Get The App

માર્ચ 2025ના પત્રકમાં લેવાની અગત્યની કાળજી

Updated: Mar 30th, 2025


Google News
Google News
માર્ચ 2025ના પત્રકમાં લેવાની અગત્યની કાળજી 1 - image


- વેચાણવેરો-સોહમ મશરુવાળા

નાણાંકિય વર્ષ ૨૦૨૪-૨૫ પૂર્ણ થવામાં છે અને GST કાયદા હેઠળ માર્ચ ૨૫ના પત્રક ઘણી બધી કાળજી લેવાની થાય. વધુમાં ૩૧-૩-૨૦૨૫ પહેલા હોટલ ચલાવતા એકમોને નોટીફિકેશન નં. ૦૫/૨૦૨૫ તારીખ ૧૬ જાન્યુઆરી ૨૦૨૫ પ્રમાણે સોગંદનામુ આપવાનું છે. આ કરવું અનિવાર્ય છે. આજના લેખમાં માર્ચ ૨૦૨૫માં કરવાના અગત્યના કાર્યો થતાં કાળજી લેવાની છે તે બાબતે ચર્ચા કરવામાં આવી છે.

હોટલ એકમને આપવાનું સોગંદનામુ

તારીખ ૧૬મી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સરકાર દ્વારા નોટીફીકેશન નંબર ૦૫/૨૦૨૫-સેન્ટ્રલ ટેક્સ (રેટ) દ્વારા સ્પેસીફાઈડ પ્રીમાઇસીસની વ્યાખ્યા નવી આપી છે અને સોગંદનામુ આપવાની જોગવાઈ કરી છે. નવો  GST નંબર લીધેલ એકમએ એનક્ષર ૮ પ્રમાણે નોંધણીની અરજીની પહોંચ પ્રાપ્ત કર્યાથી પંદર દિવસમાં સોગંદનામુ ઓપેલ હશે તે સ્પેસીફાઈડ પ્રીમાઈસીસ ગણાશે. અન્ય GST નોંધાયેલ એકમોએ હોટલને સ્પેસીફાઈડ પ્રીમાઇસીસ દર્શાવવા માટે એનક્ષર VII માં ક્ષેત્રફળના અધિકારીને સોગંદનામુ આપવાનું થશે. ૩૧-૩-૨૦૨૫ પહેલા અને જો સ્પેસીફાઈડ પ્રીમીઇસીસ નથી તેનું સોગંદનામુ એનક્ષર IX પ્રમાણે ૩૧-૩-૨૦૨૫ પહેલા આપવાનું રહેશે. ખાસ કાળજી લેવી કે દરેક સ્થળ માટે જુદી અરજી કરવાની થાય.

રીવર્સ ચાર્જ

૩ માર્ચ ૨૫નું પત્રક ભરતા પહેલા રીવર્સ ચાર્જના વ્યવહાર માટે સેલ્ફ ઈનવોઈસની માહિતી GSTR ૧ના પત્રકમાં દર્શાવવી હિતાવહ છે. ૧૦ ઓક્ટોબર ૨૦૨૪થી કોર્મશીયલની પ્રીમાઇસીસના ભાડા ઉપર રીવર્સ ચાર્જ લાદવામાં આવ્યો છે. જેથી બાકી રહેતી કોઈ જવાબદારી માર્ચના પત્રકમાં દર્શાવવી ચુકવી દેવી.

અન્ય કાળજી

(૧) નાણાંકીય વરસ ૨૫-૨૬ માટે લેટર ઓફ અન્ડરટેઇકીંગ (LUT)  ની અરજી કરવાની આખર તારીખ ૩૧-૩-૨૦૨૫ છે.

(૨) સમાધાન યોજનાનો લાભ લેવા માટે વેરાનું ચુકવણું કરવાની આખર તારીખ ૩૧-૩-૨૦૨૫ છે.

(૩) વ્યાજ બચાવવા માટે નીયમ ૪૨, ૪૩ પ્રમાણેની કપાત વાર્ષિક ટર્નઓવર પ્રમાણે પ્રોરેટા વેરાશાખ માર્ચ ૨૫ના પત્રકમાં સરભર કરી લેવાની થાય.

(૪) જોબવર્ક માટે મોકલેલો માલ સમય મર્યાદા ઓળંગી ગયો છે કે કેમ તેની ખાત્રી આ માર્ચ ૨૫ના પત્રક ભરતા પહેલાં કરી લેવાની થાય.

(૫) બ્રાહ્ય સપ્લાયને લગતો વ્યવહાર બાકી રહી ગયો હોય તો ૩૦ નવેમ્બર ૨૦૨૫ સુધી રાહ જોયા વગર માર્ચ ૨૫ના પત્રકમાં બતાવી દેવો જોઈએ.

(૬) એક કરતા વધુ GSTIN ધરાવતા એકમોને ૧-૪-૨૫થી ISD નોંધણી લેવો ફરજીયાત છે માટે માર્ચ ૨૫ના માસમાં તેની અરજી કરી દેવાની થાય.

(૭) હાલ ૧૦૦ કરોડથી વધુ ટર્નઓવરવાળા એકમોએ દસ્તાવેજ તારીખથી ૩૦ દિવસમાં ઈ ઈનવોઇસ બનાવવાના છે અને તારીખ ૧-૪-૨૫થી આ જોગવાઈ ૧૦ કરોડ તે તેથી વધુ ટર્નઓવરવાળા એકમોને લાગુ પડશે. માટે બાકી રહી ગયેલ ઈ ઈનવોઇસ ૩૧-૩-૨૫ પહેલા બનાવી દેવા હીતાવહ છે.

(૮) GST  કાયદાની કલમ ૪૭ હેઠળ લેટ ફી વેવર લેવા માટે બાકી રહેલ, GSTR 9C તારીખ ૩૧-૩-૨૦૨૫ પહેલા ભરી દેવાના થાય.

(૯) તારીખ ૧-૪-૨૦૨૫થી બીલ, ક્રેડિટ નોટ માટે નવી વિશિષ્ટ સિરિઝ વાપરવાની થાય તેની રચના કરવાની થાય.

Tags :