ભારતનું ડિફેન્સ એક્સપોર્ટ 50,000 કરોડ પર પહોંચશે
ભારતનું ડિફેન્સ એક્સપોર્ટ (સંરક્ષણ માટે વપરાતા શસ્ત્રોની નિકાસ) ૨૦૨૯-૩૦ સુધીમાં ૫૦,૦૦૦ કરોડને વટાવી શકે છે એમ સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે કાનપુર ખાતે જણાવ્યું હતું. કાનપુર ખાતે ઇન્ડિયન ઇન્સટીટયુટ ઓફ ટેકનોલોજીના ૬૫માં ફાઉન્ડેશન ડેમાં સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે સંરક્ષણ ક્ષેત્રે શસ્ત્રોના ઉત્પાદનમાં ભારતે આત્મ નિર્ભર બનવાનું પગલું ભરતાં ચમત્કાર સર્જાયો છે. ભારતે વિકસીત ભારતનું સપનું સાકાર કરવું હશે તો વિદેશથી આવતા શસ્ત્રો કરતાં વધુ ટેકનોલોજી સાથેના શસ્ત્રોના ઉત્પાદન પર ધ્યાન આપવું પડશે. ૧૦ વર્ષ પહેલાં આપણે ૬૦૦ કરોડનું ડિફેન્સ એક્સપોર્ટ કરતા હતા જ્યારે આજે તે આંકડો ૨૧,૦૦૦ કરોડને વટાવી ગયો છે.
- ભગવાન રામને ખુરશી પર બેસાડી વહિવટ કરતા બે નેતા
પ્રાતઃસ્મરણીય ભાગવાન રામ સૌના દિલમાં વસે છે પરંતુ ઉત્તર પ્રદેશના બે નેતાઓે તો ભગવાન રામને પોતાની ખુરશી પર બેસાડીને તેમની હાજરીમાં લોકો સાથે કામકાજ કરે છે.તેમણે પોતાની ખુરશી ભગવાન રામને અર્પણ કરી છે. તે રામ રાજ્ય ચલાવતા હોય એમ વહિવટ કરે છે. તેમાંના એક અધિકારી છે ૫૩ વર્ષના સીમા દેવી અને બીજા છે ૬૫ વર્ષના શેષા દેવી. ચૂંટણી પછી તે ભગવાન રામના આદેશ પ્રમાણે કામ કરતા હોય એમ બધું ખુરશી પર બેસાડેલા ભગવાન રામને પૂછીને કામ કરે છે. બેનેની ખુરશી ભગવાન રામની ખુરશીની બાજુમાં રાખેલી હોય છે.
- ઓબેરોય હોટલ હવે લંડનમાં..
ઓબેરોય ગૃપની હોટલ હવે લંડનના મે ફેરમાં ખુલવા જઇ રહી છે. ગ્રોસવેનર સાથે ભાગીદારીમાં ઓબેરોય ગૃપ હવે યુકેમાં પ્રવેશી રહ્યું છે. ગ્રોેસવેનરના સાઉથ મોલ્ટોન ટેવલોપમેન્ટના એક પાર્ટ સમાન આ હોટલ ઉભી કરાશે. ઓબરોય હોટલ ૨૦૨૭ સુધીમાં તૈયાર થઇ જશે. બ્રિટીશ અર્બન પ્રોપર્ટી ક્ષેત્રની નામંકીત કંપની ગ્રોસવેનર અને ઇઆઇએચ લંડન ઇન્વેસ્ટમેન્ટનો તેમાં સહકાર જોવા મળશે.
નવા રેડિયો માટે ભારતને લોકોએ તૈયાર રહેવું પડશે
અત્યાર સુધી વપારતા આવતા રેડિયો કરતાં સાવજ જુદા પ્રકારના રેડિયોના ઉપયોગ માટે ભારતના લોકોએ તૈયાર રહેવું પડશે. ભારતના રેડિયો બ્રોડકાસ્ટીંગના આધુનિકીકરણ માટે દેશના ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટે ટેલિકોેમ રેગ્યુલેટરી પાસે માર્ગદર્ર્શન માગ્યું છે. ડિજીટલ રેડિયો માટે સરકાર તૈયારી કરી રહી છે. હાલમાં રેડિયોના સિગ્નલ્સ એનાલોગ મોડ પર ટ્રાન્સમીટ કરવામાં આવે છે. ડિજીટલનો ઉપયોગ કરાય તો એનાલોગ સિસ્ટમ નબળી પડી જાય એમ છે.
- કોઇમ્બતુરમાં નવો આઇટી પાર્ક
તમિળનાડુના મુખ્યપ્રધાન એમ કે. સ્ટાલીને તાજેતરમાં કોઇમ્બતુર ખાતે એલકોટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઇટી) પાર્કનું ઉદ્દધાટન કર્યું હતું. ૨.૯૪ લાખ સ્કેવર ફૂટમાં ફેલાયેલો આઇટી પાર્ક ૧૫૮ કરોડના ખર્ચે ઉભો કરાયો છે. તેમાં ૧.૫૬ લાખ સ્કેવર ફીટ જગ્યા આઇટી કંપનીઓ માટે ફાળવવમાં આવી છે. ઉદ્ધાટન વખતે મુખ્યપ્રધાન સ્ટાલીને ૧૦ આઇટી કંપનીઓને જમીનના એલોટમેન્ટ લેટર પણ ફાળવી દીધા હતા. કેટલીક કંપનીઓ આ આઇટી પાર્કમાં એરો સ્પેસ અને ડિફેન્સ કમ્પોનન્ટના ઉત્પાદન માટે તૈયારી બતાવી છે.
- વંદે મેટ્રો ટ્રેનનો અમદાવાદ-મુબઇ વચ્ચે ટ્રાયલ રન
અમદાવાદ મુંબઇ વચ્ચે દોડનારી વંદે મેટ્રો ટ્રેનને દર કલાકે ૧૩૦ કિલોમીટરની સ્પીડે દોડાવવાનો ટેસ્ટ કરાયો હતો. ત્રણ થી પાંચ કલાક માં ટ્રેન ૨૫૦થી ૩૫૦ કિલોમીટરનું અંતર કાપી શકે તે રીતે તૈયાર કરવામાં આવી છે. હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ-મુંબઇ વચ્ચે ટેસ્ટ કરાયો હતો. ટ્રેનમાં વાઇબ્રેશન ઓછું થાય અને ઝાટકા ઓછા વાગે તેનું વિશેષ ધ્યાન રખાયું છે. વંદે મેટ્રો ૧૨ કોચની હશે.