ભારતે દ્વિપક્ષીય રોકાણ સંધિની કેટલીક જોગવાઈઓ હળવી કરી
- નજીકના ભવિષ્યમાં ભારત સામે આર્બિટ્રેશનના કેસોમાં વધારો થવાનું જોખમ
સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ના રોકાણકારોને રાહત આપતા, ભારતે તેની સાથે દ્વિપક્ષીય રોકાણ સંધિની કેટલીક જોગવાઈઓ હળવી કરી છે. તેમાં રોકાણકારો માટે વિવાદના નિરાકરણ માટે સ્થાનિક ઉપાયોનો ઉપયોગ કરવાનો સમયગાળો પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરવાનો સમાવેશ થાય છે. આનો અર્થ એ થયો કે જો ભારતીય ન્યાયિક પ્રણાલી આ નિર્ધારિત સમયગાળામાં કોઈપણ વિવાદનો ઉકેલ લાવવામાં નિષ્ફળ જાય, તો રોકાણકારો આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશનનો આશરો લઈ શકે છે.
ભારતના દ્વિપક્ષીય રોકાણ સંધિ મોડલમાંથી આ એક મોટો ફેરફાર છે જે સ્થાનિક રિઝોલ્યુશનના પગલાં માટે પાંચ વર્ષનો સમયગાળો પૂરો પાડે છે અને રોકાણકારોનો વિશ્વાસ વધારવાનો પ્રયાસ કરે છે. ભારત-UAE દ્વિપક્ષીય રોકાણ સંધિ શેર અને બોન્ડ જેવા પોર્ટફોલિયો રોકાણોને પણ આવરી લે છે.
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ સંધિનો વ્યાપ વિસ્તારશે અને નિષ્ક્રિય નાણાકીય હોલ્ડિંગ ધરાવતા રોકાણકારોને રોકાણકાર રાજ્ય વિવાદ સમાધાન સિસ્ટમની મદદથી વિવાદોનો ઉકેલ લાવવા સક્ષમ બનાવશે. એપ્રિલ ૨૦૨૦ અને જૂન ૨૦૨૪ ની વચ્ચે, યુએઈએ ભારતમાં કુલ ૧૯ બિલિયન ડોલરનું રોકાણ કર્યુંં હતું. દેશમાં આવતા કુલ વિદેશી સીધા રોકાણના આ લગભગ ત્રણ ટકા હતા.
વર્ષોથી આર્બિટ્રેશન સંબંધિત ઘણા નિર્ણયોે ભારત વિરુદ્ધ ગયા છે. આ નિર્ણયોમાં રાજ્યની માલિકીની સંપત્તિ સહિત ભારતની વિદેશી સંપત્તિઓને જપ્ત કરવાની ધમકીનો પણ સમાવેશ થાય છે.
ઉદાહરણ તરીકે, ભારતે લવાદીના કેટલાક પ્રતિકૂળ નિર્ણયો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ કારણે દેવાસ અને કેર્ન કંપનીઓએ તત્કાલીન સરકારી કંપની એર ઈન્ડિયાની વિદેશી સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી. ૨૦૦૭માં ભારતીય મોબાઈલ સેવા પ્રદાતા હચીસનને ખરીદ્યા પછી વોડાફોનનો મૂડી લાભ કરનો દાવો અન્ય એક હાઈ-પ્રોફાઈલ વિવાદ હતો. કરવેરા કાયદામાં પૂર્વવર્તી ફેરફારોએ પરિસ્થિતિને વધુ જટિલ બનાવી છે.
આખરે, ભારતે ૨૦૧૫ના અંતમાં મોડલ દ્વિપક્ષીય રોકાણ સંધિ ફ્રેમવર્ક અપનાવ્યું હતું કારણ કે રોકાણકાર રાજ્ય વિવાદ સમાધાન સિસ્ટમ આર્બિટ્રેશન સિસ્ટમ યજમાન દેશના નિયમન કરતાં વધુ રોકાણકારો-મૈત્રીપૂર્ણ હતી. તે માટે વિદેશી રોકાણકારોએ ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે સ્થાનિક પગલાંનું પાલન કરવું, લાદવામાં આવેલા કોઈપણ કરવેરા પગલાંને બાકાત રાખવા અને ભારત સામે આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશનની માંગ કરતા પહેલા મોસ્ટ ફેવર્ડ નેશન કલમને બાકાત રાખવાની જરૂર છે.
યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટના ડેટા દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય વિવાદ નિરાકરણના ૧,૩૩૨ જાણીતા કેસોમાંથી ૩૬૧ નિર્ણયો સરકારની તરફેણમાં ગયા જ્યારે ૨૬૮ નિર્ણયો રોકાણકારોની તરફેણમાં ગયા. આનાથી એવી ધારણાને તોડી પાડવામાં આવી હતી કે આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન કેસ સામાન્ય રીતે સરકારને બદલે રોકાણકારોની તરફેણમાં જાય છે.
ભૂતકાળમાં, ઘણા દેશોએ મોડલ BITsમાં સ્થાનિક ઉપાયની જોગવાઈઓને બાદ કરવા પર અસ્વસ્થતા વ્યક્ત કરી છે. આર્બિટ્રેશનમાં વિવેકબુદ્ધિ ઘટાડવાના પ્રયાસોને કારણે મોડેલ દ્વિપક્ષીય રોકાણ સંધિ વિદેશી રોકાણકારોના હિતોનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહ્યા છે. સરકારી નીતિગત હસ્તક્ષેપો પરિસ્થિતિને વધુ જટિલ બનાવે છે.નીતિઓ સ્થિર અને અનુમાનિત હોવી જોઈએ. પૉલિસીમાં વારંવાર થતા ફેરફારો બિઝનેસના વાતાવરણને અસર કરે છે. ભારત-યુએઈ દ્વિપક્ષીય રોકાણ સંધિમાં સુધારેલી જોગવાઈઓને કારણે નજીકના ભવિષ્યમાં ભારત સામે આર્બિટ્રેશનના કેસોમાં વધારો થવાનું જોખમ છે.