રહ રાખવામાં આવે છે.

AIના કારણે ઉત્પાદનનો ખર્ચ ઘટેે છે અને માર્કેટમાં ચાલતી સ્પર્ધાની હરોળમાં ઉભા રહી શકાય છે.

એમેઝોનની એલેક્સાનો વપરાશ હવે ભૂતકાળ લાગી રહ્યો છે. ટેકનોલોજીનો ઉપયોગ ક્લીયર વોઇસ, ક્લીયર ઇમેજ વગેરેમાં થઇ શકે છે. હેલ્થકેર ઉદ્યોગ સાથે સંકળાયેલા કર્મચારીઓ અને ઓપરેશનના ઉપયોગમાં લેવાતા ઓપરેટસ (મેડીકલ સાધનો)માં AIનો ઉપયોગ બહુ પરિણામલક્ષી બની શકે છે. ડાયગ્નોસ્ટીક અને ક્લીનીકલ ટૂલ્સમાં પણ AI ચમત્કારીક પરિણામો આપી શકે છે.

ફાયનાન્સીયલ સર્વિસ ક્ષેત્રે જોવા મળતા ફ્રોડ AIની એપ્લિકેશનથી અટાકાવી શકાશે. વેલ્થ મેનેજમેન્ટ, લોન એપ્રૂવલ તેમજ વેપાર ધંધાના મહત્વના નિર્ણયો આધારીત લેવાશે તો તે વધુ સચોટ પુરવાર થઇ શકે છે.

ઉદ્યોગ ક્ષેત્રે મશીન મેન્ટનન્સનો સમય જાળવી શકશે જેથી મશીનોની આવરદા વધી શકે છે. નાની ફેક્ટરીઓની ઉત્પાદન માટેની કાર્ય ક્ષમતા AI વધારી શકે છે.જાન્યુઆરી ૨૦૨૪થી કૃત્રિમનું બીટા વર્જન જોવા મળશે. કહે છે કે કૃત્રિમ-પ્રો ૨૦૨૪માં ભારત માટે મહત્વનું બની રહેશે. તેના ભાષાના વ્યાપના કારણે તે એજ્યુકેશન તેમજ બિઝનેસ ક્ષેત્રમાં બહુ ઉપયોગી બની રહેશે.

ભારતનું ટેડા સેન્ટર ઉભું કરીને સવર્ર તેમજ સુપર કોમ્પયુટર પણ બનાવાશે. ૨૦૨૪ના વર્ષમાં ભારતમાં કૃત્રિમનો વપરાશ મોટાપાયે થતો જોવા મળશે. ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે સિલીકોન એ બોડી છે તો AI એ આત્મા છે. ભારતમાં સિલીકોન ચિપ્સ ક્ષેત્રે પણ સંશોધનો થઇ રહ્યા છે.

- જાન્યુઆરી ૨૦૨૪થી કૃત્રિમનું બીટા વર્ઝન જોવા મળશે. કહે છે કે કૃત્રિમ-પ્રો ૨૦૨૪માં ભારત માટે મહત્વનું બની રહેશે. તેના ભાષાના વ્યાપના કારણે તે એજ્યુકેશન તેમજ બિઝનેસ ક્ષેત્રમાં બહુ ઉપયોગી બની રહેશે

- ભારતના ૧૦ AI સ્ટાર્ટઅપ..

મેડ સ્ટ્રીટ ડેન, ક્રક્સ ઇન્ટેલીજન્સ, યલો એઆઇ, હેપ્ટીક, એન્થુ એઆઇ, આર્ય એઆઇ, ડેલી હન્ટ, રીપલર, ઇન્ટીલો લેબ્સ, એવામો.

- શેરબજારની નામાંકીત AI કંપનીઓ..

ટાટા એલ્ક્સી લિ., બોશ લિ.,કેલ્ટોન ટેક સોલ્યુશન્સ લિ.,હેપ્પીએસ્ટ માઇન્ડ્સ ટેકનોલોજી,ઝેનસર ટેકનોલોજીસ લિ., પર્સીસ્ટન્ટ સિસ્ટમ લિ.,સેકસોફ્ટ લિ.,એફલી ઇન્ડિયા લિ.,સાયનેટ લિ.



Google NewsGoogle News