ભારતનું એનર્જી ક્ષેત્ર મજબૂત બની રહ્યું છે
ભારતનું એનર્જી ક્ષેત્ર ગ્રીન એનર્જીનો ટાર્ગેટ સિધ્ધ કરવા સક્ષમ બની રહ્યું છે. ભારતે ૨૦૩૦ સુધીમાં ગ્રીન એનર્જીનો ટાર્ગેટ ૫૦૦ ગીગા વોટનો રાખેલો છે. રીન્યુએબલ એનર્જી. સ્માર્ટ ગ્રીડ અને ઇલેકટ્રીક વ્હીકલના વપરાશમાં વધારો ૨૦૩૦ના ટાર્ગેર્ટે સિધ્ધ કરશે એમ એક અહેવાલમાં જણાવાયું છે. સોલાર, વિન્ડ પાવર અને ઇલેક્ટ્રીક વ્હીકલનો વધતો વપરાશ ઉપયોગી બની રહ્યો છે.
- કોલેટોરલ સિક્યોરીટી MSME નેલોન
નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું છે કે નવી ક્રેડીટ ગેરંટી સ્કીમ જાહેર થયા પછી ને નડતી સમસ્યાઓનો નિકાલ કરવામાં આવશે. કેબીનેટમાં ટૂંક સમયમાં નવી ગેરંટી સ્કીમ મુકાઇ રહી છે. નવી સ્કીમ હેઠળ ઇકોમર્સ ટ્રેડ હબ ઉભું કરાશે જેથી એક્સપોર્ટ સંબંધીત કામો આસાનીથી થઇ શકે. મહત્વની વાત એ છે કે ૧૦૦ કરોડ સુધીની લોન નાના એકમોને મળે તેવા પ્રયાસો પણ કરાયા છે.
- ડુંગળીનું પાયા વિનાનું મેનેજમેન્ટ
કાંદા એક્સપ્રેસ દિલ્હી મોકલી હોવાથી દિલ્હીમાં કાંદાના ભાવ કાબુમાં છે પરંતુ ડુંગળીના કેસમાં એક સાંધતા તર તૂટે એવી સ્થિતિ છે. હવે ઓડિસામાં ડુંગળીની ધટ પડી છે. ઓડિસામાં ૭૦ રૂપિયે કિલો ડુંગળી વેચાય છે. ઓડિસાની સરકારે નાફેડને(નેશનલ એગ્રીકલ્ચર કો ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન) કહ્યું છેકે ૩૦ રૂપિયે કિલો મળે એે રીતે રાજ્યમાં ડુંગળીનું વેચાણ કરો. નાસિકમાં ડુંગળી ૪૦ રૂપિયે વેચાતી હોય તો ઓડિસામાં શા માટે તેના ૭૦ રૂપિયા લેવાય છે ? ઓડિસા હાલમાં નાશિક,અને આંધ્ર પ્રદેશમાંથી ડુંગળી મંગાવે છે.