જૂના ઝેરોક્સ મશીનની આયાત પર પ્રતિબંધ ન હોવા છતાં માલ જપ્ત કર્યો
- એન્ટેના - વિવેક મહેતા
- ટ્રિબ્યુનલે ડીઆરઆઈને ૩૦ દિવસમાં જપ્ત કરેલો માલ મુક્ત કરી દેવા આદેશ કર્યો હતો
કસ્ટમ્સ ઓફિસર્સ અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ઘણીવાર વિચિત્ર નિર્ણય લઈને આયાત કારની હાલત કફોડી કરી દે છે. આ પ્રકારના એક કેસમાં ટ્રિબ્યુનલ ડીઆરઆઈના નિર્ણયને એટલે કે આયાત કરેલા માલને જપ્ત કરી લેવાના અને વરસો સુધી મૂકી રાખવાના નિર્ણયને ગેરકાયદે ઠેરવ્યો છે. જૂના ફોટો કોપિયર મશીનની આયાત પર પ્રતિબંધ નહિ, પરંતુ રિસ્ટ્રીક્શન મૂકવામાં હોવાથી તેને સંપૂર્ણપણે જપ્ત કરી શકાય જ નહિ તેવો સી-સ્ટેટે આપ્યો છે. આ મશીનો જપ્ત કરીને પાંચ વર્ષ સુધી મુક્ત ન કરવાનો કસ્ટમ્સનો નિર્ણય ઉચિત નથી. તેથી જ ડીઆરઆઈએ છેલ્લા પાંચ વર્ષથી જપ્ત કરી રાખેલો માલને હંગામી ધોરણે મુક્ત કરી દેવો જોઈએ, એમ સી સ્ટેટ-કસ્ટમ્સ ટ્રિબ્યુનલના ચૂકાદામાં જણાવવામાં આવ્યું છે. અમદાવાદના ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ આયાત કરેલા જૂના કોપિયર-ઝેરોક્સ મશીનની આયાતને પ્રતિબંધિત ગણાવીને સંપૂર્ણ જથ્થો જપ્ત કરી લીધો હતો. આમ માલને જપ્ત કરી લેવાના ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સનો નિર્ણય બેબુનિયાદ હોવાનું તારણ સી-સ્ટેટ કાઢ્યું છે.
૨૦૧૮ની સાલમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે પિપાવાવ પોર્ટ આયાત કરેલા ૩૫૦૦ જૂના ઝેરોક્સ-કોપિયર મશીન પર જપ્ત કર્યા હતા.
આ જપ્તીના અનુસંધાનમાંે કારણદર્શક નોટિસ આપી હતી. આ નોટિસો કસ્ટમ્સ હાઉસ એજન્ટ, કસ્ટમ્સ ઓિફિસર અને આયાતકારને આપીને તેમની સામે કેસ દાખલ કર્યો હતો. તેમાં ડીઆરઆઈ દ્વારા આયાતી ઝેરોક્સ મશીનની અંદાજે રૂા. ૨૨ કરોડની વેલ્યુ નક્કી કરવામાં આવી હતી. ડીઆરઆઈએ નક્કી કરેલા મૂલ્યને પડકારવા અને કામચલાઉ ધોરણે તે માલ મુક્ત કરવાની માગણી સાથે આયાતકારોએ ટ્રિબ્યુનલમાં ધા નાખી હતી.
આ કેસ ટ્રિબ્યુનલમાં ચાલ્યો ત્યારે ધ્યાનમાં આવ્યું હતું કે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે કાયદાકીય જોગવાઈ વિરુદ્ધ જઈને ચાર્ટર એન્જિનિયરને નિયુક્ત કરીને તેની પાસે આયાતી માલનું મૂલ્યાંકન કરાવ્યુ ંહતું. તેને આધારે જ કસ્ટમ્સ ઓફિસર, આયાતકાર અને કસ્ટમ્સ હાઉસ એજન્ટ્સ સામે કેસ કરવામાં આવ્યા હતા.
આ કેસની સુનાવણી કર્યા બાદ સી-સ્ટેટ એવા તારણ પર આવ્યું હતું કે જૂના ઝેરોક્સ મશન રિસ્ટ્રિક્ટેડની કેટેગરીમાં આવે છે. તેથી તેને સંપૂર્ણપણ જપ્ત કરી શકાય જ નહિ. તેને કામચાલઉ મુક્ત કરવા જ જોઈએ. કારણે કે મશીનની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી.