આર્થિક વૃધ્ધિ દર અંગે મૂકાતા ઊંચા દાવા સિધ્ધ થવા મુશ્કેલ
- અર્થકારણના આટાપાટા-ધવલ મહેતા
- સમગ્ર વિશ્વનો લાંબાગાળાનો આર્થિક વૃધ્ધિનો દર લગભગ 3 ટકા અંદાજાયો છે
સતત આઠ ટકા વૃધ્ધિ દર : એક અજાયબી
આપણા દેશનું અર્થકારણ આવતા વર્ષોમા ૮ ટકાનો સરાસરી આર્થિક વૃધ્ધ દર સિધ્ધ કરશે તેવો રીઝર્વ બેંકના ગવર્નર શશીકાંત દાસનો દાવો છે. જો આઠ ટકાનો ચોખ્ખો આર્થિક વૃધ્ધિદર (ચોખ્ખો એટલે ફુગાવાના દરને બાદ કરીને) આપણે સિધ્ધ કરી શકીએ તો આપણી લગભગ ૨.૯ ટ્રીલીયન ડોલર્સની રાષ્ટ્રીય આવક ઇ.સ. ૨૦૩૩મા નવ વર્ષ બાદ ૫.૮ ટ્રીલીયન ડોલર્સ થઇ જાય અને તે પછીના નવ વર્ષમા એટલે કે ૨૦૨૪મા તે ૧૧.૬ ટ્રીલીયન ડોલર્સ થઇ જાય અને તેના પાંચ વર્ષ બાદ ૨૦૪૭મા એટલે કે આપણને સ્વતંત્રતા મળ્યાના ૧૦૦ વર્ષ બાદ તે લગભગ ૧૭ ટ્રીલીયન ડોલર્સથી પણ કાંઈક વધારે થઇ શકે છે અને ભારતની વસતી અત્યારની ૧૪૨ કરોડ પર સ્થિત થઇ જાય તો ભારતીયજનની માથાદીઠ આવકમાં જે હાલના ૨૪૧૧ ડોલર્સ છે તે લગભગ ૧૩,૦૦૦ ડોલર્સ પર પહોંચી જાય. પરંતુ આ શક્ય નથી કારણ કે આવતા ૨૩ વર્ષ સુધી સતત ૮ ટકાનો સરાસરી આર્થિક વૃધ્ધિ દર જાળવી રાખવો તે કામ મુશ્કેલ છે અને ભારતની વસતી આવતા ત્રેવીસ વર્ષ સુધી ૧૪૨ કરોડ પર સ્થિર રહે તે પણ અસંભવ છે. ભારતના કોઈપણ રાજકીય પક્ષે છેલ્લા ઘણા દાયકાથી સંતતી નિયમનના મુદ્દા પર ધ્યાન આપ્યું નથી. ચીને જે કરી બતાવ્યું તે ભારત માટે શક્ય નથી કારણ કે ભારત લોકશાહીમા માને છે અને ચીન કટ્ટર સરમુખત્યારમા માને છે.
વળી ભારતના કુલ વર્કફોર્સમાં ખેતીવાડી અને પશુપાલકનો હિસ્સો ૪૫ ટકાથી પણ વધારે છે અને જગતનો કોઈ દેશ માત્ર ખેતી પશુપાલનના આધારે સમૃધ્ધ થઇ શક્યો નથી. તે હકીકત છે. હવે તો ઉદ્યોગ ક્ષેત્રને આધારે પણ તે સમૃદ્ધ થઇ શકે તેમ નથી.
અત્યારે આર્થિક સમૃદ્ધિ પાછળ જંગી સર્વીસ સેક્ટરની વગેરે જગતના અર્થકારણમાં ચઢતી પડતી સતત આવ્યા કરે છે. જેના મુખ્ય કારણોમાં જગતનું રાજકારણ, તેને લગતી લડાઈઓ અને મોટા પાયા પરના જનસંહાર ઉપરાંત જગતના વાતાવરણમાં (વર્લ્ડ ક્લાઇમેટ) થતા ફેરફારો મુખ્ય ભાગ ભજવે છે. પરંતુ અનેક મુશ્કેલીઓ છતાં સમગ્ર જગતનું અર્થકારણ ૨૦૨૪ના તેમજ ૨૦૨૫ના કેલેન્ડર વર્ષમાં ૩ ટકાનો વિકાસ દર જાળવી રાખશે તેવુ અનુમાન છે. ભારતના રીઝર્વ બેંકના ગવર્નર જણાવે છે કે ભારતના ફુગાવાના દરને ૨થી ૬ ટકાની રેન્જમા રાખવાનું લક્ષ્ય છે અને ભારતની ચાલુ સરકાર ફુગાવાને ૪ ટકા સુધી મર્યાદિત રાખી શકશે. તેવી જ રીતે ભારતની વસતી વધારા અંગે પણ એક આશાજનક બાબત એ છે કે ભારતના સ્ત્રી ફળદ્રુપતાનો દર બે બાળકો સુધી પહોંચી ગયો છે. વસતી વધારો શૂન્ય પર આવી જાય તે માટે સ્ત્રી ફળદ્રુપતા દર ૨.૧ જોઇએ અને ભારતીય સ્ત્રીફળદ્રુપતા તેનાથી પણ ઓછા ૨.૦ દર પર પહોંચી ગઈ છે તે ભારતીય અર્થકારણ અને કૌટુંબિક પ્રથા માટે આશાજનક ચિન્હ છે. વળી ઉપર નોંધ્યું તે પ્રમાણે આર્થિક દ્રષ્ટિએ જગત ખાડે નથી ગયું કારણ કે જગતનો લાંબાગાળાનો આર્થિક વૃદ્ધિ દર લગભગ ૩ ટકા છે અને જગતની વસ્તી વધારાનો દર ૧.૧ ટકા છે. ઇસ. ૧૮૦૦મા જગતની વસતી ૧૦૦ કરોડ હતી. ઇ.સ. ૨૦૨૨માં ૭૯૦ કરોડ પર પહોંચી ગઈ છે.
જગતની ૮ કરોડ વસ્તીમાં અને દર વર્ષે ૮ કરોડનો વધારો થાય છે. પરંતુ જગતમા વધતી જતી વસતી સાથે આર્થિક અસમાનતા વધતી જાય છે. તે ચિતાનો વિષય છે. વળી બહુઆાયમી ગરીબીની વ્યાખ્યા પ્રમાણે જગતના સૌથી વધુ ગરીબોની સંખ્યા ભારતમાં છે.
જગતનું ભવિષ્ય હવે ઉજળુ જણાય છે કારણ કે તે ઓછી ઔદ્યોગીક ક્રાંતિમા પ્રવેશ કરી રહ્યું છે. જગતમા કોલસો, ગેસ, વીજળી, ન્યુક્લીયર ઇલેક્ટ્રીસીટી, ઇલેક્ટ્રોનીક્સને માર્ગે આગળ વધીને હવે આર્ટિફીશીયલ ઇન્ટેલીજન્સના માર્ગે આગળ વધી રહ્યું છે અને જગતના ભવિષ્ય માટે ભયજનક વર્તારા છતા જગતમા માનવજીવનની સરાસરી આવરદા સતત વધતી જાય છે.