GST હેઠળની વસુલાત સાથે સંકળાયેલ કેટલાક અગત્યના કાયદાઓની મહત્વની જાણકારી
- GSTનું Ato Z - હર્ષ કિશોર
- બેંકો પાસેથી લોન લેનાર દ્વારા લોનની શરતોનું પાલન ન થવાના કીસ્સામાં પીનલ ઇન્ટરેસ્ટ લેવામાં આવતું હતું હવે તેના ઉપર જીએસટી લાગશે નહીં
આપણે જાણીએ છીએ કે ભલે વેચાણવેરામાંથી વેટ આવ્યો અને વેટમાંથી જીએસટી આવ્યો પરંતુ જે વસુલાતમાં કેટલાક અન્ય કાયદા છે તેમાં ખાસ કોઈ ફેરફાર થયેલ નથી. બીજું કે કર-પ્રણાલી સાથે સંલગ્ન અન્ય કાયદાઓમાં જે વસુલાતનો ક્રમ છે તે ઘણો અટપટો છે અને સમજવામાં ઘણા લોકોને મુશ્કેલી પડે છે. આજે આપણે કેટલીક પાયાની બાબતો GSTની દ્રષ્ટિએ જુદી પાડીને ક્રમાનુસાર જોઈએ.
- વસુલાત માટેની GSTની અગત્યની કલમો : ૭૮થી ૮૪ છે અને
- GSTના અગત્યના નિયમો : ૧૪૨થી ૧૪૭ સુધીના છે.
અન્ય કાયદા કે સત્તાધીશો : Companies Act, ૨૦૧૩ and Companies Act, ૧૯૫૬ (some provisions of this Act still apply), Competition Act ૨૦૦૨, Chartered Accountant Act, ૧૯૪૯, બેંક, Land Revenue Code, હિન્દુ વારસાઇ કાયદો, Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, ૨૦૦૨ (SARFAESI)), Insolvency Bankruptcy Code, 2016 DRT, DRAT, The Sick Industrial Companies (Special Provisions) Act, 1985, Borad of Industrial and Financial Reconstruction (BIFR), Appellate Authority for Industrial and Financial Reconstruction (AAIFR), Liquidator, The Insolvency and Bankruptcy Board of India (IBBI), NCLT, NCLAT, The Recovery of Debts due to Banks and Financial Institutions Act (RDDBFI Act), ૧૯૯૩, Competition Commission of India (CCI), વગેરે.
લેન્ડ રેવન્યુ કોડ : તેની કલમ ૧૫૦માં નીચે જણાવેલ તબક્કાથી જમીન મહેસુલની બાકી તરીકે વસુલાત કરવાની જોગવાઇ કરવામાં આવેલ છે.
(૧) કલમ ૧૫૨ નીચે બાકીદારને માગણાની નોટીસ આપવાની રહે છે.
(૨) કલમ ૧૫૩ નીચે બાકીદારની ખેતીની જમીન ટાંચ મુકવાની કાર્યવાહી.
(૩) કલમ ૧૫૪ નીચે બાકીદારની જંગમ મિલ્કત જપ્તીમાં લઇને હરાજી કરવી.
(૪) કલમ ૧૫૫ નીચે બાકીદારની સ્થાવર મિલ્કતની હરાજી કરવી.
(૫) કલમ ૧૫૬ નીચે બાકીદારની કઇ કઇ મિલકતો જપ્તીને પાત્ર નથી.
(૬) કલમ ૧૫૭ અને ૧૫૮ નીચે બાકીદારને પકડીને જેલમાં પુરવા.
(૭) કલમ ૧૬૮ અને ૧૭૦ નીચે perishable goodsની ઝપતી અને હરાજી થઇ શકે છે.
(૮) કલમ ૧૮૩ અનુસાર વેચાણમાં ઉપજેલી રકમ કઇ રીતે વહેંચવી અને ખર્ચ કેમ ગણવો.
(૯) કલમ ૨૦૦ હેઠળ ગૃહ પ્રવેશની નોટીસ.
(૧૦) અપસેટ કિંમત : સામાન્ય રીતે કોઇપણ મિલકતની હરાજી કરતા પહેલાં તે મિલકતની અપસેટ કિંમત લેન્ડ રેવન્યુ રૂલ્સ ૧૨૮ નીચે નક્કી કરવાની રહે છે.
ખુબ મોટા ફેરફાર : nsolvency Bankruptcy Code, ૨૦૧૬નો અમલ તા : ૨૮.૫.૨૦૧૬થી થયા બાદ કંપનીઓ અને LLP માટે NCLT અને NCLAT કામ કરે છે જ્યારે individuals માટે તથા ભાગીદારી પેઢીઓ માટે DRT કાર્યરત છે. રેગ્યુલેટર તરીકે Insolvency & Bankruptcy Board of Indiaની રચના તાઃ ૧.૧૦.૨૦૧૬થી કરવામાં આવેલ છે. આમ, અગાઉ જ્યાં adjudicator/appellate તરીકે BIFR અને AAIFR હતા તે જગ્યાએ હવે NCLT અને NCLAT આવ્યા છે. હવે BIFR અને AAIFR કાર્યરત નથી.
આ નવો Code આવવાથી The Presidency Towns Insolvency Act, ૧૯૦૯, and the Provincial Insolvency Act, ૧૯૨૦, રદ થયેલ છે અને ૧૧ કાયદામાં સધાર થયેલ છે જેમ કે The Companies Act, ૨૦૧૩, the Recovery of Debts Due to Banks and Financial Institutions Act, ૧૯૯૩, and the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, ૨૦૦૨. જો કે IBC ની કલમ ૩(૭) મુજબ કોર્પોરેટ પર્સનમાં Bank, Financial Institutions, Insurance Company, Asset Reconstruction Company, Mutual Funds, Collective Investment Schemes or Pension Fundsનો સમાવેશ થતો ન હોઈ આ કોડ તેમને લાગુ પડતો નથી.
Bankruptcy એટલે શું? એટલે કે એવી પરિસ્થિતિ કે કંપનીનું દેવું તેની મૂડી કરતાં વધી જાય અને કંપની પોતાનું દેવું ચૂકવી શકવાની સ્થિતિમાં ન હોય અને કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે.
જ્યારે insolvency એટલે કંપનીની પેમેન્ટ કરવાની ક્ષમતા નથી પરંતુ હજી તે કાયદેસર નાદાર જાહેર થયેલ નથી. Insolvency બે પ્રકારની હોઈ શકે છે : Cash Flow Insolvency અને Balance Sheet Insolvency.
અગત્યનો પરિપત્ર : ક્રમાંક ૧૮૭ એ Insolvency and Bankruptcy Code, ૨૦૧૬ હેઠળ વેરાની જવાબદારી કઈ રીતે નક્કી કરવી તે જણાવેલ છે. જ્યારે જીએસટી કાયદાની કલમ ૮૪ મુજબ કોઈ કરપાત્ર વ્યક્તિને વેરો, વ્યાજ કે દંડ ભરવા માટેની માંગણાની નોટિસ બજાવવામાં આવેલ હોય અને ત્યારબાદ કરપાત્ર વ્યક્તિ દ્વારા અપીલ, ફેર તપાસ કે અન્ય કોઈ કાર્યવાહીના પરિણામે માંગણાની રકમમાં ઘટાડો થતો હોય તો તેની વસુલાત માટે નવી નોટિસ આપવાની રહેતી નથી.
પરંતુ DRC-૨૫માં થયેલ માંગણાની રકમમાં ઘટાડાની જાણ સંબંધિત કરપાત્ર વ્યક્તિને કરીને અગાઉ બજાવવામાં આવેલ માંગણાની નોટિસના આધારે પડતર કાર્યવાહી આગળ વધારશે. ઉક્ત પરિપત્રમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે કેસોમાં કોર્પોરેટ debtor માંગણાની નોટિસ DRC-૭ કે DRC-૭A બજાવવામાં આવેલ હોય અને ત્યારબાદ Insolvency and Bankruptcy Code, ૨૦૧૬ મુજબ તેની સામે માંગણાની રકમમાં ઘટાડો થયેલ હોય તો જીએસટીના ફોર્મ DRC-૨૫માં કરપાત્ર વ્યક્તિને જાણ કરવાની રહેશે. આ માટે માંગણાની નોટિસ નવેસરથી આપવાની કાર્યવાહી કરવાની રહેતી નથી.હવે જોઈએ ૫૫ મી જીએસટી કાઉન્સીલની બેઠકની ફલશ્રુતિના અગત્યના મુદ્દા ઃ
૧. જ્યારે કોઈ આદેશમાં માત્ર દંડ આકારવામાં આવેલ હોય ત્યારે તેની અપીલ ફાઇલ કરવાના કિસ્સામાં ડાઉન પેમેન્ટની રકમ ઘટાડવાની ભલામણ થયેલ છે.
૨. ઉચ્ચક દરે વેરો ભરતા નાના કરદાતાઓ માટે તારીખ ૧૦-૧૦-૨૪થી દાખલ કરવામાં આવેલ રેન્ટિંગ ઓફ ઈમ-મુવેબલ પ્રોપર્ટી ઉપર લાગતા આરસીએમ માંથી મુક્તિ આપવાની ભલામણ કરવામાં આવેલ છે. તે જ રીતે જ્યાં સુધી આ બાબતનું જાહેરનામું ન થાય ત્યાં સુધી યથાવત સ્થિતિ મુજબ વેરાકિય ગણતરી કરવામાં આવશે.
૩. કલમ ૧૪૮ છે તે મુજબ આપણે જાણીએ છીએ કે ગુટકાને લગતા કર દાતાઓ માટે અલગ ફોર્મ દાખલ કરીને મશીન અને ઉત્પાદનની વિગતો પૂરી પાડવા જણાવવામાં આવેલ છે હવે તે ઉપરાંત કેટલીક ચીજ વસ્તુઓમાં થતી કરચોરી અટકાવવા માટે જીએસટીના કાયદાની કલમ ૧૪૮-એમાં સરકારને એવી સત્તાઓ આપવામાં આવે કે જેનાથી 'ટ્રેક અને ટ્રેસ મિકેનિઝમ' શરૂ કરવામાં આવે અને જરૂર પડયે એવા ગૂડઝ/પેકેટ ઉપર જેમાં કરચોરીની સંભાવના વધારે હોય તેમાં એક યુનિક આઇડેન્ટિફિકેશન માર્કિંગ લગાડવામાં આવે અને ત્યારબાદ તેને છેકથી છેક ટ્રેક કરવામાં આવે જેથી કરચોરોને પકડી શકાય અથવા તો કરચોરી ઘટાડી શકાય.
૪. સુપ્રીમ કોર્ટના સફારી રીટ્રીટસના ચુકાદાનો લાભ નહિ મળેઃ નામદાર સુપ્રીમ કોર્ટે આ કેસ નામદાર ઓડીશા હાઇકોર્ટને રિમાન્ડ કરેલ અને શોપિંગ મોલના બાંધકામનો સમાવેશ કલમ ૧૭(૫)(ડી) મુજબ 'પ્લાન્ટ'માં થાય કે કેમ તે નક્કી કરવા જણાવેલ. હવે તાજેતરની ૫૫મી જીએસટી કાઉન્સીલની બેઠકમાં ચર્ચા અને ભલામણ થયા મુજબ જીએસટીની કલમ ૧૭(૫)(ડી)માં ડ્રાફ્ટિંગ તબક્કે રહેલ ક્ષતિ જૂની તારીખ એટલે ૧.૭.૨૦૨૭થી અમલી થાય તે રીતે દુર કરવાનું વિચારેલ છે. આમ, હવે કેટલાક વિવાદનો અંત આવશે. પરંતુ રીયલ એસ્ટેટના ધંધાર્થીઓને આ જોગવાઈ નહિ ગમે કારણકે નામદાર સુપ્રીમ કોર્ટેના ચુકાદા બાદ એક આશા જાગેલ હતી. પરતું હવે તેઓને પ્લાન્ટની વેરાશાખ મળવાપાત્ર નહિ થાય.
૫. બેંકો પાસેથી લોન લેનાર દ્વારા લોનની શરતોનું પાલન ન થવાના કીસ્સામાં પીનલ ઇન્ટરેસ્ટ લેવામાં આવતું હતું હવે તેના ઉપર જીએસટી લાગશે નહીં. યાદ રાખો કે પિનલ ઇન્ટરેસ્ટ લાગશે પરંતુ જીએસટી લાગશે નહીં તેવી ભલામણ કરવામાં આવેલ છે.